________________
૨૮૧
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ રક્ષણ કરે ? તમારી સરકાર પણ ભારતના નાગરિકનું રક્ષણ કરે કે અમેરિકન પ્રજાનું રક્ષણ કરે ? તમે ધર્મસત્તાના શરણે જાઓ અને કર્મસત્તાથી ધર્મસત્તા તમારું રક્ષણ ન કરે તેવું કદી બને જ નહીં. સામાજિક રક્ષણ પામવા માટે પણ પ્રજાજન બની રાષ્ટ્રને વફાદાર બનવું પડે છે, તે વિના સુરાજ્ય પણ રક્ષણ નથી જ આપતું. તેમ ધર્મસત્તા પણ શરણ સ્વીકારવાની અપેક્ષા તો રાખશે જ. જેણે ધર્મસત્તાનું શરણ જ નથી સ્વીકાર્યું કે શરણ છોડી દીધું છે, તેના જ આ દુનિયામાં કર્મસત્તા હાલહવાલ કરે છે. વિશ્વમાં ધર્મસત્તાનું તંત્ર મહાપ્રભાવશાળી છે. તેના પ્રથમ સ્થાપક જ તીર્થકરો છે. મુખ્ય ઉદ્દેશ જ જીવોને થતા અન્યાયમાંથી છોડાવવાનો છે. સૌ જીવો ન્યાય પામે, સુખ-શાંતિ પામે તેવા આદર્શો, જીવનપદ્ધતિ, આચાર-વિચાર, સુવ્યવસ્થાઓનો પ્રણેતા જ ધર્મ છે. ધર્મતીર્થના ઉદ્દેશો સમજનાર જ તીર્થકરોનું ઋણ સમજી શકશે. આજ્ઞા બહારના અર્થ-કામ પુરુષાર્થરૂપ નથી :
સભા : ઋષભદેવ રાજા થયા ત્યારે પ્રજાને ચાર પુરુષાર્થમાંથી કયો પુરુષાર્થ બતાવ્યો ?
સાહેબજી : ધર્મ વિના પુરુષાર્થ ક્યાંથી લાવવો ? પુરુષાર્થનો ક્રમ જ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ છે. વાસ્તવમાં પુરુષાર્થ શબ્દનો અર્થ જ તમને ખબર નથી. સંસ્કૃતમાં પુરુષસ્થ મર્થઃ તિ પુરુષાર્થ: (પુરુષનો અર્થ તે પુરુષાર્થ) એવો સમાસવિગ્રહ થાય. તમારા જીવનમાં જે પૌરુષત્વ છે, કૌવત છે, તે નિરર્થક ન વપરાય, પણ તેનો સાર્થક ઉપયોગ થાય, અર્થ સરે તેવો હિતકારી ઉપયોગ થાય, તેવા પ્રયત્નને પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ સાધવો તે જીવનનું ગૌરવ છે. ચારેય પુરુષાર્થના ઉપદેશક-પ્રવર્તક તીર્થકરો છે. તમને એ જ ખબર નથી કે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ પણ ધર્મપુરુષાર્થ દ્વારા મોક્ષનું સાધન છે; જ્યારે અર્થ-કામ દુર્ગતિનાં કારણ છે, તેને શાસ્ત્રમાં એકાંતે હેય કહ્યાં છે. ધર્મના સાધન કે પૂરક ન બને, પરંતુ ધર્મના વિરોધી બને તેવા અર્થ-કામ પુરુષાર્થ છે જ નહીં. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ દશવૈકાલિકસૂત્ર પરની નિયુક્તિની ટીકામાં १. यदि तदनिष्टेभ्यो निवृत्तौ तदिष्टेषु च प्रवृत्तौ धर्मादयः पुरुषार्था बाध्यन्ते, तदा न तन्निवृत्तिपरेण भाव्यं किं तु पुरुषार्थाराधनपरेणैव, अतिदुर्लभत्वात्पुरुषार्थाराधनकालस्येति।।११४ ।।
(વિવુ, શ્નો-૨૨૪ ટીકા) * प्रावर्तन्त यतो विद्या:, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ।।३।।
(વીતરા સ્તોત્ર, પ્રવાસ-૨, મૂત) २. संसारकारणं यत्यस्मात्प्रकृत्या-स्वभावेन अर्थकामी, ताभ्यां बन्धात्,
(पंचवस्तुक, श्लोक-६७ टीका) ૩. ઉત્ત: શામ:, સામ્રપ્ત થવીનામેવ સપત્નતાસપત્નતે અધિસ્કુરાદधम्मो अत्थो कामो भिन्ने ते पिंडिया पडिसवत्ता। जिणवयणं उत्तिन्ना असवत्ता होंति नायव्वा ।।२६४।। व्याख्या-धर्मोऽर्थः कामः त्रय एते पिण्डिता युगपत्संपातेन 'प्रतिसपत्नाः' परस्परविरोधिनः लोके कुप्रवचनेषु च, यथोक्तम्- "अर्थस्य मूलं निकृतिः क्षमा च, कामस्य वित्तं च वपुर्वयश्च। धर्मस्य दानं च दया दमश्च, मोक्षस्य सर्वोपरमः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org