________________
ધર્મતીર્થનો મહિમા
સભા : દ્રવ્યનિક્ષેપો ક્યાં સુધી પૂજવાનો ?
સાહેબજીઃ પૂજનીય તત્ત્વની સંલગ્નતા આવે ત્યાં સુધી, તે પહેલાં નહીં. ભાવનિક્ષેપો સંલગ્ન નથી તેવાં નામ-સ્થાપના-દ્રવ્ય પૂજનીય નથી.
સભા ઃ ભાવની સંલગ્નતા ક્યાં સુધી ગણાય ?
સાહેબજી મહાવીર જન્મ્યા ત્યારથી ઇન્દ્રો માટે પૂજનીય છે. ત્યારે ઇન્દ્રો ભગવાનને દ્રવ્યનિક્ષેપોથી પૂજે છે. ઇન્દ્રો માટે ત્યારે ભગવાન સાધર્મિક છે. ત્યારની મહાવીરની અવસ્થા પૂજનીય ન હોત તો ઇન્દ્રો પણ પૂજા ન કરત. એકેન્દ્રિય એવા ઝાડમાં રહેલા ભગવાનને કોઈએ નમસ્કાર કર્યા નથી. સારાંશ એ છે કે નામસ્થાપના-દ્રવ્યનિક્ષેપ, ભાવનિરપેક્ષ હોય તો આ શાસનમાં પૂજનીય નથી. સિદ્ધાંત નહીં સમજો તો ગરબડ ગોટાળા થશે. આ શાસન ગુણનું એટલું આગ્રહી છે કે મહાવીર પણ ગુણથી પૂજનીય બને પછી જ આ શાસન તેમની સાથે ભક્તિનો વ્યવહાર કરે..
સભા દીક્ષા લીધા પછી કોને પૂજનીય ?
સાહેબજી : ત્યારે તો સાધુ માટે પણ પૂજનીય છે. ભગવાન મહાવીરના જીવનનો પ્રસંગ છે અને હાલરડામાં પણ આવે છે કે, પ્રભુ બાલ્યાવસ્થામાં ઘોડિયામાં સૂતા છે ત્યારે સિદ્ધાર્થ રાજાને ત્યાં કેશી ગણધર પધાર્યા છે, પણ તેઓ તે વખતે બાલ્યાવસ્થાના મહાવીરને વંદન કે હાથ નહીં જોડે.
સભાઃ અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કેટલાય કાળ પહેલાં ભરાવી હતી.
સાહેબજી : સિદ્ધાવસ્થાની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી પ્રતિમાની ત્રિકાળપૂજા કરે, પણ ભગવાન પાશ્ર્વનાથનો જીવ ત્યારે પાંદડામાં હોય તો તે પાંદડાને નહીં નમે. દા.ત. શ્રેણિક મહારાજા જતા હોય અને ભગવાન મહાવીરના સાધુ સામે મળે, તો સાધુ શ્રેણિકને હાથ નહીં જોડે; ઊલટું શ્રેણિક સાધુને પગે લાગે. જોકે ભગવાને જાહેરમાં શ્રેણિક માટે કહ્યું છે કે તમે નિશ્ચિતપણે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થવાના છો, વળી તે જ સાધુ દેરાસરમાં જાય તો પદ્મનાભ પ્રભુની પ્રતિમાને વંદન કરે, ખમાસમણાં આપે, ચૈત્યવંદન આદિ ભક્તિ કરે, પરંતુ પ્રત્યક્ષ શ્રેણિકના આત્માને વંદન ન કરે; કારણ કે મંદિરમાં પધરાવેલી મૂર્તિ ભાવનિક્ષેપ સાથે જોડાયેલી છે, જ્યારે સામે મળેલ શ્રેણિક દ્રવ્યનિપાથી અત્યારે સાધુ માટે વંદનીય ભૂમિકામાં નથી. જૈનશાસનનો ગુણ અને ભૂમિકા સાપેક્ષ વ્યવહાર સમજ્યા વગર ગોટાળા ચાલુ કરશો તો કંઈ વળશે નહીં. આવો ઉત્તમ ગુણનો આગ્રહ અન્ય કોઈ ધર્મમાં નથી. જ્યાં ઈશ્વરતત્ત્વમાં પણ આટલો ગુણનો આગ્રહ હોય તો ગુરુતત્ત્વમાં મારા-તારાની ભાવના ચાલે ?
સભા : ભગવાન ઇન્દ્ર માટે સાધર્મિક થાય તો અમારા માટે સાધર્મિક ન થાય ?
સાહેબજી : તમારા માટે પણ સાધર્મિક છે. તમે પણ જન્મેલા તીર્થકરને પગે લાગી શકો છો, પણ ખમાસમણાં ન આપી શકો. સાધુ તો પગે પણ નહીં લાગે; કેમ કે તેમને માટે પૂજનીય અવસ્થામાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org