________________
ઝ . . . . . . . %
ડ્રગ્રતીર્થનો મહિમા
- - - - - - सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(મમ્મતતf us૨U૦ શ્લોઝ-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ભાવતીર્થને સદા નવપલ્લવિત અને અવિચ્છિન્ન રાખનાર દ્રવ્યધર્મતીર્થનો પણ અપાર મહિમા
મામા મહિમા
આપણે ભાવનિપાના ક્રમથી ધર્મતીર્થનું વર્ણન કરતાં દ્વિતીય ક્રમે દ્રવ્યધર્મતીર્થ આવે છે. તેનું વર્ણન કરતાં સૌ પ્રથમ તેનો મહિમા દર્શાવું છું. પાંચે ભાવતીર્થો જેમ એક એક અપેક્ષાએ ઉત્તરોત્તર ચડિયાતાં કે મહિમાવંત હતાં, અને તેના વિના પ્રભુશાસન હયાત જ ન બને, તેમ ભાવતીર્થોને અવિચ્છિન્ન ટકાવવા દ્રવ્યતીર્થ પણ અનિવાર્ય છે. તેના વિના તીર્થકરોનું ધર્મશાસન કાળના પ્રવાહમાં લાંબો સમય કદી ટકે નહિ. જોકે દ્રવ્યતીર્થ નિયમા નિચ્ચેષ્ટ હોય, દ્રવ્યતીર્થમાં કોઈ ચેતન વસ્તુ આવતી નથી, તોપણ અપેક્ષાએ દ્રવ્યતીર્થનો મહિમા ભાવતીર્થથી પણ અધિક છે. તમને થશે કે મહારાજ ઘુમરાવે છે, પણ વાસ્તવમાં તેવું નથી.
પ્રભુ મહાવીરે વર્તમાન શાસન સ્થાપ્યું, ગીતાર્થ ગુરુ પટ્ટધર સ્થાપ્યા, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો પ્રકાશ્યો, ચતુર્વિધ શ્રીસંઘની રચના થઈ, રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ અને મોક્ષસાધક ધર્માનુષ્ઠાન પ્રગટ્યાં; પરંતુ આ પાંચે જીવંત તીર્થ ટકવાનાં ક્યાં સુધી ? જ્યાં સુધી તેમને ધારણ કરનાર જીવંત વ્યક્તિ હયાત છે ત્યાં સુધી. પાંચમા આરામાં આયુષ્ય કેટલું ? બહુ-બહુ તો ૧૦૦-૧૨૫ વર્ષનું. આજથી ૧૦૦ વર્ષ પછી અત્યારની વ્યક્તિઓના સમૂહરૂપ સંઘ રહેવાનો નથી, છતાં ભાવતીર્થ ટકશે, તે ગુણોની ધારક વ્યક્તિઓની પરંપરાથી ટકશે. એક ધારક જીવંત વ્યક્તિરૂપે શાસન લાંબો સમય ટકતું નથી. વીરપ્રભુએ પણ ભાવતીર્થસ્વરૂપ ગૌતમ ગણધર કે સુધર્માસ્વામીને સ્થાપ્યા, પરંતુ તેનું જીવંત તારક તીર્થ પણ ૫૦-૧૦૦ વર્ષે આયુષ્ય પૂરું થાય એટલે વ્યક્તિરૂપે મટી જાય છે; પરંતુ નવી વ્યક્તિ તારક તીર્થસ્વરૂપે પકવીને જાય છે, તેથી અવિચ્છિન્ન પરંપરા ચાલે છે. ટૂંકમાં, પ્રવાહથી જ ભાવતીર્થ અવિચ્છિન્ન દીર્ઘકાલીન બને છે, નહિ કે વ્યક્તિરૂપે. આ વાત સંઘરૂપ સમૂહ માટે પણ તે જ રીતે લાગુ પડે છે. તેથી પ્રવાહ અવિચ્છિન્ન રાખવા આગળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org