________________
૧૯
ધર્મતીર્થનો મહિમા તેવા પણ તીર્થંકરો કેવલજ્ઞાન પામે પછી ધર્મતીર્થને સાક્ષાત્ નમસ્કાર કરે છે. માટે ધર્મતીર્થનો મહિમા ઘણો છે.
સભા તીર્થકરો ધર્મતીર્થને ભાવથી નમસ્કાર કરે કે દ્રવ્યથી ?
સાહેબજી: અહીં તીર્થકરો ધર્મતીર્થને બહારથી નમે છે પણ અંદરમાં ભાવ નથી એવું ન માનતા. માત્ર વીતરાગ છે તેથી તેમાં રાગરૂપ બહુમાન ન હોય.
નિશ્ચયનયે ધર્મતીર્થ અનાદિ-અનંત :
તીર્થકરોએ આપણા સૌના ઉપકાર માટે વ્યવહારનયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. નિશ્ચયનયથી આ ધર્મતીર્થ સનાતન શાશ્વત છે અને વ્યવહારનયથી તેની પુનઃ પુનઃ સ્થાપના છે. નિશ્ચયનયથી ધર્મતીર્થ અનાદિકાળથી ચાલ્યું આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. અસાર સંસારમાં પરમ સારભૂત આ ધર્મતીર્થ છે. સંસારમાંની તમામ સારી વસ્તુ આ ધર્મતીર્થમાં સમાઈ જાય છે. જેમ ગંદા અને કાદવ-કીચડવાળા પાણીમાં આકર્ષક કમળ પેદા થાય તેમાં કાદવવાળું પાણી ખરાબ છે, પણ કમળ તો સુંદર જ છે; તેમ આખો સંસાર કાદવ-કીચડ સમાન અસાર છે, તેમાં આ ધર્મતીર્થ સારભૂત છે, તેમાં આ જગતના બધા ગુણ, બધી સારી વસ્તુ, બધાં સારાં તત્ત્વ સમાઈ જાય છે. ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પૂજ્યતા અને અનંત ઉપકારિતા:
આ સારભૂત ધર્મતીર્થ અનાદિથી ચાલ્યું આવે છે, અને અનંતકાળ સુધી રહેવાનું છે, એમ નિશ્ચયનયથી કહેવાય. નિશ્ચયનય કહે છે કે અત્યાર સુધીમાં આ સંસારમાંથી જેટલા જીવો તર્યા, વર્તમાનકાળમાં જેટલા જીવો તરી રહ્યા છે અને ભવિષ્યમાં જેટલા જીવો તરશે તે બધાને તારનાર આ ધર્મતીર્થ છે; તેમાં અનંતા તીર્થકરોને પેદા કરવાની શક્તિ છે. અનાદિ અનંત, સનાતન, શાશ્વત, સંસારનું સારભૂત, ત્રણ લોકમાં એક માત્ર પરમ મંગલરૂપ એવા આ ધર્મતીર્થને છોડીને જગતમાં કોઈ શ્રેષ્ઠ વંદનીય નથી, પૂજનીય નથી.
१ सर्वे एवैतेऽध्यवसानादयो भावाः जीवा इति यद्भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं तदभूतार्थस्यापि व्यवहारस्यापि दर्शनं । व्यवहारो हि व्यवहारिणां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थप्रतिपादकत्वादपरमार्थोपि तीर्थप्रवृत्तिनिमित्तं दर्शयितुं न्याय्य एव। तमंतरेण तु शरीराज्जीवस्य परमार्थतो भेददर्शनात्त्रसस्थावराणां भस्मन इव निःशंकमुपमर्दनेन हिंसाभावाद्भवत्येव बंधस्याभावः। तथा रक्तद्विष्टविमूढो जीवो बध्यमानो मोचनीय इति रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन मोक्षोपायपरिग्रहणाभावात् भवत्येव મોક્ષમાવ: ૪૬ TI
(સમયસારોદ ૪૬ ટીer) ★ व्यवहारनयमतमपि च प्रमाणं, तबलेनैव तीर्थप्रवृत्तेः, अन्यथा तदुच्छेदप्रसङ्गात्, तदुक्तम्- “जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए (नयमय) मुयह । ववहारनउच्छेए तित्थुच्छेदो जओऽवस्सं ।।१।।" इति।।८१४ ।।
(ધર્મસંદ રત્નોવા ૮૨૪ ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org