________________
૩૧૭
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સોંપ્યા, પ્રત્યેક ગણધરને સ્વતંત્ર રીતે આપ્યા છે. અગિયારે-અણિયારને ભાવતીર્થ તરીકે નિયુક્ત કરી સમગ્ર તીર્થની અનુજ્ઞા દરેકને આપી છે, માત્ર સુધર્માસ્વામીને extra (વધારાની) ગણની પણ અનુજ્ઞા આપી છે. ઋષભદેવ પ્રભુના ૮૪ ગણધરો હતા તો તે ચોર્યાસીએ-ચોર્યાસી દરેકને આ રીતે વાસક્ષેપ નાંખીને પ્રભુ બોલે, તીર્થની અનુજ્ઞા ક્રમસર આપે.
સભા : દીક્ષા પણ આપે ?
સાહેબજી : અરે ! દીક્ષા તો પહેલાં જ આપે. આ તો દીક્ષાપૂર્વક સમર્પિત થયા પછીની વાત છે.
સભા : ઓઘો વગેરે પણ ભગવાન જાતે જ આપે ? લાગે ક્યાંથી ?
સાહેબજી : 'ઇન્દ્રો સેવામાં હાજર છે, ઉપકરણોનો ઢગલો કરી દે. આખીયે દીક્ષાવિધિ પ્રભુના સ્વહસ્તે થઈ છે. આ શાસનમાં જેને હક્કો લેવાના છે, તેમના માટે દીક્ષા તો પહેલાં જ છે. દીક્ષા સિવાય તો દ્વાદશાંગીના એક સૂત્રનો પણ પૂરો હક્ક નથી મળતો. તમે ઉપધાન કરો તોપણ નવકાર ભણવાનો હક્ક મળે છે, ભણાવવાનો નહીં.
અગિયારેને સ્વતંત્ર રીતે ભાવતીર્થરૂપે સ્થાપી તીર્થના સર્વાધિકારની અનુજ્ઞા આપી છે. તીર્થઅનુજ્ઞાના અધિકારરૂપે બધા ગણધરો સમકક્ષ છે, તેમાં કોઈને વધારે-ઓછા કે નાના-મોટા અધિકાર નથી આપ્યા.
સભા : ભગવાન સર્વજ્ઞ છે, તેથી ગણધરોને સત્તા આપી શકે, પણ નાભિકુલકર ઋષભદેવને સત્તાના અધિકારો કેવી રીતે આપી શકે ?
સાહેબજી : તમને સત્તાની માલિકી અંગેના ન્યાયી નિયમો જ ખબર નથી. અહીં ધર્મસત્તા છે, ત્યાં રાજસત્તા છે. તે તે કાળમાં જેનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, બળ હોય તે ન્યાય પ્રવર્તાવવાના १. आद्यं गणधरं ज्ञात्वा भाविनं तं जगद्गुरुः। स्वयं प्रव्राजयामास पञ्चशिष्यशतीयुतम्।।८३।। उपनीतं कुबेरेण धर्मोपकरणं ततः। त्यक्तसंगोऽप्याददानो गौतमोऽथेत्यचिन्तयत्।।८४ ।। निरवद्यव्रतत्राणे यदेतदुपयुज्यते। वस्त्रपात्रादिकं ग्राह्य धर्मोपकरणं हि तत्।।८५ ।। छद्मस्थैरिह षड्जीवनिकाययतनापरैः । सम्यक् प्राणिदयां कर्तुं शक्येत कथमन्यथा।।८६।। यच्छुद्धमुद्गमोत्पादैषणाभिर्गुणसंयुतम्। गृहीतं सदहिंसायै तद्धि ग्राह्यं विवेकिनः ।।८७।। ज्ञान-दर्शनचारित्राऽऽचारशक्तिसमन्वितः । आद्यन्तमध्येष्वमूढसमयार्थं हि साधयेत्।।८८ ।। ज्ञानाऽवलोकहीनो यस्त्वभिमानधनः पुमान्। अस्मिन् परिग्रहाऽऽशंकां कुरुते स हि हिंसकः ।।८९।। परिग्रहधियं धत्ते धर्मोपकरणेऽपि यः। बालानविदिततत्त्वान् स रञ्जयितुमिच्छति।।१०।। जलज्वलनवायूर्वीतरुत्रसतया बहून्। जीवांस्त्रातुं कथमलं धर्मोपकरणं विना ।।९१ ।। गृहीतोपकरणोऽपि करणत्रयदूषितः। असंतुष्टः स आत्मानं प्रतारयति केवलम्।।१२।। इन्द्रभूतिर्विभाव्यैवं शिष्याणां पञ्चभिः शतैः । समं जग्राह धर्मोपकरणं त्रिदशार्पितम्।।९३।।
(ત્રિષષ્ટિશના પુરુષચરિત્ર પર્વ-૨૦, સ-૧) १ न क्लीबो वसुधां भुङ्क्ते, न क्लीबो धनमश्नुते । न क्लीबस्य गृहे पुत्रा, मत्स्याः पङ्क इवासते ।।१३।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१४)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org