________________
100
ભાવતીર્થ-અનુષ્ઠાન ગુણપ્રાપ્તિથી ગુણસિદ્ધિપર્વત અનુષ્ઠાન સહાયક, તેમાં શ્રેયાંસકુમારનું દૃષ્ટાંત :
ભગવાન આદિનાથના પણ અનંતા ભવો થયા, શ્રેયાંસકુમાર કે મહાવીરસ્વામીના પણ થયા; પરંતુ તે બધા પર શાસ્ત્ર ચોકડી મારી. તે ભવોમાં જીવ ગમે તેટલો ધર્મ કરેતપ-ત્યાગ કરે, ગુણો કેળવે, પણ મોક્ષનું બીજ આત્મા પર નહોતું, તેથી તે અવતાર એળે ગયા. તમારો કે મારો અવતાર સાર્થક ક્યારે ? આ ભવમાં બીજરૂપ ગુણ અને તેની ક્રિયા પામો તો. તત્ત્વથી પ્રથમ ગુણસ્થાનક પામો તો પણ અમે ભવ સાર્થક કહીએ, નહીંતર ભવ એળે ગયો. નિર્નામિકાના ભવથી શ્રેયાંસકુમારના આત્મિક વિકાસની શરૂઆત થઈ છે. ભૌતિક દૃષ્ટિએ તેમનો આ ભવ બહુ કીમતી નથી, ઘણા દુઃખથી ભરેલો છે. ગરીબ મા-બાપને ત્યાં સાતમી પુત્રી તરીકે જન્મી છે. જન્મી ત્યારથી માતા-પિતાને અણમાનીતિ છે. નાનપણમાં પણ તેને સારું ખાવા-પીવા સુદ્ધાં મળ્યું નથી. હડકાયા કૂતરાંની જેમ હડ-હડ થઈને મોટી થઈ છે.
સભા : મા-બાપને પણ અણમાનીતિ ?
સાહેબજી : હા, પુણ્ય ન હોય તો માતા-પિતાને પણ અપ્રિય બને. અત્યારે તમારો થોડો ભાવ પુછાય છે, તે હકીકતમાં તમારો નહીં, તમારા પુણ્યનો ભાવ પુછાય છે. પણ અત્યારે તમને બુદ્ધિમાં નહીં બેસે. કારણ અંદર રાઈ ભરાયેલી છે.
અહીં નિર્નામિકા દુઃખમાં ઊછરી છે. મનુષ્યભવને યોગ્ય કોઈ આનંદ-પ્રમોદ તેણે માણ્યા નથી. તેમાં એક દિવસ લૌકિક ઉત્સવ આવ્યો છે. લોકો સુશોભિત થઈને હરે-ફરે છે, મોજમજા કરે છે, સારું ખાય-પીએ છે. તે જોઈને તેણીના મનમાં થાય છે કે બધા સુંદર વાનગીઓ ખાય છે, હું પણ ખાઉં. તેથી “મા'ને કહે છે, મને મીઠાઈ આપ. મા સીધી ખીજાઈને ધમકાવે છે. માલ-પાણી એમ ને એમ જોઈએ છે? કામ કર્યા વગર મફતમાં માલ-પાણી ન મળે. માએ બરાબર ખખડાવવાથી આ નિર્નામિકા રડવા લાગી; તોપણ મા કઠોર થઈને કહે છે કે આ દાતરડું અને દોરડું પડ્યું છે. તે લઈને જંગલમાં જા, લાકડાં કાપીને ભારો લઈ આવ, પછી જ ખાવાનું મળશે. તે વિના સાદું ખાવાનું પણ નહીં આપું. અત્યારે પણ આવાં દુઃખી છોકરાં અને આવાં મા-બાપ મળે. તમે પુણ્યના કારણે બચી ગયા છો. આ નિર્નામિકાનો ભવ મનુષ્યગતિનો છે, પરંતુ તેને માનવભવનું કોઈ સુખ મળ્યું નથી. રડે, પણ રડીને ક્યાં જાય ? વધારે રડે તો બીજી બે પડે. આપમેળે ચૂપ થવું જ પડે. તેથી માનો હુકમ સ્વીકારીને દાતરડું, દોરડું લઈ જંગલમાં જાય છે. રસ્તામાં હૈયું ભરાઈ જાય છે. દુઃખ યાદ આવવાથી આંસુ પડી રહ્યાં છે. મનમાં થાય છે કે મારું નસીબ કેવું ? દુઃખનો કોઈ પાર નથી, કોઈ મને વહાલથી બોલાવનાર १. नामापि तस्या नागश्रीर्नाकार्षीदतिदुःखिता। निर्नामिकेति नाम्नाऽसौ, ततो लोकैरुदीरिता।।५४१ ।। साऽपालयन्न तां सम्यगवर्धिष्ट तथाऽपि सा। जन्तोर्वजाहतस्याऽपि, मृत्युर्नाऽत्रुटितायुषः ।।५४२ ।। अत्यन्तदुर्भगा मातुरप्युद्वेगविधायिनी। सा कालं गमयत्यन्यगृहे दुष्कर्म कुर्वती।।५४३।।
| (ત્રિષષ્ટિશાવાપુરુષચરિત્ર પર્વ-૧, સ-)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org