________________
૧૦૭
ભાવતીર્થ-અનુષ્ઠાન
નિર્નામિકાને પણ અપેક્ષા છે, પરંતુ પુણ્ય નથી એટલે પાત્ર મળતું નથી; છતાં તેના માટે મોટામાં મોટું રક્ષણ ધર્મ છે. તેના કારણે તે મન વાળી લે છે. માને છે કે મારા સૌભાગ્યનો, પુણ્યનો અભાવ છે. વળી, સમજે છે કે આ ભોગો જ અસાર છે, મારી નબળાઈના કારણે અપેક્ષા જાગે છે, પણ તે કરવા જેવી નથી. આ સમ્યગ્દર્શનનો પ્રભાવ છે. તેણીએ આખી જિંદગી તપ વગેરેમાં પસાર કરી. શ્રાવકયોગ્ય જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર આદિનું યથાશક્તિ સેવન કર્યા જ કરે છે, જેના પ્રભાવે આખી જિંદગી પ્રતિબોધ દ્વારા મેળવેલા ગુણો ટકાવી રાખ્યા. ધર્મપસાયે-ધર્મના બળથી, આખું જીવન એકલપણે, કોઈની સહાય વગર, ભોગસામગ્રી વગર વીતાવ્યું. આ બાઈને જીવનમાં ધર્મ ન મળ્યો હોત તો તેની જિંદગી વેરણ-છેરણ થઈ જાત. નાનપણમાં પણ દુઃખ હતું. યુવાન થયા પછી દુઃખનો ભાર વધત; કારણ કે સંસારમાં જેમ મોટા થાઓ તેમ અરમાન પણ વધે. નાના બાળકોની ઇચ્છા કરતાં ઉંમરલાયકની ઇચ્છાઓ કઈ ગણી વધારે હોય છે. સમજણ વધે તેમ ઇચ્છા અને આવેગો પણ વધે છે. પરંતુ પુણ્ય કોડી જેટલું અલ્પ હોય તો મળે કાંઈ નહીં. આખું જીવન ચિંતા-સંતાપથી વિતાવે; પરંતુ આ કન્યાને પુણ્યયોગે કેવલીનો સંયોગ મળી ગયો, ધર્મપ્રાપ્તિ થઈ ગઈ. તેથી શુભક્રિયાઓપૂર્વક જિંદગી પસાર કરી. છેલ્લે તપ કરી-કરીને કાયા એવી શોષી નાંખી કે હવે દેહ બહુ કામ લાગે તેમ નથી. તેથી વિચારે છે કે હવે આ દેહનો સદુપયોગ શક્ય નથી, તો સ્વેચ્છાએ ત્યાગ કરવા અનશન સ્વીકારે છે. પત્થરની શિલા પર એકાંતમાં બેસીને વ્રત-પચ્ચક્ખાણપૂર્વક વોસિરાવીને આરાધનામાં એકાકાર થઈને બેઠી છે. વિચારો, જીવનમાં સાચો ધર્મ મળી જાય તો વેદના વચ્ચે પણ આરાધનાનું કેટલું બળ પ્રગટે છે ! ધર્મ અંદરથી કેટલો સહાય કરે છે, શાંતિ આપે છે, તેનું આ દષ્ટાંત છે; છતાં હજી આ જીવની શુભક્રિયાઓ પ્રારંભિક ગુણપ્રાપ્તિને ટકાવવા પૂરતી જ સક્ષમ છે.
સભાઃ અમને તો આની ક્રિયાઓ વટવૃક્ષ જેવી લાગે છે !
:
સાહેબજી ઃ છતાં જે રીતે મોહના સંસ્કારોને તોડી, જન્માંત૨માં ગુણના સંસ્કાર સાથે આવે તેવી પ્રબળ આરાધના કરવી જોઈએ, તેવી આરાધના નિર્નામિકાનો જીવ કરી શક્યો નથી. અપેક્ષાએ અલ્પ અભ્યાસક્રિયાઓ છે. તેથી પ્રબળ નિમિત્ત મળતાં ગુણો થોડા સમય માટે આવરાઈ જશે.
લલિતાંગ દેવને સ્વયંપ્રભાનું તીવ્ર વિરહદુઃખ :
હવે આ બાજુ ભગવાન ઋષભદેવનો આત્મા ધનાસાર્થવાહના ભવમાં બોધિબીજ પામીને
ચોથા મહાબલરાજાના ભવમાં સમકિત પામ્યો. રાજપાટનો ત્યાગ કરી જીવનના છેલ્લા ૨૫ દિવસ બાકી હતા ત્યારે જ દીક્ષા લઈ રત્નત્રયીની આરાધના ચાલુ કરી. કલ્યાણમિત્ર એવા સુબુદ્ધિમંત્રીએ તેને એવા જ્ઞાનીનો યોગ કરાવી આપ્યો કે જેથી ૨૫ દિવસમાં આરાધના કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org