________________
૩૩૬
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જઘન્ય આચારસંહિતા(minimum code of conduct) છે. તમારા સંઘોમાં સભ્યપદની રૂપિયામાં સભ્ય ફી છે, અમારા સભ્યપદની આટલી શરત છે.
સભા : સંપૂર્ણ આજ્ઞા માને તો સમકિત આવી જાય ?
સાહેબજી : ઓઘથી સમકિત આવી જાય; કેમ કે “તમેવ સર્વ નિસંબંનિદિ પર્વ” માનતો હોય તેનામાં ઓઘથી સમકિત સ્વીકાર્યું. તત્ત્વથી સમકિત તો જિનાજ્ઞાનું હેય-ઉપાદેયરૂપે યથાર્થ સંવેદન થશે ત્યારે આવશે.
સભા ઓઘથી સમકિત આવ્યા પછી અર્ધપગલપરાવર્ત જ સંસાર રહે ? સાહેબજી : ના, ઉત્કૃષ્ટથી અર્ધપગલપરાવર્તથી ઓછા સંસારની બાંહેધરી તો ભાવસમકિતમાં જ છે.
વર્તમાનમાં સ્થાનિક સંઘોએ સભ્યપદની માત્ર રૂપિયામાં ફી રાખી છે તે વાજબી નથી. તેમાં અવશ્ય શરત જોડવી જોઈએ કે આ શ્રીસંઘમાં જેણે રહેવું હોય તેણે જિનાજ્ઞા માનવી પડશે. આ નક્કી કરો એટલે સર્વ સૈદ્ધાંતિક મતભેદોનો નિવેડો આવી જાય અને જે મતભેદો શાસ્ત્ર મંજૂર કરે છે તેનો નિરર્થક ઊહાપોહ પણ આપમેળે ટળી જાય; કારણ કે સહુએ નક્કી કર્યું કે ભગવાનની આજ્ઞા અનુસાર જે સત્ય ફલિત થાય તે સહુએ માનવું. ટૂંકમાં મારે પોતાનો કક્કો ખરો કરવો હોય તો અવકાશ ન રહે. સત્ય સિદ્ધ થાય તેને સ્વીકારીએ તો બધા નિરર્થક ઝઘડા મટી જાય, સંઘ જયવંતો થઈ જાય.
સભા કોઈનામાં ખોટાને સત્ય સાબિત કરવાની શક્તિ હોય અને કોઈનામાં સત્યને પણ સત્ય સાબિત કરવાની શક્તિ ન હોય તો ?
સાહેબજી એવી વાચાળતા મૂખ પાસે ચાલે. વિદ્વાન પાસે અસત્યને સત્ય સાબિત ન કરી શકાય. આવી દલિલ લઈ તમે અદાલતમાં જાઓ. દા.ત. ન્યાયાધીશે ન્યાય તોળવાનો હોય ત્યારે અપરાધી પુરવાર થનાર એમ કહે કે આ વકીલ દલીલોથી બુદ્ધિપૂર્વક સાચાને ખોટું અને ખોટાને સાચું સાબિત કરી આપે છે, તેથી તેને સાંભળીને તમે જે જજમેન્ટ આપો તે નકામું કહેવાય. તો જજ તેને બહાર કાઢી મૂકશે. જવાબમાં જજ એમ જ કહેશે કે વકીલો કાયદો ન ભણેલાને ઊઠાં ભણાવે, નહિ કે કાયદાના નિષ્ણાત એવા અમને. વળી જે જજ વકીલની દલીલ ન સમજી શકે કે તેમાંથી સત્ય ન તારવી શકે, તેવા જજને બુદ્ધ કહેવો કે હોશિયાર ? અભણને જજ નથી બનાવાતા. વળી જજને પણ બંધારણ સામે રાખી કાયદા-કાનૂનોનું અર્થઘટન કરવું પડે. વકીલો પણ બંધારણ વિરુદ્ધ દલીલો કરે તો જજ સાંભળવાનો પણ ઇનકાર કરી દે. સહુએ બંધારણને અનુસારી કાયદા-કાનૂનની મર્યાદામાં રહીને જ અર્થઘટન કરવું પડે અને દાખલા-દલીલ ટાંકીને પોતાની વાત સિદ્ધ કરવી પડે. હમણાં જ સુપ્રિમ કોર્ટના પાંચ જજોએ જયલલિતાના કેસમાં દલીલ કરનારા ધુરંધર વકીલોને સંભળાવી દીધું. વકીલોએ જ્યારે દલીલ કરી કે આ લોકશાહી છે તેથી લોકમત સર્વોચ્ચ છે, અને લોકોએ landslide victory થી ચૂંટી કાઢી છે, તેથી લોકમતને આપણે માન્ય કરવો જ જોઈએ. તેમાં બંધારણનો સંદર્ભ ટાંક્યો કે We, the people of India.... (અમે ભારતના લોકો...) તો તેના જવાબમાં જજોએ કહ્યું કે In democracy also, the people are not supreme, but the Constitution is
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org