________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
જૈન-જૈનેતરના ભેદ વિના જૈનશાસન ધર્માનુષ્ઠાન તરીકે માન્ય કરવા તૈયાર છે. અરે ! ત્યાં સુધી લખ્યું કે જે આ રીતે અન્ય ધર્મના અનુષ્ઠાનને માન્ય કરવા તૈયાર ન હોય, તો તે વાસ્તવમાં તીર્થંકરોએ કહેલા ધર્મનો જ અપલાપ કરે છે. તમારે જિનાજ્ઞા બરાબર પાળવી હોય તો તેની પણ અનુમોદના કરવી પડશે.
૧૫૦
(૩) અમુક અનુષ્ઠાન મિશ્ર છે, જેમાં ગુણ અને દોષનું સંમિશ્રણ છે. દા. ત. પંચાગ્નિતપ, જેમાં તપ-ત્યાગરૂપ અમુક ભાગ ગુણકારી હોય, જ્યારે બીજું વર્તન હિંસાદિરૂપે વખોડવા લાયક હોય. પંચાગ્નિતપમાં ચોવિહાર ઉપવાસ કરે છે, ધ્યાન-જાપ કરે છે, તે ગુણપોષક ક્રિયા છે; પરંતુ પાંચે દિશામાં આગ પેટાવે છે તે હોળીની જરૂર નથી. તેનાથી સાધકની કાયાને કષ્ટ થાય, પરંતુ આ કાયાકષ્ટ ગુણપોષક નથી. પૈકમઠ તાપસે આવી ધૂણી પ્રગટાવીને જીવહિંસાની હોળી ન મચાવી હોત તો પાર્શ્વકુમાર તેને ઠપકો ન આપત. પાર્શ્વકુમાર ત્યારે દ્રવ્યતીર્થંકર છે. આચારથી તેઓ કોઈ સાધુને પગે લાગવા ન જાય. પવિત્ર ધર્માચાર્યનાં દર્શન કરવા કે દેરાસર દર્શન ક૨વા પણ ન જાય, છતાં કમઠ પાસે સામેથી આવ્યા છે. તેમાં પણ કારણ એક જ છે કે આ કમઠ અજ્ઞાનકષ્ટ કરે છે. અત્યારે પ્રતિબોધ પામે તેમ નથી, છતાં અત્યારનો સંકેત આવતા ભવમાં પ્રતિબોધ માટે કામ લાગશે. વળી લાયક એવા નાગને પણ તારવો છે, અને આ પ્રસંગ દ્વારા અનેકને સમકિત-બોધિબીજની પ્રાપ્તિનો લાભ પણ છે. મહાપુરુષો હજારો લાભને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરે છે. વળી આ તો તીર્થંકર છે. તેમની લક્ષ્યવેધકતા અવંધ્ય હોય. એ વખતે પાર્શ્વકુમારે બધા વચ્ચે કમઠને ઠપકો આપ્યો, તેમાં ધર્માનુષ્ઠાનનું બીજ જ બતાવે છે. ઉપવાસ-ધ્યાનને ખોટાં નથી કહ્યાં; પરંતુ કહે છે કે તું ધર્મ સમજતો હોય, તો ધર્મ જયણા-અહિંસા-સત્ય વગેરેના પાલનમાં છે, આ ધૂણી ધખાવવામાં કોઈ ધર્મ નથી. આ સળગાવીને તારે કોને તારવા છે ? આ કરવાથી તો તું પણ ડૂબીશ અને બીજાને પણ ડુબાડીશ. અગ્નિ પ્રગટાવવામાં અગ્નિના જીવ તો મરે જ, સાથે બીજા છએ કાયના જીવો પણ મરે. આવા ઘાતક
१. महारम्भा दम्भाः शठकमठपञ्चाग्निजनितास्त्वया दीर्णाः शीर्णाखिलदुरितकौतूहलकृता । किमाश्चर्यं वर्यं तदिह निहताः किं न रविणा, विनायासं व्यासं रजनिषु गता ध्वान्तनिकराः ।। २३ ।। .... વિષત્તાપ-વ્યાપ-પ્રથન-પદ્ગષિર્મોહ-મથને:, प्रतापैराक्रान्तस्तव न कमठः कान्तिमघृत । महोभिः सूरस्य प्रथितरुचिपूरस्य दलितद्युतिस्तोमः सोमः श्रयति किमु શોમાનવમવિ।।ર।।
(स्तोत्रावली अंतर्गत गोडीपार्श्वजिनस्तोत्र)
* तद्दृष्ट्वा करुणांभोधिर्भगवानभ्यधादिदम् । अहो अज्ञानमज्ञानं न दया यत्तपस्यपि । । २१९ । । कीदृक् सरिद्विना तोयं कीन्दुिं विना निशा । कीदृक् प्रावृड्विना मेघं कीदृग्धर्मो दया विना । । २२० ।। कायक्लेशसहस्यापि पशोरिव शरीरिणः । निर्दयस्य कथं धर्मो धर्मतत्त्वापरिस्पृशः । । २२१ । ।
(ત્રિષ્ટિશતાાપુરુષચરિત્ર પર્વ-૧, સર્ન-૩)
२. सरांगोऽपि हि देवश्चेद्, गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ।। १४ ।।
Jain Education International
For Personal & Private Use Only
(ોળશાસ્ત્ર પ્રજા-૨, મૂળ)
www.jainelibrary.org