________________
૩૦૩
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિ , સીપdi Soni AવળOIM III
(અમેતિત પ્રd ૨૦ સ્નો-૧)
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
પ્રભુની ઉત્કૃષ્ટ સાધના :
“તીર્થકરો જન્મથી જ મહાવિરાગી છે. પૂર્વભવની સાધનાના કારણે એમના આત્મામાં અંતિમ ભવમાં ગુણોનો એવો પરિપાક થાય છે કે સંસારના ગમે તેવા ભોગ-ઐશ્વર્ય-સત્તા વચ્ચે તેમને રાખો, પણ અંશમાત્ર આસક્તિ ન થાય. તેઓ ગૃહસ્થઅવસ્થા પણ જલકમલવતુ નિર્લેપભાવે સેવે છે. માત્ર શુભભાવથી જ સર્વ સાંસારિક ઉચિત પ્રવૃત્તિ કરે છે. રાજ્યવૈભવ ભોગવે તોપણ આસક્તિ નથી. આગલા ભવોમાં પણ તેમનો આત્મા પ્રાયઃ દેવલોકમાંથી આવ્યો હોય છે. જેમ ઋષભદેવ પ્રભુના આત્માએ સર્વાર્થસિદ્ધવિમાનમાં ૩૩ સાગરોપમ સુધી અનાસક્તપણે ભોગ ભોગવ્યા છે. ત્યાં પણ વૈરાગ્ય એટલો ઓળઘોળ હોય છે. અંતિમ ભવમાં તો તેમના જીવનની કોઈ અવસ્થા વૈરાગ્યશૂન્ય નથી. તેનું આલેખન પૂ. હેમચંદ્રસૂરિજી મહારાજે વીતરાગસ્તોત્રના બારમા પ્રકાશમાં કર્યું છે. અંતિમ ભવની આ કક્ષા છે, તોપણ આગળની સાધના માટે તીર્થકરો સંસારત્યાગ કરી દીક્ષા લે છે, ઘાતિકર્મ ખપાવવા અપ્રમત્ત થઈ સાધના કરે છે. તીર્થકરોની દીક્ષા પછીની સાધના એટલી ઉત્કટ હોય છે કે સામાન્ય આરાધક સાંભળીને જ ગભરાઈ જાય. દરેક તીર્થકર દીક્ષાથી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી પલાંઠી વાળીને સુખાસને બેસતા જ નથી, પ્રાયઃ આખો દિવસ ધ્યાનમાં મગ્ન રહે છે. સર્વ સાંસારિક કે ધાર્મિક વ્યવહાર-વ્યવસ્થાથી નિઃસ્પૃહ છે. માત્ર દેહના નિર્વાહ પૂરતું આહાર-પાણીની ભિક્ષા લેવા જાય. બાકીના સમયમાં સતત આત્મધ્યાનમાં મગ્ન રહી અંતઃસાધના કર્યા જ કરે. બાહ્ય વિહાર પણ ઉગ્ર હોય. નગરમાં પાંચ દિવસ અને ગામમાં એક દિવસ રહે. તે સિવાય શેષકાળમાં સતત વિચરવાનું. કોઈ વાર શુન્યગૃહમાં તો કોઈ વાર ચોરા વચ્ચે હોય; ક્યારેક જંગલમાં તો ક્યારેક નગરમાં કોઈના મકાનમાં રહે. સર્વ સંયોગો અને સર્વ નિમિત્તો જેમને કોઈ સારી-નરસી અસર જ ન નીપજાવી શકે તેવા સમતોલ મનવાળા, સતત સમતા અને સમાધિમાં રહેનારા, જગતનું કોઈ १. मन्ये स्वामी वीतरागो, गर्भवासात् प्रभृत्यपि। चतुर्थपुरुषार्थाय, सज्जोऽन्यार्थानपेक्षया।।७६२ ।।
| (ત્રિદિશતાવિજાપુરુષવરિત્ર પર્વ-૨, સf-૨) * अत एव महापुण्य-विपाकोपहितश्रियाम्। गर्भादारभ्य वैराग्यं, नोत्तमानां विहन्यते।।२६।।
(અધ્યાત્મિસાર, વિહાર-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org