________________
૨૮
ધર્મતીર્થનો મહિમા બીજ હંમેશાં ફળ પેદા કરવાનું અમોઘ સાધન છે. વિશ્વવ્યાપી નિયમ છે કે જે ફળ જોઈતું હોય તેનું ‘બીજ વાવવું પડે. ત્યાર બાદ અનેક પ્રક્રિયામાંથી પસાર થઈને બીજનું ફળમાં રૂપાંતર થાય. ગોટલો વાવો તો કરી પેદા થાય, પણ તેમાં કેટલાય stages-ભૂમિકાઓ આવે. ગોટલો ફાટી તેમાંથી પહેલાં અંકર. પછી પાંદડાં, પછી નાની નાની ડાળીઓ, પછી ડાળખાં, થડ, ઘટાદાર વૃક્ષ, છેલ્લે મહોર અને મહોરમાંથી કેરીનું નાનું ફળ. આ બધા stages-ભૂમિકાઓમાંથી બીજ પસાર થાય ત્યારે ફળ મળે. તેમ બોધિબીજમાંથી સમ્યક્તરૂપી આત્માનો મહાન ગુણ, જેને શાસ્ત્રમાં બીજા શબ્દથી ‘બોધિ' કહેવામાં આવે છે, તે પ્રગટ થાય. સમ્યક્ત અને બોધિબીજ એક નથી. નમુત્થણ સૂત્રમાં બોદિયાણં બોલો છો, તે બોધિ એટલે સમ્યક્ત, અને તેના બીજને શાસ્ત્રમાં બોધિબીજ કહે છે. બોધિબીજ એટલે સમકિત પામતાં પહેલાંની અનેક ભૂમિકાઓમાંની પાયાની પ્રાથમિક ભૂમિકા. બોધિબીજનો મહિમા ગાતાં શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે, જે આત્મા બોધિબીજ પામે તેના ભવચક્રનો અવશ્ય અંત આવે. ધર્મતીર્થની જઘન્યમાં જઘન્ય ઉપાસના કરનાર જીવ પણ આત્મિક દૃષ્ટિએ બોધિબીજરૂપ મહાન ફળ પામે, જે અંતે તેને એક દિવસ સિદ્ધઅવસ્થા સુધી અવશ્ય પહોંચાડે.
સારાંશ એ છે કે આ તારક તીર્થની જઘન્ય ઉપાસના કરનારો જીવ પણ એક દિવસ ઉત્કૃષ્ટ પદ સધી અવશ્ય પહોંચે તેની બાંહેધરી છે. અહીં ઉત્કૃષ્ટ ફળ આ સંસારમાં અરિહંત પદ અને સંસારાતીત અવસ્થામાં સિદ્ધપદ છે. આ બે પદો પાસે દુનિયાનાં બધાં સત્તા-વૈભવ-ઐશ્વર્ય પાણી ભરે છે. જેનો આ બે પદમાં સમાવેશ થાય તેને પછી આ સંસારમાં કશું મેળવવા જેવું રહેતું નથી. પણ તમને તો આ બે પદની ઇચ્છા જ થતી નથી; કારણ કે જેની જેવી ઉપાસના તેવું તેને ફળ મળે એ રહસ્ય તમે જાણતા નથી.
મારે તમને આ ધર્મતીર્થનો મહિમા સમજાવવો છે, જેનાથી તેના તરફ તમને ઉત્કટ જિજ્ઞાસા જાગે. પછી ધર્મતીર્થની ઓળખાણ-વ્યાખ્યા આપવા માંગું છું. તે સિવાય જોઈએ તેવી રુચિ નહીં જાગે. મહિમાનું વર્ણન તમારી જિજ્ઞાસા સતેજ કરવા માટે છે. દુનિયામાં ધર્મતીર્થથી ઊંચું કાંઈ નથી અને તેની ઉપાસનાનું ફળ અદ્વિતીય છે. આ સંસારમાં એવી કોઈ મોહક વસ્તુ નથી કે જે ધર્મતીર્થની ઉપાસનાથી ન મળે, પણ ખરાબ વસ્તુ મેળવવાની ઇચ્છા કરવી તે મૂર્ખાઈ છે. વિશ્વની મેળવવા લાયક ઉત્તમ વસ્તુઓના list-લીસ્ટમાં પહેલાં અરિહંત પછી સિદ્ધ-ગણધર-કેવલજ્ઞાની-મન:પર્યવજ્ઞાની આદિ ઘણાં પદો છે. આ એક એકનું ઐશ્વર્ય અપાર છે. તમે ઐશ્વર્ય-રિદ્ધિ-સિદ્ધિ ઇચ્છો છો, પણ તમને એ જ ખબર નથી કે જે ઐશ્વર્ય તમે ઇચ્છો છો તે ઐશ્વર્ય તો આ બધાના પગમાં ધૂળની જેમ આળોટે છે.
શાસ્ત્ર કહે છે કે ચૌદપૂર્વીને કહો કે આ એક ટેબલમાંથી હજાર ટેબલ બનાવી આપો, તો એક મિનિટમાં બનાવી આપે, તેમ એક કિલો સોનામાંથી હજાર કિલો સોનું કરી આપે. પાછું હજાર કિલોનું એક કિલો પણ કરી આપે. જે ભૌતિક દુનિયામાં આવા ફેરફાર રમતમાં કરી શકે તેવા જ્ઞાની પુરુષને રાજપાટવૈભવ શું વિસાતમાં ગણાય ? આ શ્રુતજ્ઞાનીની ઋદ્ધિ છે. તેમ ધર્મતીર્થની ઉપાસનાથી ફળરૂપે મળતા પ્રત્યેક આધ્યાત્મિક પદનું બાહ્ય-આંતર ઐશ્વર્ય અનેરું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org