________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૩૧૧ ત્રિકાલાબાધિત પરમ સત્યો તીર્થકરોના ઉપદેશનો સાર છે, સૃષ્ટિનું તમામ તત્ત્વજ્ઞાન નિચોડરૂપે તીર્થકરો આ ત્રણ પદથી પટ્ટધર શિષ્ય ગણધરોને આપે છે, જે સમગ્ર જૈનધર્મનો પાયો છે. જોકે આ ત્રિપદી અર્થથી મહાગંભીર છે. સામાન્ય માણસ તેમાં કંઈ સમજી ન શકે. તમે પણ સમજી ન શકો. અરે ! પ્રથમ નજરે તો કદાચ તમને વિરોધાભાસ લાગે તેવાં આ વિધાનો છે. જેમ તમને કોઈ કહે કે “માણસ જન્મે છે, મરે છે, અને છતાં તે શાશ્વત છે, કાયમનો છે,” તો તમને વિરોધાભાસ જ લાગશે. પ્રભુએ પણ આ ત્રણ મહાવાક્યોથી સંક્ષેપમાં એમ જ કહ્યું છે કે આ સચરાચર વિશ્વમાં બધું જ ઉત્પન્ન થાય છે, બધું જ નાશ પામે છે, છતાં આ વિશ્વમાં બધું જ શાશ્વત છે, કાયમનું છે.' આ ત્રિપદીના રહસ્યને સમજવા તો નયવાદ અને અનેકાંતવાદનું જ્ઞાન જોઈએ. તીર્થકરોના ઉપદેશનો અદ્વિતીય સર્વવ્યાપી સિદ્ધાંત સ્યાદ્વાદનો સિદ્ધાંત છે, જેને સમજવાથી તીર્થકરોની દૃષ્ટિનું વિશ્વજ્ઞાન, તત્ત્વજ્ઞાન પ્રગટે. ધર્મનો પાયો તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાન વિનાનો ધર્મ ગમે તેટલો સુંદર આચારવાળો હોય તોપણ તે પાયા વિનાના મિનારા જેવો કહ્યો છે. દુનિયાના દરેક સ્વતંત્ર ધર્મનો base (પાયો) તેની philosophy (તત્ત્વજ્ઞાન) છે. Philosophyમાં જ જીવનદૃષ્ટિ, આચારમાર્ગ આપવાની તાકાત છે. પ્રભુને પણ ધર્મશાસનના સુચારુ સંચાલક બનાવવા ગણધરોને રહસ્યમય તત્ત્વજ્ઞાન જ પીરસવું પડે છે.
સભા : આ ત્રિપદી પ્રગટવામાં પ્રભાવ કોનો ? સાહેબજી : બંનેનો. ગુરુ પણ અજોડ, શિષ્ય પણ અજોડ. સભા : બધા ગણધરો જુદા-જુદા પૂછે ?
સાહેબજી : હા, જુદા પૂછે, પ્રભુ પ્રત્યેકને પ્રત્યુત્તર આપે. ગણધરો સિવાય બીજા તો આ મહાવાક્યોનો ઊંડાણથી અર્થ પણ ન સમજે.
આવા શ્રેષ્ઠ પ્રજ્ઞાવંત, જિજ્ઞાસુ ગણધરોના જીવો પ્રથમ દેશનામાં આપમેળે આવે તો વાંધો નહીં, ન આવ્યા હોય તો તીર્થકરો પણ આવા જીવોને તીર્થસ્થાપના માટે શોધે. વીરપ્રભુ આ * उत्पत्ति-विगम-ध्रौव्यरूपामूचे पदत्रयीम्। सर्वागमव्याकरणप्रत्याहारोपमा प्रभुः । ।८१५ ।। तत्त्रिपद्यनुसारेण, द्वादशाङ्गीं सपूर्विकाम्। रेखानुसारेणाऽऽलेख्यमिव तेऽरचयन्नथ।।८१६ ।।
(ત્રિષષ્ટિશાપુરુષરિત્ર પર્વ-, સર્જ-રૂ) * उपदेशलक्षणत्रिपद्यां वाकारोपादानत एवावच्छेदकभेदेन त्रयाणामेकत्रावस्थानस्य प्रतीतेः,
(ત્પાતાિિસદ્ધિ પ્રરમ્ સ્નો-૨, ટીવા) એ ત્રિપદીને સર્વ અર્થ વ્યાપકપણું ધારવું, તે જિનશાસનાર્થ. પણ કેટલાંએક નિત્ય, કેટલાંએક અનિત્ય, એમ નિયાયિકાદિક કહે છે, તે રીતે નહીં. નિત્યકાંત, અનિત્યકાંત પક્ષમાં લોયુક્તિ પણિ વિરુદ્ધ છે. તે માટે દીપથી માંડી આકાશમાં ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્ય લક્ષણ માનવું, તે જ પ્રમાણ.
(દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ઢાળ-૯, ગાથા-૧ બાલાવબોધ) १. उपकाराऽर्हलोकानामभावात्तत्र च प्रभुः । परोपकारैकपरः प्रक्षीणप्रेमबन्धनः ।।१४ ।। तीर्थकृन्नामगोत्राऽऽख्यं कर्म वेद्यं महन्मया। भव्यजन्तुप्रबोधेनानुभाव्यमिति भावयन्।।१५ ।। धुसनिकायकोटीभिरसंख्याताभिरावृतः । सुरैः संचार्यमाणेषु स्वर्णाब्जेषु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org