________________
૩૪૨
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પાપ લાગે છે, તો નવાઈ પામીને કહેશે કે ફૂંક મારવામાં શું પાપ ? તે સમજી પણ નહીં શકે કે આમાં પૂર્ણ અહિંસાધર્મનું થોડું અતિક્રમણ થાય છે. જ્યાં આટલો સૂક્ષ્મ જયણાનો આચાર વાંચ્યો કે વિચાર્યો પણ ન હોય, તો પાળવાની વાત જ ક્યાં રહે છે ? અતિચારમાં ઢોર ત્રાસવ્યા, બાલક બિવરાવ્યા આદિ સૂક્ષ્મ હિંસક વર્તનની પણ અનેક નોંધો છે. અમે કૂતરાને કારણ વિના હટ કહીને કાઢીએ તો તે પણ પશુના દિલને દુભવનાર પીડાકારી વર્તન ગણાય. કાગડા-કબૂતરને ઉડાડીએ તે પણ અતિચાર છે. આ પરથી તમે વિચારી શકશો કે પાલનરૂપે પણ શ્રીસંઘનો જોટો બીજા માનવસમુદાયમાં જોવા નહીં મળે. આ કાળમાં પણ શ્રેષ્ઠ ગુણિયલ રત્નો શ્રીસંઘમાં જ છે. ચોથા આરાની વાત બાજુ પર મૂકો, તે કાળના ગુણિયલ જીવોની તો આપણે કલ્પના પણ કરી ન શકીએ. કલિકાળનો સંઘ પણ રત્નોની ખાણ છે. જ્યાં આચારમય ગુણો અદ્વિતીય છે ત્યાં તેનું પોષક તત્ત્વજ્ઞાન તો અતિ સૂક્ષ્મ અને સમત્વ પ્રેરક જ છે. આ વાત જિનાજ્ઞાના સારરૂપ સ્યાદ્વાદને ભણવાથી સમજાય. જૈનદર્શનનું અનેૉંતાત્મક તત્ત્વજ્ઞાન તો મધ્યસ્થ ભાવ દ્વારા વીતરાગ બનવાનો ધોરીમાર્ગ જ છે. તેની શ્રદ્ધા અને પરિણતિ કેળવનાર તીર્થકરોના સાચા અનુયાયીની તોલે જગતની ઉત્તમ ગુણિયલ વ્યક્તિઓ પણ ન આવી શકે, પરંતુ આવા મણિતુલ્ય સંઘના સભ્યોને ઓળખીને બહુમાન ધરનારા પણ ભાગ્યશાળી સમજવા. જે ગુણથી પ્રભાવિત થાય તેને સંઘબહુમાન પ્રગટવું સુગમ છે. તમે બધા સત્તા-શ્રીમંતાઈ-વૈભવથી પ્રભાવિત થાઓ છો, પરંતુ જો ગુણથી પ્રભાવિત થતા હો તો તમને કલિકાલમાં પણ શ્રીસંઘનો આ જગતમાં જોટો નથી તેમ ખાતરી થાય, અને ચોથા આરાના શ્રીસંઘને જોઈને તો ગુણાનુરાગી જીવ ઓવારી જ જાય. સંઘના પરિચયમાં ગુણને પારખનાર જીવ આવે તો એને ગુણપ્રમોદથી પોતાના જીવનમાં ઉન્નતિની પ્રેરણા મળે. આવા શ્રીસંઘના ગુણ ગાતાં નંદીસૂત્રમાં એકવીસ ઉપમાથી શ્રીસંઘનું વર્ણન કર્યું. મેરુ જેવો નિશ્ચલ, સૂર્ય જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતલ, સાગર જેવો ગંભીર, મહાનગર તુલ્ય સમૃદ્ધ એમ વિધવિધ ઉપમાથી શ્રીસંઘના ગુણોની ઓળખ કરાવી છે. શ્રીસંઘ સમકિતરૂપી કિલ્લાથી સુરક્ષિત અને મિથ્યાત્વની અસરથી મુક્ત હોય, તેમ કહીને લોકમાં લોકથી નિરાળી શ્રીસંઘની આભા વર્ણવી છે. દરેક કાળમાં શ્રીસંઘ લોક સાથે રહે છે, બીજો માનવ સમુદાય પણ આ પૃથ્વી પર રહે એમાં જ તે તે ગ્રામ, નગર, દેશમાં જ શ્રીસંઘના સભ્યો પણ રહે, છતાં ગુણ-આચાર-વિચારથી શ્રીસંઘ લોકોથી જુદો પડે. આ અપેક્ષાએ જ લોકોત્તર જનસમૂહ શ્રીસંઘ છે. લોકમાં રહીને લોકથી જુદા તરી આવનાર શ્રીસંઘના પરિચયથી જેને તેના પર ભક્તિ-બહુમાન થાય તે પણ બોધિબીજપ્રાપ્તિથી તરી જવાનો. "ગચ્છરૂપ સંઘના વિવિધ આચારદર્શનથી બહુમાનવૃદ્ધિ થતાં થી વહોરાવતાં ધના સાર્થવાહને બોધિબીજની પ્રાપ્તિ :
ભગવાન ઋષભદેવનો આત્મા પ્રથમ ધના સાર્થવાહના ભવમાં બોધિબીજ પામ્યો છે, તેમાં કારણ એ
१ आज्ञातं सन्ति मे धर्मघोषाचार्याः सहागताः। अकृताऽकारितप्रासुभिक्षामात्रोपजीविनः।।१११ । । कन्दमूलफलादीनि, स्पृशन्त्यपि न ये क्वचित्। अधुना दुःस्थिते सार्थे, वर्तन्ते हन्त ! ते कथम् ? ।।११२ ।। मार्गकृत्यमुरीकृत्य, पथि यानहमानयम्। तानद्यैव समस्मार्ष, किमकार्षमचेतनः ? ।।११३ । । वाङ्मात्रेणाऽपि नो येषामद्य यावत् कृतौचिती। स्वमुखं दर्शयिष्यामि, तेषामद्य कथं न्वहम् ? ।।११४ । । तथाऽप्यद्याऽपि तान् दृष्ट्वा, निजांहः क्षालयाम्यहम्। सर्वत्राऽपि निरीहाणां, कार्यं तेषां तु किं मया ? ।।११५ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org