________________
૭
પ્રાસ્તાવિક
શૈલી તદ્દન નવી છે. તેમાં particular-ચોક્કસ એક વિષયમાં અનેક ગ્રંથોના સંદર્ભો ભેગા કરી વિવેચન કરવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ શૈલીથી નિરૂપણ માટે પૂર્વાચાર્યોના આગમ અને આગમેતર પ્રમાણભૂત સેંકડો ગ્રંથોમાંથી નીચોડરૂપે ‘ધર્મતીર્થ' વિષયના સમૃદ્ધ સહસ્રાધિક શાસ્ત્રપાઠો સંગૃહીત કરવામાં આવ્યા.
‘ધર્મતીર્થ' વિષયનું સૂક્ષ્મ તારવણીપૂર્વકનું વિવેચન શ્રોતાવર્ગમાં નવી જ ભાત પાડનારું બન્યું. તે વ્યાખ્યાનશ્રવણનો લહાવો જ કાંઈક અલગ હતો. દ૨૨ોજ શ્રોતાવર્ગના મુખ પર અપૂર્વ તત્ત્વપ્રાપ્તિનો આનંદ તરી આવતો હતો. છતાંય આપણી અલ્પ ધારણાશક્તિ, વિષયની ગંભીરતા, ઉપસ્થિત-અનુપસ્થિત અનેક લોકો સુધી તત્ત્વની વાતો પહોંચાડવાની ભાવનાને સાકાર કરવા પ્રવચનને મૂર્ત સ્વરૂપ આપવું જ રહ્યું તેથી ત્યારના લખેલા પ્રવચનોને સંકલિત કરી સાથે સાક્ષીરૂપે શાસ્ત્રપાઠોનું સંયોજન કરી ‘ધર્મતીર્થ’ પુસ્તકનું સર્જન થયું, જે કુલ ચાર ભાગમાં પ્રકાશિત થનાર છે.
ધર્મતીર્થનો પ્રથમ ભાગ આજથી ૫ વર્ષ પૂર્વે વિ. સં. ૨૦૫૯ના ચાતુર્માસ પ્રવેશ સમયે પ્રકાશિત થયેલ. જેને અનેક તત્ત્વરસિક, વિદ્વાન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાવર્ગે હૃદયના ઉમળકાથી વધાવી લીધો. ત્યારપછી આગળના ભાગોની તેઓ તરફથી સતત માંગણી આવતી રહી. સામે વ્યાખ્યાનનું લખાણ પણ તૈયાર હતું. પરંતુ ગુરુદેવ તીર્થરક્ષા આદિ શાસનના અન્ય મહત્ત્વના કાર્યોમાં અતિવ્યસ્ત હોવાથી સમય ફાળવી શકતા ન હતા. ઉપરાંત, આવા ગંભીર વિષયનું સાહિત્ય પ્રવચનકારની શાસ્ત્રપૂતદૃષ્ટિ તળે પસાર થઈ પ્રકાશિત થાય તે જ હિતાવહ હોય છે. સાથે આ સાહિત્યને વિદ્વદ્દનોમાં આદેય-ગ્રહણ બનાવવા શાસ્ત્રપાઠોની સુવ્યવસ્થિત ગોઠવણી પણ અનિવાર્ય હતી. અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં બીજા ભાગનું વિલંબે પણ પ્રકાશન થઈ રહ્યું છે, જેને નિરાગ્રહદૃષ્ટિવાળા મધ્યસ્થ વિદ્વાનો અવશ્ય વધાવી લેશે. અન્ય ભાગો પણ ઝડપથી નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થાય તેવી ઉત્કંઠા વ્યક્ત કરું છું.
ધર્મતીર્થના પ્રથમ ભાગમાં ધર્મતીર્થનો મહિમા, વ્યાખ્યા, કુલ પાંચ ભાવતીર્થમાં પ્રથમના ત્રણ ભાવતીર્થની ઓળખનો સમાવેશ થયેલ. પ્રસ્તુત બીજા ભાગમાં શેષ ચોથું-પાચમું ભાવતીર્થ, દ્રવ્યતીર્થ અને ધર્મતીર્થના ઉદ્દેશો-સ્થાપનાવિધિનું વર્ણન કરેલ છે.
ચોથા રત્નત્રયી ભાવતીર્થના વર્ણનમાં રત્નત્રયીની તારક શક્તિ બતાવતાં સિદ્ધ
કર્યું છે કે ત્રણ કાળમાં જેટલા પણ જીવો મોક્ષે ગયા, જાય છે કે જશે તે બધા આ ભાવતીર્થના અવલંબનથી જ ગયા, ભલે પછી મરુદેવામાતા જેવા અપવાદિક કિસ્સારૂપ હોય તોપણ'! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્રની પ્રત્યક્ષ જીવનમાં સુખદાયકતા દલીલો અને વ્યવહારિક દૃષ્ટાંતોથી સિદ્ધ કરવામાં આવેલ છે. પાંચમા ભાવતીર્થમાં જૈનદર્શનના બાહ્ય અનુષ્ઠાનોની લોકોત્તરતા અને સંપૂર્ણ અણીશુદ્ધતા અન્યદર્શનના અનુષ્ઠાનો સાથે તુલના કરીને દર્શાવવામાં આવેલ છે. સાથે તેના સેવન દ્વારા ઉત્તરોત્તર પ્રગતિને સાધનાર શ્રેયાંસકુમારના દૃષ્ટાંતનું પણ ભાવસ્પર્શી નિરૂપણ કરેલ છે. જેનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org