________________
૧૦૮
ભાવતીર્થ-અનુષ્ઠાન વૈમાનિક દેવલોકમાં ગયો. આ દેવલોકનો ભવ તે ઋષભદેવ ભગવાનનો પાંચમો ભવ છે. શ્રેયાંસકુમારનો નિર્નામિકારૂપે પ્રથમ ભાવ છે. ઋષભદેવ ભગવાનનો જીવ પાંચમા ભવમાં લલિતાંગ નામનો દેવ છે. આગલા રાજાના ભાવમાં જેમ રાજવૈભવમાં ડૂબીને ભોગમાં મસ્ત થઈ ગયેલો, તેમ દેવલોકના ભવમાં દેવતાઈ ભોગ-સુખોમાં પાછો મસ્ત થઈ ગયો; કારણ કે તેની પણ ક્રિયાઓ રત્નત્રયીના ગાઢ સંસ્કાર પાડી શકી નથી. પ્રારંભિક સાધકો, મર્યાદિત સમય સુધી ગુણપોષક ક્રિયાઓ કર્યા પછી પણ ભવ બદલાતાં પાછા સાંસારિક ભોગ-ક્રિયાઓમાં ગૂંથાઈ જાય છે. ગુણોને જન્મ-જન્માંતરમાં સાતત્યરૂપે ટકાવવા ક્રિયાઓના સુદીર્ઘ સેવનની પ્રાયઃ આવશ્યકતા રહે છે. દેવતાઓ જે રીતે આનંદ-પ્રમોદ કરે, નૃત્ય-સંગીત માણે, એશ-આરામ કરે, ઉપવનોમાં ફરે, વાવડીઓમાં ક્રીડા કરે, તે રીતે લલિતાંગદેવ પણ મસ્ત થઈને ફરે છે. તેમાં એક વાર તીવ્ર આંચકો લાગે તેવું બન્યું. આયુષ્ય પૂરું થતાં પટ્ટરાણીરૂપ સ્વયંપ્રભાદેવી અવી ગઈ. દેવલોકમાં પુણ્યથી સુંદર પાત્રો મળે ખરાં, પણ આયુષ્ય સમાન નથી હોતાં. દેવતાઓ કરતાં દેવીઓનાં આયુષ્ય ઓછાં હોય, તેથી અત્યંત અનુરાગનું પાત્ર સ્વયંપ્રભાદેવીનો લલિતાંગદેવને વિરહ થયો. ગાઢ અનુરાગના કારણે તેની ગેરહાજરીમાં સમૃદ્ધ દેવલોક પણ તેને દુઃખમય બની ગયો. જ્યાં જાય ત્યાં દેવી યાદ આવે છે, શોકાતુર થઈને ફરે છે, માથાં પછાડે છે, વિરહની વેદનામાં શકાય છે. તમારા જીવનના લાખો-કરોડો ભોગ-ઐશ્વર્યને, સાધન-સામગ્રીને તીવ્ર કામ-વિકાર એક મિનિટમાં ધૂળ-ધાણી કરી શકે છે. કામમાં પ્રચંડ શક્તિ છે, બાકી લલિતાંગ દેવને કાંઈ ખોટ નથી.
સભા : બીજી દેવી આવે નહીં ?
સાહેબજીઃ દેવીનું પદ પુણ્ય વિના મફતમાં મળતું નથી. ઊંચી પદવી માટે પુણ્ય બાંધનાર જીવ મળવો જોઈએ. હલકી યોનિમાં ઉત્પત્તિ બહુ સુલભ છે. શુદ્ર યોનિમાં જીવો જાણે જન્મવા રાહ જોતા બેઠા હોય, તેમ જરાક યોનિ તૈયાર થાય એટલે ઢગલાબંધ જીવોત્પત્તિ થઈ જશે; પરંતુ ઊંચી યોનિમાં એક ગયો પછી બીજાને જન્મતાં વાર લાગે. તરત બીજું પાત્ર મળી જાય તેવો નિયમ નહીં. દેવતા અવી ગયો હોય તો દેવીને પણ વિરહમાં રાહ જોવી પડે. ત્યાં પરણવાનો રિવાજ નથી, પદો નક્કી હોય છે; પરંતુ આવા સંયોગમાં છતા ભોગે વાંઢા ફરવાનું આવે. અંદરમાં તીવ્ર અપેક્ષા પડી હોય, તેથી તેવા સંયોગોમાં રિલાય. તમારું અમેરિકાનું વ્હાઇટ હાઉસ કચરા જેવું લાગે તેવા આવાસ, ઐશ્વર્ય હોવા છતાં આ દેવતાને તેમાં ક્યાંય ચેન પડતું १. दलं वृक्षादिव दिवस्ततोऽच्योष्ट स्वयम्प्रभा। आयुःकर्मणि हि क्षीणे, नेन्द्रोऽपि स्थातुमीश्वरः ।। ५१५ ।। आक्रान्तः पर्वतेनेव, कुलिशेनेव ताडितः। प्रियाच्यवनदुःखेन, ललिताङ्गोऽथ मूर्छितः।। ५१६ ।। लब्धसंज्ञः क्षणेनाऽथ, विललाप मुहुर्मुहूः । विमानं श्रीप्रभमपि, प्रतिशब्दैर्विलापयन्।।।। ५१७।। प्राप नोपवने प्रीति, न वाप्यामपि निर्ववौ। क्रीडाशैलेऽपि न स्वस्थानानन्दन्नन्दनेऽपि सः ।। ५१८ ।। हा प्रिये ! हा प्रिये ! क्वाऽसि, क्वाऽसीति विलपन्नसौ। स्वयम्प्रभामयं विश्वं, पश्यन् बभ्राम सर्वतः । ।५१९ ।।
(ત્રિષષ્ટિશતાવાપુરુષરત્ર પર્વ-૧, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org