________________
૭૨
ભાવતીર્થ - રત્નત્રયી કહે છે કે આ બીજે રખડે છે. આ સાંભળી પત્નીના મનમાં શું થાય ? વળી શ્રેષ્ઠિપુત્રને પણ એક વાર તક જોઈને કહે છે કે તારી પત્ની મારી પાસે દુરાચારની માગણી કરે છે. મિત્રના આવા કારસ્તાનથી બંને વચ્ચે અંતર કેવું ઊભું થાય ? પણ આ યુગલ જીવનમાં બચી ગયું; કેમ કે તેમનામાં ગંભીરતા નામનો મહાન ગુણ હતો. વળી, બંનેને મિત્ર ઉપર વિશ્વાસ છે, તે જૂઠું બોલે છે તેવું માનતા નથી. બંને માને છે કે આ કહે છે તેવું હોઈ શકે, પરંતુ મન વાળી લે છે. વાતને સાચી માનવા છતાં ગંભીરતાના કારણે જીવનમાં ક્યારેય એકબીજાને કહ્યું નથી. માત્ર મનમાં વિચારે છે કે આ સંસારમાં શું ન બને ! મન ચંચળ છે. માત્ર અનુરાગ ઓછો થઈ ગયો. પહેલાં જે પરસ્પરનું અનહદ આકર્ષણ હતું તે ઘટી ગયું, છતાં એકબીજાનાં કર્તવ્યો ચૂક્યા વિના આખું ગૃહસ્થજીવન યોગ્ય રીતે પસાર કર્યું છે. - આ દૃષ્ટાંત તમારા માટે કદાચ beyond the range હશે. બીજાની નાની ભૂલમાં પણ અસહિષ્ણુ બની સખત આવેશમાં આવી બેફામ પ્રતિભાવ આપનારા છો, તેથી તેની ભૂલ કરતાં મારું બેફામ વર્તન મોટી ભૂલ છે' તેવું સમજવા કે સ્વીકારવા જરા પણ તૈયાર ન બનો, તેવી પૂર્વગ્રહવાળી પ્રકૃતિ હશે, તો આ દૃષ્ટાંત નહિ સમજાય. આ સમ્યગ્દષ્ટિનું દૃષ્ટાંત નથી; પરંતુ મિથ્યાદૃષ્ટિના જીવનમાં પણ ગુણો હોય તો જીવન કેવું શાંત રહે તેનો નમૂનો છે. મિત્રના કારસ્તાનથી આ બંને પતિ-પત્ની એવા turning point પર હતા કે મૂળમાંથી જ આખો સંસાર સળગી જાય. તમારા સંસારમાં આવું બને તો પરિણામ કલ્પી ન શકો. આવો દોષ જાણ્યાસાંભળ્યા પછી તમે શાંત રહી જ ન શકો, શું કરો તે કહેવાય જ નહીં. આ મામૂલી દોષ નથી. કણિયા જેટલો દોષ પચાવી ન શકો તો પહાડ જેટલા મોટા દોધમાં શું કરો ? શાંત રહી શકો કે ઊછળીને માથે પડો ? ગંભીરતા-અગંભીરતા વચ્ચેનો તફાવત સમજો. અત્યારે શ્રેષ્ઠિપુત્રમાં ક્ષુદ્રવૃત્તિ હોત તો વિચારતા કે આ કુલટા છે. તમે તો પુરાવો નથી મળ્યો તેથી ફસાવવા જાપ્તો
ખો. પરાવો મેળવ્યા પછી તેને સખત સજા કરીશ અથવા તીવ્ર આવેલ હોય તો ત્યાં જ ધબાધબી ચાલુ થઈ જાય.
સભા : આખા જીવનનો સંબંધ છે એટલે અસર તો થાય ને ?
સાહેબજી : શ્રેષ્ઠિપુત્રને અસર તો થઈ જ છે, પરંતુ ગંભીરતા ગુણના કારણે જીવનમાં કોઈ અવળું નુકસાન થવા ન દીધું. બંને મરીને યુગલિક થયાં. પૂ. હેમચંદ્રસૂરિ મહારાજા જણાવે છે કે એમનામાં રહેલ ખાનદાની, ગંભીરતા, સહિષ્ણુતા, ધીરતા આદિ ગુણોના પ્રભાવે તેઓ યુગલિક થયા. १. ततः प्रभृति निःस्नेहः, सागरः प्रियदर्शनाम्। सोद्वेगं धारयामास, रोगग्रस्तामिवाऽङ्गुलीम्।।१०४।। किन्तु तां वर्त्तयामासोपरोधात् प्राग्वदेव सः । वन्ध्याऽप्युन्मूल्यते नैव, लता या लालिता स्वयम्।।१०५ ।। मत्कृतो माऽनयोर्भेदोऽभूदिति प्रियदर्शना। नाऽशोकदत्तवृत्तान्तं, तं प्रियाय न्यवेदयत्।।१०६ ।।
(ત્રિષ્ટિાવાપુરુષચરિત્ર પર્વ-૨, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org