________________
૩૦૬
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ હવે જ કરશે. તે વખતે પ્રભુના આત્મામાં ક્ષાયિકભાવના ગુણો અને ઉત્કૃષ્ટ પુણ્યલક્ષ્મીનો વિપાકોદય થવાથી એવું સામર્થ્ય પ્રગટે છે કે ધર્મતીર્થપ્રવર્તનનું મહાન કાર્ય કરવા ક્ષમતા પ્રાપ્ત થાય. ઇન્દ્રો, સમ્યગ્દષ્ટિ દેવતાઓ આદિ આ અવસરની આતુરતાથી રાહ જોતા હોય છે, કે
ક્યારે પ્રભુ કેવલજ્ઞાન પામે ! અને ધર્મતીર્થ પ્રવર્તાવે ! ધર્માત્માને જગતમાં ધર્મસત્તાની સ્થાપના થાય, પાત્ર જીવોને હિતનો માર્ગ અને રક્ષણ મળે તેવી કામના સ્વાભાવિક હોય. કેવલજ્ઞાનના અવસરે પ્રભુના પુણ્યપરમાણુ ઇન્દ્રોને સંકેત આપવા સિંહાસન ડોલાવે છે. તે જાણીને ૬૪ ઇન્દ્રો, કરોડો દેવતાઓ ઉમંગપૂર્વક પ્રભુભક્તિમાં હાજર થાય છે. મનુષ્યો, તિર્યંચો પણ આવે, પરંતુ તેમનામાં દેવતાઓ જેવી ભક્તિ કરવાની શક્તિ નથી હોતી. પ્રભુનું પ્રથમ સમવસરણ તો ચારે નિકાયના દેવતાઓ ભેગા થઈને રચે છે, જે તીર્થકરોના ઉત્કૃષ્ટ બાહ્ય ધર્મઐશ્વર્યનું સૂચક બને છે. પ્રભુ પણ ઇન્દ્રોની વિનંતિથી સુવર્ણકમળ પર પગ મૂકતા-મૂકતા સમવસરણમાં પૂર્વદ્વારથી પ્રવેશે છે. પ્રથમ ગઢમાં પહોંચીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી તીર્થને નમસ્કાર કરે છે, ત્યારબાદ પાદપીઠ પર પગ મૂકી સિંહાસન પર અર્ધપદ્માસનમાં બિરાજે છે અને તીર્થ પ્રવર્તાવવાના ધ્યેયથી પાત્ર શ્રોતાઓને દેશના આપે છે; પરંતુ તીર્થ પ્રવર્તાવવા સૌ પ્રથમ તો ગણધરપદયોગ્ય વ્યક્તિ જોઈએ; તે વિના તીર્થનું પ્રવર્તન ન થાય.
ઋષભદેવ ગૃહસ્થઅવસ્થામાં હતા ત્યારે યુગલિકોએ ફરિયાદ કરી કે અમને વારંવાર પરસ્પર અન્યાય, ઝઘડા થાય છે. “આણે મારું ઝૂંટવી લીધું અને તેણે મને કડનગત કરી’ તેવા પ્રસંગોથી પ્રજાલોક હેરાન થાય છે; તો શું કરવું ? તેનો ઉકેલ આપવા પ્રભુએ કહ્યું કે લોકમાં ન્યાય પ્રવર્તાવનાર રાજાની જરૂર છે. યુગલિકોને સદ્ભાવ હોવાથી ઋષભદેવને કહ્યું કે તમે જ અમારા રાજા થાઓ. ત્યારે પ્રભુએ કહ્યું કે અત્યારે મનુષ્યોમાં નાયક નાભિકુલકર છે. તમે તેમની પાસે રાજાની માંગણી કરી. વિમલવાહનના સમયથી પ્રભુના વડવાઓ યુગલિકોના નાયક હતા. આ નાયકનો જ વંશ છે. તેથી યુગલિકો પ્રભુના કહેવાથી નાયક એવા નાભિકુલકર પાસે ગયા અને ન્યાય પ્રવર્તાવનાર રાજાની માંગણી કરી. ત્યારે નાભિકુલકર વિચારે છે કે અત્યારે આ આખા માનવસમૂહમાં ઋષભદેવ કરતાં વધારે યોગ્ય કોઈ વ્યક્તિ નથી કે જે આ કાર્ય કરી શકે. તેથી નાભિકુલકરે જ કહ્યું કે આ ઋષભને જ હું તમારા રાજા તરીકે નિયુક્ત કરું છું. આનો અર્થ એ છે કે લોકમાં ન્યાય પ્રવર્તાવવા જે કાંઈ સત્તા જોઈએ તે તમામ સત્તા નાભિકુલકરે ઋષભદેવને આપી. ઋષભદેવે જાતે સત્તા પચાવી પાડી નથી, પરંતુ સત્તાના સર્વ અધિકાર નાભિકુલકરે તેમને સુપ્રત કર્યા, ત્યારબાદ પોતે રાજસિંહાસન પર સંચાલન માટે બેઠા છે. જેમ આ રાજસત્તાની સ્થાપનાનો પ્રસંગ ગણાય, તેમ પ્રથમ સમવસરણમાં ધર્મસત્તાના સ્થાપનનો પ્રસંગ હોય છે. લોકોત્તર ન્યાયના ઉદ્દેશથી જગતમાં ધર્મતીર્થ પ્રવર્તાવવું છે, ધર્મની વ્યવસ્થાઓ १. तीर्थकृत्तीर्थसृट् तीर्थं-करस्तीर्थकरः सुदृग्। तीर्थकर्ता तीर्थभर्ता, तीर्थेशस्तीर्थनायकः।।१।। सुतीर्थोऽधिपतिस्तीर्थसेव्यस्तीर्थिकनायकः। धर्मतीर्थकरस्तीर्थ-प्रणेता तीर्थकारकः ।।२।। तीर्थाधीशो महातीर्थ-स्तीर्थस्तीर्थविधायकः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org