________________
ધર્મતીર્થનો મહિમા
૨૫ અવસ્થામાં સિદ્ધપદની પ્રાપ્તિ છે. અરિહંતપદ અને સિદ્ધપદ એ ધર્મતીર્થની ઉત્કૃષ્ટ સેવાનાં ચરમ ફળ છે. ભૂતકાળમાં અનંતા તીર્થંકરો થયા તે આ ધર્મતીર્થની ઉત્કટ ઉપાસનાના કારણે અને અનંતા સિદ્ધો થયા તે પણ આ ધર્મતીર્થની ઉત્કટ ઉપાસનાને કારણે. આ શાસનની જે ભાવથી ભક્તિ કરે અને તેને સમર્પિત થઈને અંતરથી સેવે, તો તે સેવનારના આત્માની ક્રમશઃ ઉન્નતિ થતાં થતાં, સંસારમાં ઉત્કૃષ્ટ પદ તીર્થકરનું હોય માટે તીર્થંકરપદ અને સંસારાતીત અવસ્થામાં ઉત્કૃષ્ટ પદ સિદ્ધપદ હોય માટે સિદ્ધપદ પામે. ભૌતિક જગતમાં ૮૪ લાખ જીવાયોનિરૂપ આ સંસારમાં ઊંચામાં ઊંચું પદ ઐશ્વર્યની દૃષ્ટિએ તીર્થકરપદ છે, જેનાથી ઊંચું પદ આ જગતમાં કોઈ નથી. ઇન્દ્રો જેમની જન્મથી સેવા કરે છે અને કરોડો દેવતા જેમની ક્ષણે ક્ષણે ભક્તિ કરવા સતત ઉપસ્થિત રહે છે, તેવા તીર્થકરોના અષ્ટ પ્રાતિહાર્ય, ૩૪ અતિશય, વાણીને ૩૫ ગુણ અને કેવલજ્ઞાન આદિ અનંત આત્મિક ગુણોરૂપ બાહ્ય-અત્યંતર ઐશ્વર્ય એવું છે કે, તીર્થંકરપદને જ સંસારમાં ઊંચામાં ઊંચું પદ કહેવું પડે. તેના ઐશ્વર્યની તોલે રાજા-મહારાજા, બલદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવતા, ઇન્દ્ર, અહમિન્દ્ર કોઈ ન આવે. આ બધાં ઐશ્વર્ય પુણ્યથી મળે, પણ જે ઐશ્વર્ય આત્મા માટે અહિતકારી છે, તે પુણ્યથી મળે તો પણ સ્વીકારવા જેવું નથી. વળી આત્મા માટે જે ઐશ્વર્ય હિતકારી છે, તે હિતકારી ઐશ્વર્યમાં ઉત્તમમાં ઉત્તમ ઐશ્વર્ય તીર્થંકરપદ છે. અનંતા જીવ આ ધર્મતીર્થની ઉપાસનાથી જ તે પદને મેળવે છે. અત્યાર સુધીમાં જેટલા
તીર્થકરપદ પામ્યા, તેમાં કોઈ એવા નથી કે જેઓ આ ધર્મતીર્થની ઉપાસના કર્યા વગર તીર્થકરપદ પામ્યા હોય.
નવકારમાં ‘નમો અરિહંતાણંથી જેમને નમસ્કાર કરો છો તે દેહધારી ઈશ્વર છે અને ‘નમો સિદ્ધાણંથી જેમને નમસ્કાર કરો છો તે દેહાતીત ઈશ્વર છે. આ બંને પાસે ઐશ્વર્ય અપાર છે. અરિહંત પાસે પુણ્યનું પણ ઐશ્વર્ય અને ગુણોનું પણ ઐશ્વર્ય છે; પરંતુ સિદ્ધોને પુણ્યની જરૂર નથી, છતાં ઐશ્વર્યની દૃષ્ટિએ તે પણ કમ નથી. અરે ! સિદ્ધપદ અપેક્ષાએ અરિહંતપદ કરતાં પણ ઊંચું છે. અરિહંતને સિદ્ધ થવાની જરૂર છે પણ સિદ્ધોને અરિહંત થવાની કોઈ જરૂર નથી. સિદ્ધ અવસ્થા આત્માની પરાકાષ્ઠાની ઐશ્વર્યવાળી અવસ્થા છે, પૂર્ણ પરમેશ્વરનું સ્વરૂપ સિદ્ધઅવસ્થામાં શુદ્ધ અભિવ્યક્ત થાય છે. લોકોપકારલક્ષી જગદુદ્ધારની પ્રવૃત્તિ માટે અરિહંતોને પુણ્યની જરૂર છે. પુણ્ય વગર આત્મકલ્યાણ થઈ શકે છે, પણ પુણ્ય વગર પરોપકાર થઈ શકતો નથી. પણ્ય વગર સ્વઉપકારમગ્ન જીવ સિદ્ધપદ સુધી પહોંચી શકે છે. ત્યાં પણ સિદ્ધોને આત્માનંદમાં મસ્ત રહેવામાં કોઈ પણ પુણ્યની જરૂર નથી. આત્માનું અનુપમ ઐશ્વર્ય પામવા, ભોગવવા કે માણવા પુણ્યની જરાય આવશ્યકતા નથી. સિદ્ધ થવું હોય તો પુણ્યનો પણ ક્ષય કરવો પડે છે. જેને પુણ્ય stockમાં-સિલકમાં હોય તે પણ સિદ્ધપદે ન પહોંચી શકે. પુણ્ય અને પાપ બંને મોક્ષે જવા માટે અવરોધક છે. મોક્ષે જનારે અંતે બંનેનો ત્યાગ કરવો જ પડે. સર્વ કર્મના ક્ષયથી જ મુક્તિ માની છે. એકલા પાપના ક્ષયથી કે એકલા પુણ્યના ક્ષયથી મુક્તિ નથી માની; કારણ કે મોક્ષ એ આત્માની એવી શુદ્ધ અવસ્થા છે કે જેમાં કોઈ પણ કર્મનો
૧ ચક્રી ધરમતીરથતણો, તીરથફળ તત્તસાર રે,
તીરથ સેવે તે લહે, “આનંદઘન” નિરધાર રે. ધરમ ૦ ૯
(આનંદઘન ચોવીશી અરનાથ જિન સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org