________________
૧૮૬
દ્રવ્યતીર્થનો મહિમા આગળ શાસ્ત્રો આદિ રૂ૫ વારસો સંક્રાંત કરવો પડે છે. આ વારસામાં generation to generation (પેઢી દર પેઢી) જે ટકાવાય છે તે જ દ્રવ્યધર્મતીર્થ છે. જો તે ન હોય તો પ્રવાહથી ભાવતીર્થ લાંબું ચાલે જ નહિ. તેથી શાસનને અવિચ્છિન્ન ટકાવવામાં દ્રવ્યધર્મતીર્થનો પણ મહાન ફાળો છે. અરે ! તીર્થકરોએ સોંપેલો ભાવતીર્થનો વારસો પણ દ્રવ્યતીર્થ વિના ટકતો નથી. દ્રવ્યતીર્થથી જ શાસન અખ્ખલિત ચાલ્યું આવે છે અને અવિચ્છિન્ન રહેશે. ભાવતીર્થને નવપલ્લવિત રાખનાર અને અવિચ્છિન્ન રાખનાર દ્રવ્યતીર્થ જ છે. તે અપેક્ષાએ દ્રવ્યતીર્થની મહાનતા પણ નાનીસૂની નથી. કલિકાલમાં પણ પૂ. સૂરિપુરંદર આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કે પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા જેવા પ્રભાવકો પાક્યા તેમાં દ્રવ્યતીર્થરૂપ શાસ્ત્રોનો જ સિંહફાળો છે. આવા પ્રચંડ પ્રજ્ઞાના સ્વામીનું પણ માથું બદલી આપે, સર્વતોમુખી પ્રતિભા ખીલવે, અજોડ વાદી પકવે તેવાં શાસ્ત્રો જ વારસામાં ન હોય તો શું આવા પ્રભાવકો પાકત ખરા ? આજે પણ જૈનદર્શન સ્પર્ધામાં ઊતરી શકે કે વિજયી બની શકે, તેમાં અજોડ તત્ત્વજ્ઞાન પીરસનારાં શાસ્ત્રોરૂપ ગ્રંથસમૂહોનો વારસો જ કારણ છે. ગુરુ ભગવંત પણ શાસ્ત્રોનો વારસો શિષ્યને આપે છે. પેઢી દર પેઢી જળવાતો આ વારસો એ દ્રવ્યતીર્થ જ છે.
સભા : શાસ્ત્ર ભાવતીર્થ નથી ?
સાહેબજી : જીવંત ગીતાર્થ ગુરુના આત્મામાં રહેલું શ્રુતજ્ઞાન તે દ્વાદશાંગીરૂપ ભાવતીર્થ છે. તે તો ગુરુના સ્વર્ગવાસ સાથે વિદાય લે છે. વારસામાં તો ગ્રંથસમૂહરૂપે જે લિપિબદ્ધ શાસ્ત્રો મળે છે તે જડ હોવાથી દ્રવ્યતીર્થ જ છે, તે કાંઈ ભાવતીર્થ નથી; પરંતુ તે ગ્રંથોમાં પણ સર્વતોમુખી પ્રતિભાવાળા મહાપ્રભાવક પકવવાની પ્રચંડ તાકાત છે. વારસામાં આવેલા બેનમૂન એક ગ્રંથનો પણ લોપ થાય તો શાસનને મહાન ફટકો પડે છે; કારણ કે ફરી આવું સર્જન કોઈ પેદા કરવાનું નથી. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી કે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી આદિ પાક્યા તે આ વારસાના પ્રભાવે જ છે. જેટલો વારસો લોપાય છે તેટલું શાસન પણ ખંડિત થાય છે. તેથી જ દ્રવ્યતીર્થ પણ મહાન છે. ભાવતીર્થને ટકાવવાનું શ્રેષ્ઠ સાધન તો દ્રવ્યતીર્થ જ છે. ભાવતીર્થની અસ્મલિતતામાં દ્રવ્યતીર્થનો જ ઉપકાર સમાયેલો છે. તેથી ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ ગુરુઓ કે ચતુર્વિધ શ્રીસંઘ પણ દ્રવ્યતીર્થને પૂજે છે, તેનું ઋણ સ્વીકારે છે. ભાવતીર્થ १. कत्थ अम्हारिसा जीवा दूसमादोसदूसिया। हा अणाहा कहं हुंता न हुंतो जइ जिणागमो।।८७।।
(संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) २. यदीयसम्यक्त्वबलात्प्रतीमो, भवादृशानां परमस्वभावम्। कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय।।२१।।
(हेमचंद्रसूरिजी विरचित अयोगव्यवच्छेदद्वात्रिंशिका मूल) 3. कुतर्ध्वस्तानामतिविषमनैरात्म्यविषयैस्तवैव स्याद्वादस्त्रिजगदगदङ्कारकरुणा। इतो ये नैरुज्यं सपदि न गताः कर्कशरुजस्तदुद्धारं कर्तुं प्रभवति न धन्वन्तरिरपि।।१०५ ।।
(उपा. यशोविजयजी विरचित न्यायखंडखाद्य मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org