________________
૧૧
ધર્મતીર્થનો મહિમા એવા તીર્થકરો આ જગત પર પરોપકારની પ્રવૃત્તિરૂપે કોઈ ઇચ્છાથી નહીં, પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી ધર્મતીર્થની સ્થાપના કરે છે.” કૃતકૃત્યનો અર્થ એ છે કે જેનાં બધાં કર્તવ્યો પૂરાં થઈ ગયાં છે, બધું મેળવવા જેવું મેળવી લીધું છે, હવે કોઈ કામના-અધૂરાપણું-ઊણપ-અપેક્ષા નથી; સર્વથા નિર્લેપતાનો ભાવ છે, વીતરાગ પૂર્ણજ્ઞાની હોવાથી તેમને કોઈ અપેક્ષા નથી.
કૃતકૃત્ય એવા તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે, એટલે તીર્થ સ્થાપતી વખતે તીર્થ દ્વારા કાંઈ મેળવવું છે તેવું નથી. તમે કોઈ પણ કર્તવ્ય અપેક્ષાથી કરો છો. આપણને કોઈ પણ કાર્ય કરવા માટે અંદરથી કામના જોઈએ, અને તે જ આપણા પુરુષાર્થનું પ્રેરક બળ બને છે. પછી શુભ કામના હોય તો તેનાથી પુણ્ય બંધાશે અને અશુભ કામના હશે તો પાપ બંધાશે. પણ જીવનમાં જે કાંઈ પુરુષાર્થ-પ્રવૃત્તિ કરો છો, તેનું પ્રેરક બળ તમારા મનમાં રહેલી કામના છે. કામનાશૂન્ય કે ઇચ્છાશૂન્ય બની પ્રવૃત્તિ કરવાની આપણને ટેવ જ નથી. તમે જીવનમાં કામનાશુન્ય થઇ એક પણ પ્રવૃત્તિ કરી નથી અને અત્યારે કરી શકો તેવું level-તેવી કક્ષા નથી. નિઃસંગભાવે કે નિર્લેપભાવે પ્રવૃત્તિ કેવી રીતે કરાય, તે સમજવા આપણે માનસ કેળવવું પડશે. તીર્થંકરો વીતરાગ છે તો આવી શુભ પ્રવૃત્તિ કેવા ભાવથી કરે છે તે પણ ઘણા લોકો સમજતા નથી. આરોગ્ય-સ્વાથ્યનો થનગનાટ કેવો હોય, તેની જન્મથી માંદા માણસને ખબર ન હોય, તેમ નિર્લેપભાવથી પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય તેનો રાગદશામાં રહેલા તમને અંદાજ -અભ્યાસ :
અન્યધર્મોમાં ઈશ્વરતત્ત્વનું સ્વરૂપ :
દુનિયાના બધા ધર્મો વીતરાગને ઓળખવામાં થાપ ખાઈ ગયા છે, માટે બધાએ વિકારી ઈશ્વરતત્ત્વની રજૂઆત કરી, સ્થાપના કરી. પાછો જગતમાં એવો કોઈ ધર્મ નથી કે જેમાં ઈશ્વરતત્ત્વ ન હોય. બધા ઈશ્વરને, પરમાત્માને માને છે, રજૂ કરે છે. તેના અનુયાયીને ઈશ્વરની ભક્તિ કરવા, શરણ સ્વીકારવા પ્રેરણા કરે છે, પણ તેની ઓળખ આપવામાં ગરબડ ગોટાળો; કારણ કે ઈશ્વરતત્ત્વ નિર્વિકારી, નિષ્કામ જ હોવું જોઈએ તે સમજી ન શક્યા.
કોઈક ધર્મવાળાએ એમ કહ્યું કે ઈશ્વરે આખી દુનિયાનું સર્જન કર્યું અને તેની સંભાળ કરે છે, ધ્યાન
ऽनुत्तरपारमर्षज्ञानबुद्धातिशयाद्यप्रमेयद्धिनिःश्रेयसाभ्युदयार्थगमनमपेक्ष्य कृतार्थत्वविशेषणात् अवश्यवेद्यतीर्थकरनामकर्मवेदनाद्यायुष्कतन्तुबन्धादिक्षपणमात्रकार्यशेषापेक्षमकृतार्थतापि स्याद्वादिनो न दोषायेषि (१०)।।
(तत्त्वार्थसूत्र० आद्यकारिका श्लोक ९-१० सिद्धसेन गणि टीका) * ननु प्रेक्षावतां प्रवृत्तिः फलवत्तया व्याप्ता, अन्यथा प्रेक्षावत्ताक्षतिप्रसङ्गात्, फलं चेदसौ तीर्थकरणादपेक्षते व्यक्तमवीतरागत्वप्रसङ्ग इत्यारेकानिराकरणार्थमिदमाचष्टे- “अणुवगियपरहियरयं", अनुपकृत-परहितरतम्, योऽनुपकृत एव सन् परस्मै यत् हितं तस्मिन् कर्त्तव्यतया रत:-आसक्तः सकलतिर्यङ्नरामरगण-साधारण्या वाण्या तदुपायप्रदर्शनेन, सोऽनुपकृतपरहितरतस्तम् नत्वेति योगः। अनुपकृतत्वाविशेषाच्च सर्वेष्वपि जन्तुष्वविशेषेण परहितकरणे भगवतः प्रवृत्तिरिति न पूर्वोक्तदोषावकाशः।
(ધર્મસંપ્રદ િશ્નો--૨ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org