________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૪૩ અધર્મઅનુષ્ઠાન તરીકે વર્ગીકરણ કરાય છે. ક્રિયાઓના આ વિભાગ કોઈ વ્યક્તિનિર્મિત નથી. ખાદ્યપદાર્થમાં પથ્યાપથ્યના સ્વાભાવિક ગુણધર્મોની જેમ, ક્રિયાઓ પણ સ્વાભાવિક ગુણવત્તા ધરાવે છે; માત્ર તેમાં રહેલી ગુણપોષકતા કે દોષપોષકતા ઓળખાવી જોઈએ. સંપૂર્ણ ગુણપોષક અને અત્યંત નિર્દોષ પવિત્ર ક્રિયાઓ કેવી હોય, તે સામાન્ય જનને સ્વયં સ્ફરવી શક્ય ન બને; કારણ કે જીવસૃષ્ટિ પર મોહનું ગાઢ વર્ચસ્વ છે. પ્રત્યેક ભવમાં જીવે મોહપોષક અને મોહપ્રેરિત ક્રિયાઓ પુનઃ પુનઃ સેવી છે, તેથી તેવી ક્રિયાઓ ફુરવી સહેલી છે. સંસારી જીવોને કામક્રોધપોષક ક્રિયાઓ શીખવાડવી પડતી નથી, તેના ઉપદેશની પણ ખાસ જરૂર નથી; જ્યારે સર્વાગી ગુણપોષક અને આત્માના દોષોનો મૂળમાંથી ઉચ્છેદ કરવાનું સાધન બને તેવી શ્રેષ્ઠ ક્રિયાઓ, તીર્થકરોના ઉપદેશથી જ જગતમાં પ્રથમ પ્રવર્તે છે. તે ક્રિયાઓને ઓળખવા માત્રથી પણ શુદ્ધધર્મની રુચિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. આવી સંપૂર્ણ ગુણપોષક ક્રિયા તે તે ધર્મના પ્રણેતાઓને ફુરી નથી; છતાં તેમણે ઉપદેશેલી ક્રિયાઓમાં પણ જેટલો ગુણપોષકતાનો વિભાગ છે, તેને ધર્મઅનુષ્ઠાન તરીકે જૈનધર્મ માન્ય કરે છે. હા, જેમાં પ્રગટ હિંસા આદિ દોષોનું પોષણ હોય, તેવી અન્ય ધર્મની ક્રિયાને અધર્મ કહેતાં જૈનધર્મ ખચકાશે નહિ. વર્તમાનકાળમાં ક્રિયાઓ-અનુષ્ઠાનો પ્રત્યે લોકમાનસમાં એક alergy ઊભી થઈ છે, ક્રિયાકાંડને નિરર્થક કહી તેની વગોવણી પણ કરાય છે; પરંતુ સ્વભાવથી જ ગુણપોષક ક્રિયાઓની અરુચિ કે નિંદા તે ભાવતીર્થની આશાતનારૂપ છે. વળી, અમુકના મનમાં એવું બેસી ગયું છે કે જૈનધર્મ કાયાકષ્ટની સાધનાથી મોક્ષ દર્શાવે છે; પણ આ એક ભ્રમ છે. ગુણપોષકતા ન હોય તેવું એક પણ કાયાકષ્ટ આ શાસનમાં બતાવ્યું નથી. ખાલી દુઃખ વેઠવામાં કોઈ ધર્મ નથી. તેને તો શાસ્ત્ર અજ્ઞાનકષ્ટ કહ્યું છે, જે અકામનિર્જરાનું કારણ છે. અકામનિર્જરામાં દુઃખ વેઠવાથી પાપકર્મો ખપે છે. કર્મો જેટલાં ભોગવાય એટલાં તો અવશ્ય ખપે, સુખ ભોગવો તો પુણ્યકર્મ ખપે, દુઃખ ભોગવો તો પાપકર્મ ખપે. સીધો હિસાબ છે; કારણ કે સુખનું કારણ પુણ્યકર્મ છે, દુઃખનું કારણ પાપકર્મ છે. તમે જે ભોગવ્યું તેને અનુરૂપ કર્મ ઉદયમાં આવી અવશ્ય ક્ષય પામશે. તેથી જેમ જેમ દુઃખ ભોગવો તેમ તેમ સત્તામાંથી પાપકર્મ ઘટે. અને જેમ જેમ સુખ ભોગવો તેમ તેમ સત્તામાંથી પુણ્યકર્મ ખપે. બીજી બાજુ કોઈપણ જીવને દુઃખ આપવાનો કે પીડા કરવાનો ભાવ હોય તો નવું પાપકર્મ બંધાય. ‘તમારો આત્મા પણ સ્વતંત્ર જીવ છે. જેમ બીજા આત્માને દુઃખ આપવાનો ભાવ અશુભ પરિણામ છે, અને અશાતાવેદનીય આદિ પાપકર્મના બંધનું કારણ છે; તેમ તમારા આત્માને પણ દુઃખ કે પીડા આપવાનો ભાવ અશુભ બંધનું કારણ છે. તેથી જ જૈનશાસ્ત્રમાં આપઘાતને પણ સ્વહિંસા હોવાથી પાપનું કારણ કહેલ છે. જેમ બીજા જીવને
१. "उस्सासं न निरंभइ, आभिग्गहिओ वि किमुय चेट्टाए? । सज्जमरणं णिरोहे, सुहुमुस्सासं तु जयणाए।।" न च मरणमविधिना प्रशस्यत इति, अर्थहानेः, शुभभावनाद्ययोगात्, स्वप्राणातिपातप्रसङ्गात्, तस्य चाविधिना निषेधात्। उक्तं च, "सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खिज्जा। मुच्चइ अइवायाओ, पुणो विसोही न या विरई।।" कृतं प्रसंगेन।
(નિતવિસ્તરા ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org