________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૫૦
ઘોર સંસારસાગરથી પાર પામ્યા છે, અને સર્વ જીવોને પાર પમાડવાની ક્ષમતા આ ધર્મતીર્થમાં છે. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં જે જે જીવો એના શરણે જાય, એની ઉપાસના કરે તે દરેકને સંસારસાગરથી આ શાસન તારે છે, તે માટે માત્ર તેની વિધિપૂર્વક સેવા-ઉપાસના-ભક્તિ જરૂરી છે. ' આજ દિવસ સુધીમાં આપણે આ ધર્મતીર્થને ભાવથી સેવ્યું નથી, માટે આ દુઃખરૂપી સંસારસમુદ્રમાં અનંતકાળથી રખડી રહ્યા છીએ. જો આપણને આપણા દુઃખની ચિંતા હોય, દુઃખના નિવારણ માટે તત્પર હોઈએ, દુઃખથી અવશ્ય મુકાવું હોય અને સાચા સુખની તાતી જરૂરિયાત લાગે તો આપણે આ ધર્મતીર્થને શરણે જવું જ પડશે, તે માટે તેની ઓળખાણ
કરવી પડશે.
ધર્મતીર્થની ઓળખાણ કરાવવા તેના વાચક શબ્દનો શાબ્દિક અર્થ કરવો પડે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ‘ધર્મતીર્થ’ શબ્દ ‘ધર્મ’ અને ‘તીર્થ’ એમ બે શબ્દોના સંયોજનથી બનેલો સામાસિક શબ્દ છે. આ બંને શબ્દો તમે વારંવાર સાંભળતા આવ્યા છો. તે તમારા માટે નવા નથી.
અતિ વિકસિત અને પ્રૌઢ એકમાત્ર સંસ્કૃતભાષા :
સંસ્કૃત ભાષામાં કોઈ પણ શબ્દ એમ ને એમ પ્રયોજન વિના મૂકી નથી દેવાતો. દુનિયાની બધી ભાષામાં most developed(સૌથી વધુ વિકસિત-પ્રૌઢ) ભાષા કોઈ હોય તો તે સંસ્કૃત ભાષા છે. તેમાં શબ્દો અને પ્રયોગોની એટલી સુબદ્ધતા, નિયમિતતા છે કે તેનો કોઈ પણ શબ્દ ઉઠાવો તો તે શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેનું વ્યુત્પત્તિ, વ્યાકરણ વગેરે દ્વારા વિવેચન મળે છે. આજે અંગ્રેજી ભાષા ભલે ગમે તેટલી પ્રચલિત હોય, પણ તેનો અમુક શબ્દ ક્યાંથી આવ્યો તે સ્પષ્ટ નહીં હોય. વર્તમાનકાળમાં સૌથી વધુ સાહિત્ય અંગ્રેજી ભાષામાં બહાર પડે છે, કેમ કે તે international language (આંતરરાષ્ટ્રીય ભાષા) છે.
ભારતીયોને પરંપરામાં મળેલી ભાષા સંસ્કૃત છે, જેનો અર્થ જ એ છે કે તે સંસ્કારિત થયેલી ભાષા છે. તેનો પ્રત્યેક શબ્દ વ્યુત્પત્તિ-અર્થવાળો છે. તેમાં મૂળ કયો ધાતુ(ક્રિયાપદ) હોય તે નિશ્ચિત છે. સંસ્કૃત ભાષામાં ૨૦૦૦ ક્રિયાપદો છે. તેમાંથી કરોડોના કરોડો શબ્દો બની શકે તેવી તે ભાષામાં નિયમાવલિ છે. તેનું માળખું સમજો તો થાય કે કેવી આ આશ્ચર્યકારી રચનાપદ્ધતિ છે ! સંસ્કૃત વ્યાકરણ ભણ્યા પછી જર્મન સ્કોલરોએ લખ્યું કે આટલી વિકસિત અને નિયમિત ભાષા અમે ક્યાંય જોઈ નથી. આ કારણથી આપણા શાસ્ત્રમાં એક એક શબ્દનું સ્પષ્ટ તાત્પર્ય વ્યાકરણથી ખોલી ખોલીને બતાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં એક શબ્દના સાચા અને યોગ્ય અનેક અર્થ કરી શકાય છે, પણ ધર્મતીર્થના આપણને ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ હોય એટલા જ અર્થ અહીં કહીશ.
સંસારી નગર જ્ઞેયો, માવરોનિનાબુત:। તત્રેપ મહાવદ્ય:, સર્વજ્ઞો નારીશ્વર:।।૧૭રૂ।। ઉત્પન્નવતાલોઃ, શુર્વાસદ્ધાન્તસંહિત:। રોનાતવિધ્વંસી, સર્વલોાપારભૃત્!|૨૭૪||
(वैराग्यकल्पलता नवम स्तबक)
૧ ચક્રી ધરમતીરથ તણો, તીરથફળ તત્તસાર રે,
તીરથ સેવ તે લહે, “આનંદવન” નિરધાર રે. ધરમ ૦૯
Jain Education International
For Personal & Private Use Only
(આનંદઘન ચોવીશી અરનાથ જિન સ્તવન)
www.jainelibrary.org