________________
૧૪
તીર્થંકરો ધર્મતીર્થમાં નથી પરંતુ ધર્મતીર્થ કરતાં પણ મહાન છે :
સભા : ધર્મતીર્થને રાજમહેલની અને તીર્થંકરોને રાજાની ઉપમા આપી છે, તો જેમ રાજાનો રાજ્યમાં સમાવેશ થાય, તેમ તીર્થંકરોનો ધર્મતીર્થમાં સમાવેશ કેમ નહીં ?
ધર્મતીર્થનો મહિમા
સાહેબજી : બહુ માર્મિક વાત છે. શાંતિથી સાંભળજો. યાદ રાખશો તો આખી ષ્ટિ બદલાઇ જશે. આપણે ત્યાં રાજ્યવ્યવસ્થા સ્થપાઇ છે, પણ રાજા તરીકે રાજસિંહાસન પર બેસનાર રાજા રાજ્યની સ્થાપના કરનાર નથી. તે તો ફક્ત રાજ્યનું સંચાલન કરનાર છે, રાજ્યનો વડો છે, પણ તે રાજાએ રાજ્ય સ્થાપ્યું નથી. આ ભરતક્ષેત્રમાં વર્તમાનમાં પહેલ વહેલાં રાજ્ય કોણે સ્થાપ્યું ?
સભા ઃ ભગવાન ઋષભદેવે.
સાહેબજી : ના, તે તો પહેલા રાજા છે. નાભિકુલકરે રાજ્યની સ્થાપના કરી છે. તેઓ રાજા નહોતા, પણ રાજ્યના સ્થાપક હતા; કારણ કે ઋષભદેવની રાજા તરીકે લોકો સમક્ષ નિયુક્તિ નાભિકુલકરે કરી છે. રાજનીતિ, વ્યવસ્થા, સંચાલન વગેરે ઋષભદેવ ભગવાને કર્યું. છતાં ઋષભદેવ રાજા છે, પણ રાજ્યના સ્થાપક નથી. નાભિકુલકર રાજા નથી, પણ રાજ્યના સ્થાપક છે. તેમ તીર્થંકરો તીર્થના સ્થાપક પણ સંચાલક નથી અને તીર્થંકરની હાજરીમાં પણ તીર્થનું સંચાલન તો ગણધરો કરે છે. માટે ધર્મતીર્થમાં તીર્થંકરોનો સમાવેશ નથી. તેઓ ધર્મતીર્થની ઉપરવટ છે. આ વાત આગળ ધર્મતીર્થની સ્થાપનાના ઉદ્દેશના વિવેચનમાં આવશે.
સભા ઃ રાજા તરીકે ગણધરો હોય ?
સાહેબજી : હા, ૧ તીર્થંકરો ધર્મવ્યવસ્થાના આદ્યનાયક છે. જેમ નાભિકુલકર રાજ્યવ્યવસ્થાના નાયક ગણાય, તેમ તીર્થંકરો શાસનના નાયક કહેવાય. અત્યારે આ ભરતક્ષેત્રમાં ચાલ્યા આવતા શાસનમાં-ધર્મતીર્થની પરંપરામાં સૌથી મોટો ઉપકાર ઋષભદેવ ભગવાનનો છે. વર્તમાન શાસનના સાક્ષાત્ ઉપકારી પ્રભુ વીર છે, પણ એક અપેક્ષાએ ભરતભૂમિના મહાઉપકારી પ્રભુ ઋષભદેવ છે. આગમોમાં ત્યાં સુધી લખ્યું છે કે શ્રીસંઘની બધી વ્યવસ્થાઓ ઋષભદેવ ભગવાનથી પ્રવર્તી છે.
१. ज्ञानत्रयधरो जातिस्मरः स्वामीत्यवोचत । मर्यादोल्लङ्घिनां लोके, राजा भवति शासिता । । ८९७ ।। आसयित्वाऽऽसनेऽत्युच्चेऽभिषिक्तः प्रथमं हि सः । चतुरङ्गबलोपेतः, स्यादखण्डितशासनः । । ८९८ ।। तेऽप्यूचुर्भव राजा नस्त्वमेव किमुपेक्षसे । ईक्ष्यते नाऽपरः कोऽपि, मध्येऽस्माकं य ईदृशः । । ८९९ ।। अभ्यर्थयध्वमभ्येत्य, नाभिं कुलकरोत्तमम् । स वो दास्यति राजानमित्यभाषत नाभिभूः । । ९०० ।। राजानं याचितस्तैस्तु, नाभिः कुलकराग्रणीः । भवतामृषभो राजा, भवत्विति जगाद तान् । । ९०१ । । अथो मिथुनधर्माणो, मुदिताः समुपेत्य ते। अस्माकं नाभिना राजाऽर्पितोऽसीत्यूचिरे प्रभुम् । । ९०२ ।।
Jain Education International
× સાધવ: પુણ્ડરીાઘા:, સાધ્યો બ્રાહ્મીપુરતા:। શ્રાવા મરતાઘાસ્તુ, શ્રાવિા: સુન્દરીમુલ્લા: ।।દ્દબુધ્ ।। चतुर्विधस्य सङ्घस्य, व्यवस्थेयं तदाऽभवत् । अद्यापि वर्त्तते सेयं, धर्मस्य परमं गृहम् ।।६५६।।
For Personal & Private Use Only
(ત્રિષ્ટિ૦ પર્વ-૨ સર્ગ-૨)
(ત્રિષષ્ટિ૰ પર્વ-૨ સર્જ-રૂ)
www.jainelibrary.org