________________
૧૪૯
ભાવતીર્થ-અનુષ્ઠાન અન્ય ધર્મનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો :
(૧) અન્ય ધર્મમાં એવાં અનુષ્ઠાન છે કે જે કેવલ દોષપોષક હોય. તેના માટે કહી શકાય કે તે ધર્મના નામથી ધતીંગ જેવાં અધર્મનાં અનુષ્ઠાન છે. તેને કહેનાર શાસ્ત્રને પણ મિથ્યાશાસ્ત્ર જ કહેવાય, તેની નિંદા જ કરાય. દા. ત. હોળી, ધૂળેટી, વટસાવિત્રીવ્રત, ભૌતિક કામનાથી કરાતા હિંસક યજ્ઞ-યાગ, તાજિયામાં ઝનૂનથી લેવાતાં છાજિયાં, બકરી ઈદ વગેરે.
(૨) અન્ય ધર્મોમાં એવી પણ ક્રિયાઓ છે કે જે આધ્યાત્મિક ગુણોની પોષક હોય. તો તેવી ક્રિયાને અમે ધર્માનુષ્ઠાન કહેવા તૈયાર છીએ. ગુણપોષક ક્રિયા આત્માને દુઃખ ન આપે, જો આપે તો થોડું શરીરને દુઃખ આપે. જેમ તમને ધંધામાં લાખો-કરોડોની કમાણી થતી હોય તો તડકામાં જવું-આવવું તકલીફ ન લાગે, હરખ સાથે જઈ આવો. તેમ આત્મિક ફળનો લાભ દેખાય તો ધર્માત્માને કાયાકષ્ટ મામૂલી લાગે; કારણ કે આંતરિક રીતે દુઃખ નથી. જે ધર્માનુષ્ઠાનમાં ગુણપોષકતા હશે તે અનુષ્ઠાન આત્માને નિયમો સુખ આપશે. દુઃખ આવશે તો થોડું શરીરને આવશે. જે sideમાં છે, તેને મહત્ત્વ ન અપાય. આથી તે તે ધર્મોનાં જે અનુષ્ઠાનોમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્યનું પાલન હોય, વળી આશય શુદ્ધ હોય અર્થાત્ બ્રહ્મચર્ય પાળીને ભવિષ્યમાં નિર્વિકારી બનવાની, મોશે પહોંચવાની અભિલાષા હોય, તેવાં અનુષ્ઠાન તે તે ધર્મવાળા પાળતા હોય તો અમે તેની નિંદા ન કરી શકીએ. ઊલટું કહેવું જ પડે કે તે અનુષ્ઠાન ગુણપોષક છે, તેના આત્મા માટે હિતકારી છે. જે સંન્યાસી સર્વ સંસાર ત્યાગ કરીને આજીવન અપરિગ્રહ સ્વીકારે છે, પૈસા કે સ્ત્રીને અડતા પણ નથી, જીવન પર્યત સદાચાર પાળે છે, લક્ષ્ય પણ મોક્ષનું છે, તેને માટે કહેવું જ પડે કે તે મુમુક્ષુયોગ્ય જે તપ-ત્યાગ-સંયમ-ઈશ્વરભક્તિ આદિ કરે છે, તે તમામ સારાં કાર્યો, ધર્માનુષ્ઠાન છે.
સભા : પચ્ચખાણ ન લે તો ચાલે ?
સાહેબજીઃ પંદરસો તાપસી કે તામલી તાપસનો તપ, જૈન પચ્ચખ્ખાણ વગરનો હતો, છતાં શાસ્ત્રમાં તેની પ્રશંસા છે ? કે નિંદા ? પચ્ચખ્ખાણપૂર્વકના અનુષ્ઠાનની જ પ્રશંસા હોય તો મરુદેવામાતા, ભરત ચક્રવર્તી, ઇલાચીકુમાર આદિએ પચ્ચખાણ નથી લીધું. વગર પચ્ચખાણની સાધના પણ ગુણપોષક હોય તો જૈનશાસન એની પ્રશંસા કરશે જ, અને કહેશે કે આ સાધના ગુણજનક છે. પચ્ચખાણ વસ્તુ સારી છે, પણ તે બધાને આવડતું જ હોય તેવો નિયમ નથી. વળી સૌને પચ્ચખાણ કરી શકે તેવા સંયોગો પણ ન હોય. તેવા સંયોગવિશેષમાં દ્રવ્યથી પચ્ચખાણ નથી લીધાં, છતાં ભાવથી પચ્ચખાણ છે, તેનું અનુષ્ઠાન અનુમોદનીય છે. અત્યારે પણ જુદા-જુદા દીપ-સમુદ્રોમાં ભાવશ્રાવક બનેલા અસંખ્ય પશુઓ તપ કરે છે, પરંતુ તેમને પચ્ચખાણ લેતાં આવડતું નથી, છતાં તેમના તપને ભાવતા કહ્યો છે, અને તમે પચ્ચખાણ લેશો તોપણ ગુણસ્થાનક ન હોય તો દ્રવ્યતપ કહીશું. જેના આત્મામાં ગુણપોષક ક્રિયા પ્રગટે તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org