________________
૧૫૮
ભાવતીર્થ-અનુષ્ઠાન ધર્મ-અધર્મનું સ્વરૂપ સ્પષ્ટ છે. જે જે સ્વભાવથી ગુણપોષક ક્રિયાઓ છે તે બધો ધર્મ છે, અને જે જે સ્વભાવથી દોષપોષક ક્રિયાઓ છે તે બધો અધર્મ છે. જીવનમાં સર્વ ગુણોનું પોષણ કરે તેવી ક્રિયા આવે, અને દોષ પોષક કોઈ ક્રિયા ન રહે તેવું અનુષ્ઠાન થાય, ત્યારે તમારા જીવનમાં પૂર્ણધર્મ આવ્યો. એક પણ ગુણ પાળવામાં કચાશ રહે તેવું વર્તન હોય ત્યાં સુધી તે વર્તનમાં થોડો પણ અધર્મનો અંશ પડ્યો છે. સંપૂર્ણ ગુણપોષક, દોષરહિત વર્તન કેવું હોય તેનું સ્વરૂપ જૈનધર્મે જે વર્ણવ્યું છે, તે આચરણ માટે પારિભાષિક શબ્દ સમિતિ-ગુપ્તિ કે અષ્ટપ્રવચનમાતા છે. આ જૈનધર્મના પારિભાષિક શબ્દો છે. બીજા ધર્મમાં રહેલાએ કદાચ આ શબ્દો ન સાંભળ્યા હોય. પરંતુ તેને પણ સંપૂર્ણ નિર્દોષ, નિષ્પાપ જીવન કેવું હોય તે વિચારવા આ જ આચરણને આદર્શ તરીકે સ્વીકારવું પડે. આનો શ્રેષ્ઠ મહિમા સમજાવવા જ તેને પ્રવચનમાતા કહી છે. તમારા આત્મામાં ભાવતીર્થને જન્મ આપનાર, પ્રાપ્ત કરાવનાર, આ સમિતિ-ગુપ્તિ છે. તે અપનાવો તો તમારા અંતરાત્મામાં ભાવતીર્થ અવશ્ય પ્રગટે. જ્યાં સુધી આપણો આત્મા સમિતિગુપ્તિમાં સાંગોપાંગ સ્થિર ન થાય ત્યાં સુધી થોડી પણ દોષપોષક ક્રિયા રહેવાની જ. શ્રાવકના આચારમાં પણ થોડુંક-થોડુંક સમિતિ-ગુપ્તિનું સેવન છે જ, પછી તે આચાર નાનો હોય કે મોટો હોય. જૈનધર્મની બધી ક્રિયામાં આંશિક સમિતિ-ગુપ્તિનું પાલન તો આવે જ, પૂર્ણ સમિતિગુપ્તિનું આચરણ માત્ર સાધુજીવનમાં જ છે.
સભા : હૃદયમાં ભાવતીર્થ પ્રગટે તો તે પોતાને જ તારે કે બીજાને પણ તારે ?
સાહેબજી : છેલ્લાં બે ભાવતીર્થ તો નિશ્ચયનયનાં છે. નિશ્ચયનય બીજાને તારવામાં માનતો નથી, સ્વને તારવામાં જ માને છે. તે જેનામાં પ્રગટે તે પોતે તરે, જ્યારે વ્યવહારનયનાં ભાવતીર્થ બીજાને તરવાનાં સાધન બને છે. વ્યવહારનય નિમિત્તકારણ, સામગ્રી, પરોપકાર વગેરેને માને છે, જ્યારે નિશ્ચયનય સામગ્રીને કારણ નથી માનતો, પરંતુ ઉપાદાનકારણમાં જ ફલસાધકતા માને છે. તે પરોપકાર નહીં, પણ સ્વઉપકારને જ મહત્ત્વ આપે છે. તે નિમિત્તકારણને નહીં, પણ આત્માના શુદ્ધસ્વભાવને જ મહત્ત્વ આપે છે. ટૂંકમાં નિશ્ચયનયનું ભાવતીર્થ જેનામાં પ્રગટે તે અવશ્ય તરે, અને ન પ્રગટે તો વ્યવહારનયનાં ભાવતીર્થો પણ એકલાં તેને કદી તારી શકે નહિ. નિશ્ચયનયના અભિપ્રાયથી બીજાના આત્મામાં ભાવતીર્થ પ્રગટ્યું અને તમે તરો, તે કદી બને નહીં. નિશ્ચયનય કહેશે કે તમે પામશો તો જ તમે તરશો. જે ગુણ પામે તે ગુણ ભોગવે, જે દોષ પામે તે દોષ ભોગવે. નિશ્ચયનયનું ગણિત કડક છે, પણ ચોખ્યું છે. તે કહેશે કે ગીતાર્થ ગુરુ ભલે ગમે તેટલા ગુણિયલ મળે, પરંતુ તેટલામાત્રથી તમે તરવાના નહિ, તેમનું આલંબન લઈને પણ ગુણ તો તમારે જ પ્રગટાવવા પડે. તે કહે છે કે બીજાના આત્મામાં પ્રગટેલા ભાવતીર્થથી તમારો ઉદ્ધાર થાય તેવું કદી બને નહિ. જો તેવું બને તો તીર્થકરોના આત્મામાં અનંતા ગુણો પ્રગટ્યા હતા, પરંતુ તેમના ગુણોથી હું કે તમે તર્યા નથી. નિશ્ચયનય પદાર્થવિજ્ઞાનને વેધકતાથી આરપાર રજૂ કરે છે. તેને સહેજ પણ ઘાલમેલ ચાલે નહીં. તે સ્પષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org