________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૦૧ પણ નથી. રડતાં-રડતાં પર્વત પર ચડે છે. ધોમધખતા તાપમાં પાછી માથે સૂરજની આગ વરસે છે, અંદર ભૂખની હોળી સળગે છે, છતાં મહેનત કરી લાકડાં કાપી ભારો તૈયાર કરે છે. તે પર્વત પર યુગધર નામના મુનિ કાઉસ્સગ્નધ્યાનમાં પ્રતિમા ધારણ કરીને રહેલા છે. તેમને શુક્લધ્યાનમાં ચડતાં કેવલજ્ઞાન થવાથી આકાશમાંથી દેવતા ઊતરવા લાગ્યા. દેવતાઓ દેવદુંદુભિ વગાડે છે, પુષ્પવૃષ્ટિ કરે છે, મહાત્માના કેવલજ્ઞાનનો ઉત્સવ કરે છે. આવા ચમત્કારને જોઈને લોકો આપમેળે ભેગા થઈ જાય. અહીં પણ ટોળેટોળાં ઊભરાય છે. ચમત્કાર દેખાય તો તમને પણ બોલાવવા ન પડે. દેવતાઓએ રચેલા સુવર્ણકમળ પર બેસી મહાત્મા દેશના આપે છે. નિર્નામિકા પણ ભારો એક બાજુ મૂકી લોકો સાથે મહાત્મા પાસે આવે છે. મહાત્મા મધુર ધ્વનિથી વૈરાગ્યમય દેશના આપે છે. નિર્નામિકા પણ એકચિત્તે સાંભળે છે. તેને પણ વાણી સાંભળતાં થોડી અસર થાય છે, પરંતુ હૃદયમાં પોતાનું દુઃખ વિસરાતું નથી. તેથી સભામાં મહાત્માને પૂછે છે કે આ દુનિયામાં મારા જેવું કોઈ દુઃખી હશે ? જ્યાં જાઉં ત્યાં જાકારા સિવાય બીજું કાંઈ ન મળે, બધા હડ-હડ જ કરે, માન-સ્વમાન-લાગણી-હૂંફનો અનુભવ જ નથી કર્યો. ત્યારે કેવલજ્ઞાની મહાત્મા જવાબ આપે છે કે આ ઘોર સંસારમાં તારું દુઃખ તો કાંઈ વિસાતમાં નથી. તને લાગે છે કે હું મહાદુઃખી છું,” પણ તારું દુઃખ કણિયા જેટલું પણ નથી. તારી સામે જ આ પશુસૃષ્ટિ છે. તેમાં કેટલીયે માતાઓ બચ્ચાને જન્મ આપીને જ ખાઈ જાય છે. તારી માએ તો તને જિવાડી છે. કૂતરી, સાપણ વગેરે પોતાનાં બચ્ચાંને જ ખાઈ જતી હોય છે. તમે પણ આવું સંસારમાં જુઓ છો. તમને કાંઈ થાય ખરું ? કે છાતી પત્થરની છે ? આવા ભવમાં જઈશું તો આપણી શું દશા થશે તેવો વિચાર આવે ? અત્યારે મોઢાનાં બે કડવાં વેણ સાંભળો તોપણ સહન નથી કરી શકતા. અરે ! ઘણાને પોતાનું ધાર્યું જરાક ન થાય તો દુઃખી-દુઃખી થઈ જાય, જીવનમાં જરાક દુઃખ આવે તેને વાગોળી-વાગોળીને ગુણાકાર કરી દે. પછી મનમાં થાય કે આખું આકાશ તૂટી પડ્યું, જાણે મરવાના વાંકે જીવીએ છીએ. કેટલાક તો depression સુધી પહોંચી જતા હોય છે; કારણ કે રજ જેવડા દુઃખને ગજ જેવડું કરવાનો સ્વભાવ છે. કેવલજ્ઞાનીએ નિર્નામિકાને આપેલો બોધપાઠ આપણે પણ જીવનમાં લેવા જેવો છે. આ દૃષ્ટિથી વિચારો તો તમારું દુઃખ તમને સાવ હળવું લાગે. ૮૪ લાખ જીવાયોનિમાં બીજા જીવોનાં દુઃખોને જોતાં શીખવાની જરૂર છે. નિર્નામિકાને કેવલજ્ઞાની ભગવંતે કહ્યું કે તારા અલ્પ દુઃખની ચિંતા જ ન કર. તારે તો રહેવા ઘર છે, આ પશુ-પંખી તો કાયમના નિરાશ્રિત છે. તમારે એક દિવસ નિરાશ્રિત રહેવાનું આવે તો જીવાય જ નહીં તેવા વિચારો કરો. આ રોજ જીવે છે.
સભા : મુક્ત ગગનનાં પંખી છે.
સાહેબજી ? તે તો વાયડા કવિઓ લખે. આ જીવો જે રીતે જીવે છે તે રીતે એક દિવસ પણ કાઢવાનો આવે તો હાલહવાલ થઈ જાય. નિર્નામિકા કુવિકલ્પો કર્યા વિના મહાત્માનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org