________________
૩૧૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નતમસ્તકે ઝૂકી ગયા છે; કારણ કે સત્યના ખપી, લાયક જીવો હતા. વળી આ તો સત્યની પ્રતીતિ થયા પછી તમારી જેમ માત્ર “હા-હા'ની વાતો ન કરે, ચરણે બેસી જીવન સમર્પિત કરે તેવા છે. તેથી શિષ્ય તરીકે સૌએ વિદ્યાર્થી પરિવાર સાથે વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. આવા પ્રજ્ઞાસંપન્ન ધુરંધર વિદ્વાનો શરણે આવી જીવન સમર્પણ કરે એ નાનીસૂની વાત નથી, તે કાળમાં પણ આશ્ચર્યકારી ઘટના છે. વળી, આવા ધુરંધર શિષ્યો ગુરુના જ્ઞાનની પ્રતીતિ થયા પછી એમ ને એમ બેસી ન રહે, પરંતુ ગુરુને સારભૂત તત્ત્વની પૃચ્છા કરે. આવાને શિષ્ય બનાવવા તે પણ મહાજ્ઞાની ગુરુનું જ કામ છે, અભણ ગુરુ તો આવાને શિષ્ય બનાવે તો જવાબ જ ન આપી શકે. ગણધર ભગવંતોને ત્રિપદીનું દાન અને દ્વાદશાંગીની રચના :
ઇન્દ્રભૂતિ આદિએ સમવસરણમાં આવીને દેશના અવસરે જે પ્રશ્નો પૂછ્યા, પ્રભુ સાથે જે સવાલ-જવાબ થયા તે તો પોતાની અંગત શંકા ટાળવા માટે હતા, સાથે પ્રભુના જ્ઞાનની પરીક્ષા-ખાતરીનો ભાવ પણ ભળેલો હતો. તેથી જ તેને શાસ્ત્રમાં વાદ કહ્યો છે. જ્યારે દીક્ષા પછી જે પૂછે છે તે તો માત્ર શ્રેષ્ઠ તત્ત્વજિજ્ઞાસાથી જ છે. સમર્પિત થયેલા ગણધરોનો તીર્થકરને પ્રથમ પ્રશ્ન આ જ હોય છે કે ભગવં! ચિં તત્ત? તેમનું સંબોધન પણ વિવેકપૂર્વકનું હોય છે. તેથી કહે છે કે “હે ભગવંત ! આ જગતનું સારરૂપ તત્ત્વ જે હોય તે અમને કહો.' તીર્થંકરો પણ અમોઘવચની હોય છે. વળી સામા પાત્ર જીવની જિજ્ઞાસા, કક્ષા, લાયકાત બધું જ જાણે છે. તેથી યોગ્ય જવાબ પરિમિત શબ્દોમાં આપે છે; કારણ કે નિરર્થક શબ્દપ્રયોગ કે વધારે પડતો વચનપ્રયોગ જ્ઞાનીના જીવનમાં હોતો નથી. તેથી ભગવાન માત્ર ૩૫ર્ફ વા ! એટલું બોલે છે. આ સાંભળી ગણધરોની બુદ્ધિમાં ઊહાપોહ, મંથન ચાલુ થાય છે કે “સચરાચર વિશ્વ ઉત્પત્તિધર્મા છે', તમામ નવસર્જન ઉત્પત્તિને આભારી છે. નવસર્જન વિના પરિવર્તન-વિવિધતા ન સંભવે; પણ જેમ-જેમ તેનું ઊંડાણથી તર્કપૂર્વક વિચાર કરે છે, તો કાંઈક અધૂરાપણું લાગે છે. એટલે ફરી પૂછે છે કે મયવં! વિં તત્ત? ફરી અવસરને અનુરૂપ પ્રભુ જવાબ આપે છે કે વિાને વા . ફરી પ્રજ્ઞામાં ચિંતન ચાલુ થાય છે કે વિશ્વ વિનાશધર્મા છે'; કારણ કે સર્જન સાથે વિસર્જન સંકળાયેલું છે. વિનાશ વિના પરિવર્તન ન સંભવે. એકલી ઉત્પત્તિ તો ભરચક કરી દે. ઉત્પત્તિ અને વિનાશથી જ સમતુલા જળવાય, છતાં વિચારતાં-વિચારતાં અમુક તત્ત્વ ખૂટતું લાગે છે. ફરી જિજ્ઞાસાથી પૂછે છે કે મયવં! જિં તત્ત ? પ્રભુ કહે કે ઘુવે વા . “આ વિશ્વ સનાતનશાશ્વત છે', ધ્રુવ છે, સ્થિર છે, અપરિવર્તનશીલ છે. અસ્તિત્વનું એકલું સર્જન પણ નથી કે એકલું વિસર્જન પણ નથી, સાથે સાતત્યનો અંશ પણ અસ્તિત્વમાં જળવાયેલો જ રહે છે. શુન્યમાંથી કદી કોઈ સર્જન નથી અને શૂન્યમાં ક્યારેય કોઈનું વિસર્જન પણ નથી. આ १. शब्दानुशासनव्यापिसंज्ञासूत्रोपमा प्रभो !। जन्मव्ययध्रौव्यमयी, जयति त्रिपदी तव।।७८४ ।।
(ત્રિષષ્ટિશનાહાપુરુષરિત્ર પર્વ-૨, સ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org