________________
ભાવતીર્થ - રત્નત્રયી
૭૯ ભરેલો છે. તેથી જ સંસાર દુઃખના સાગરરૂપ છે. તીર્થંકરો ઉપદેશ દ્વારા સતત પાત્ર જીવોને વિધિપૂર્વક રત્નત્રયીનું પ્રદાન કરે છે, જે તેમનો મહાન ઉપકાર છે. આ રત્નત્રયીની સાધનાના બળે સૌથી પહેલો જે જીવ તે તીર્થંકરના શાસનમાં મોક્ષે જાય, ત્યારથી તેમના શાસનમાં મોક્ષગમન ચાલુ થયું કહેવાય, જેને વ્યવહારથી મોક્ષમાર્ગ ખુલ્યો તેમ કહેવાય છે. યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્તકૃભૂમિ :
નિશ્ચયનયથી રત્નત્રયી શાશ્વત છે, તેને કોઈ તીર્થકરે પેદા કરી નથી. દરેક તીર્થકરના શાસનમાં કે શાસન વિના પણ આત્માના ગુણરૂપ રત્નત્રયી સનાતન હતી, જેને તીર્થકરના શાસનના અવલંબન વિના પણ મરુદેવામાતાની જેમ નિસર્ગથી પામનારા આત્માઓ હતા. તે અપેક્ષાએ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો આ સૃષ્ટિમાં ક્યારેય પ્રારંભ થયો નથી, અને વિચ્છેદ થવાનો અવકાશ જ નથી; પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ તીર્થકરો ધર્મતીર્થ સ્થાપે છે ત્યારે ગણધર, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રીસંઘને સ્થાપિત કરતી વખતે, રત્નત્રયીનું પાત્ર જીવોને વિધિપૂર્વક પ્રદાન કરે છે; જેની સાધનાથી તે તીર્થકરના તીર્થમાં તેમના અનુશાસનના આધારે પ્રથમ મુક્તિગામી જીવની અપેક્ષાએ મોક્ષનો માર્ગ ખૂલ્યો કહેવાય, અર્થાત્ પરિપૂર્ણ રત્નત્રયી આરાધીને તે જીવે તે શાસનના અવલંબનથી પ્રથમ પૂર્ણ ફળની પ્રાપ્તિ કરી. તે અપેક્ષાએ વ્યવહારનયથી મોક્ષમાર્ગ ખૂલ્યો, અને રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રથમ પરાકાષ્ઠા પેદા થઈ તેમ કહેવાશે; અને તે તીર્થંકરના શાસનમાં જેટલી પાટપરંપરા સુધી તે તીર્થના અવલંબન-પૂર્વક મોક્ષગમન ચાલુ રહેશે, ત્યાં સુધી મોક્ષમાર્ગ વહેતો રહ્યો તેમ કહેવાશે. “જેમ વીરપ્રભુના શાસનમાં ધર્મતીર્થ સ્થપાયા પછી કેવલી હાજર હોવા છતાં ચાર વર્ષે પ્રભુના કોઈક શિષ્ય મોક્ષે ગયા, ત્યારથી પ્રથમ તેમના શાસનમાં મુક્તિના દરવાજા ખુલ્યા કહેવાય.
વળી પાટપરંપરા પ્રમાણે ત્રીજા પટ્ટધર જંબૂસ્વામી આ ભરતક્ષેત્રમાંથી છેલ્લા નિર્વાણ પામ્યા, જેમણે મહાવીરના શાસનનું અવલંબન લઈને પૂર્ણ કલ્યાણ સાધ્યું. ત્યાર પછી કોઈની १. समणस्स णं भगवओ महावीरस्स दुविहा अंतगडभूमी हुत्था तं जहा जुगंतकडभूमी य परियायतकडभूमि य जाव तच्चाओ पुरिसजुगाओ जुगंतकडभूमी चउवासपरियाए अंतमकासी ।।१४६।।। व्याख्या - समणस्स णमित्यादितो अंतमकासीति पर्यन्तम्, तत्र अन्तकृतो-भवान्तकृतो निर्वाणयायिनस्तेषां भूमिः-कालः युगानि-कालमानविशेषास्तानि च क्रमवर्तीनि तत्साधाद्ये क्रमवर्त्तिनो गुरुशिष्यप्रशिष्यादिरूपास्तेऽपि युगानि तैः प्रमिता अन्तकृद्भूमिर्या सा युगान्तकृद्भूमिः, पर्यायः-तीर्थकरस्य केवलित्वकालस्तमाश्रित्यान्तकृद्भूमिः पर्यायान्तकृद्भूमिः, जाव तच्चाओ पुरिसजुगाओ त्ति अत्र पञ्चमी द्वितीयार्थे यावत्तृतीयं पुरुष एव युगं पुरुषयुगं - प्रशिष्यं जम्बूस्वामिनं यावदित्यर्थः, वीरादारभ्य तृतीयपुरुषयुगं यावत्साधवः सिद्धाः श्रीवीरः सुधा जम्बूश्चेति, ततः सिद्धिगतिच्छेदः चउवासपरिआए त्ति चतुर्वर्षपर्याये केवलिपर्यायापेक्षया भगवति जिने सति अन्तं-भवान्तमकार्षीत्, तत्तीर्थे केवली सन्नपि साधु रात् कश्चिन्मोक्षं गतः, किन्तु भगवतः केवलोत्पत्तेश्चतुषु वर्षेषु गतेषु सिद्धिगमनारम्भः ।।१४६।।
(कल्पसूत्र सूत्र-१४६, उ. धर्मसागरजी कृत किरणावली टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org