________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૬૫
રાજ્યાભિષેકનો અવસર જાણી અનેરા ભક્તિભાવથી ઇન્દ્ર આવે છે, જન્માભિષેકની જેમ રાજ્યાભિષેક પણ ભક્તિથી કરે છે.
સભા : રાજ્યાભિષેક વખતે પણ આસન ડોલે ?
સાહેબજી : પુણ્ય હોય તો અહીં બેઠાં આખી દુનિયા ડોલાય, એમાં વાંધો નથી. તીર્થંકરોનું પુણ્ય પ્રચંડ હોય છે. તેમના પુણ્યપરમાણુઓ દેવલોક સુધી અસર કરે છે. પ્રભુ પાર્શ્વનાથને મેઘમાળીનો ઉપસર્ગ થયો તો ધરણેન્દ્રનું સિંહાસન ડોલ્યું છે. પુણ્ય૫૨માણુઓમાં remote control (દૂર રહ્યા અસર કરવાની શક્તિ) છે. સર્વ તીર્થંકરોનાં પણ પુણ્ય સમાન નથી હોતાં. પ્રભુ મહાવી૨ દેવાનંદાની કુક્ષિમાં આવ્યા ત્યારે ઇન્દ્રનાં સિંહાસન ન ડોલ્યાં, જ્યારે બીજા તીર્થંકરોનાં ચ્યવન વખતે ઇન્દ્રોનાં સિંહાસન ડોલ્યાં છે.
સભા : તો હિરણૈગમેષીદેવને કેમ મોકલ્યા ?
સાહેબજી : ૧૮૨ દિવસ વીત્યા પછી મોકલ્યા છે, તે પહેલાં ખબર ન પડી. એક વાર જિજ્ઞાસાથી સૌધર્મેન્દ્ર આખા જંબૂદ્દીપનું અવલોકન કરે છે. હૃદયમાં એવો ભાવ છે કે ‘ભરતક્ષેત્ર આદિમાં કોઈ ઉત્તમ ગુણિયલ જીવ દેખાય તો અહીં બેઠા દર્શન-વંદન-અનુમોદના કરું'. આવા અવલોકનમાં ક્યારેક કોઈ ધર્માત્માના ગુણથી ઓવારી જાય તો તેની દેવસભામાં જાહેર પ્રશંસા પણ કરે. આવા ગુણાનુરાગથી અધિજ્ઞાનની દૃષ્ટિ વડે જોતાં દેવાનંદાની કુક્ષિ પ્રત્યે નજર ગઈ, ત્યારે ચમક્યા કે ‘આ તો ત્રિલોકનાથ, તીર્થંક૨ ૫રમાત્માનો જીવ છે'. વિનયથી તરત ઊભા થયા. વિધિવત્ વંદના કરી. સિંહાસન ડોલવાથી ઊભા થયા છે તેવું નથી. બીજા તીર્થંકરો ગર્ભમાં આવતાં જ ઇન્દ્રનાં સિંહાસન ડોલ્યાં અને વંદના કરી છે. અહીં ૮૨ દિવસ પછી ઉપયોગ મૂકીને દેખાવાથી વંદના કરી છે; ત્યાર બાદ હરિણૈગમેષીને મોકલ્યા છે. બધા તીર્થંકરોનાં પુણ્ય સરખાં જ હોય તેવું નથી. બીજા તીર્થંકરોના રાજ્યાભિષેક વખતે ઇન્દ્રોનું આસન ડોલ્યું નથી, ઋષભદેવના રાજ્યાભિષેક અવસરે ડોલ્યું છે, જે તેમનું વિશેષ પુણ્ય સૂચવે છે.
ઇન્દ્ર મહારાજાએ દેવોના પરિવાર સાથે આવીને ઠાઠથી અભિષેક કરી, વસ્ત્રાલંકારો પહેરાવી, રાજ્યયોગ્ય સિંહાસન પર શોભે તે રીતે બેસાડ્યા છે; ત્યારે અભિષેકજળ લઈને આવેલા યુગલિકો પ્રભુનો સાજ જોઈને વિનયથી માત્ર પગના અંગૂઠા ૫૨ અભિષેક કરીને ભક્તિ
१. तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कऊ सहस्सक्खे मघवं महयाहयनट्टगीय-वाइअं ततीतलता- तुडिय-घणमुइंग-पडुपडहवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ।।१४।। इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे विहरइ । तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डूभरहे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए वक्कंतं पासइ । (લ્પસૂત્ર વ્યાઘ્યાન-૨, સૂત્ર-૪-、, મૂળ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org