________________
૩૩૪
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ન્યાય-નીતિ-સદાચાર-ધર્મવિરુદ્ધ ઘોર દુષ્કાર્ય કર્યું છે. સજ્જન રાજાને ન શોભે તેવું લાંછનરૂપ કામ કર્યું છે. અત્યારે સંઘનો કોઈ શ્રાવક રાજાની પડખે નથી. આવા પ્રસંગે તમે મોટા માણસની પડખે બેસો કે સાધુની પડખે ? સાધુ ન સચવાય તો તમને વાંધો કે સત્તાધીશો ન સચવાય તો વાંધો ? ધારો કે આજે રાજ્ય સાથે કોઈ dispute પડે-ઝઘડો પડે અને અમે ધર્મગુરુ તરીકે વડાપ્રધાનની સામે કહીએ કે આ ખોટું છે, આનો વિરોધ કરવો જ જોઈએ, તો તમે કોની પડખે રહો ? વળી અત્યારે તો લોકશાહી છે, ત્યારે તો રાજાશાહી હતી. છતાં શ્રીસંઘ આચાર્ય મહારાજની સાથે છે. આજ્ઞાને વફાદાર સંઘ કેવો હોય તેનો આ નમૂનો આપું છું. પૂ. કાલિકાચાર્ય જાણે છે કે આખો સંઘ ફના થઈ જાય તો પણ આ રાજાને બળમાં પહોંચાય તેમ નથી, અને બળાબળ જાણ્યા વિના આવા ગીતાર્થ ધર્માચાર્ય વફાદાર સંઘને પણ ગમે તેમ આજ્ઞા ન જ કરે. આ પરિસ્થિતિમાં સંઘના નાના શ્રાવકને બીજું કશું કરવાનું નથી, પણ તે સમર્થનમાં સત્યની સાથે જ રહે છે; કારણ કે જાણે છે કે આ પક્ષે જ જિનાજ્ઞા છે. જિનાજ્ઞાસાપેક્ષતાનો અર્થ આટલો જ છે કે વ્યક્તિ હરહંમેશ જિનાજ્ઞાના સમર્થનની મનોવૃત્તિ ધરાવે. આટલું પણ ન હોય તો આ ચાંદલો નિરર્થક છે.
સભા : ધર્માત્મા ચાંદલો કરીને ધંધામાં અનીતિ કરે તો ચાંદલો સાચો કે ખોટો ?
સાહેબજીઃ અહીં જ વિભાજન સમજવા જેવું છે કે, જિનાજ્ઞા માથે ચડાવનાર કદાચ ધંધામાં અનીતિ કરે તો લોભના કારણે કરે છે ? કે ભગવાનની આજ્ઞાને અનુસરીને કરે છે ? જો લોભના કારણે અનીતિ કરે છે તો તેને કોઈ પૂછે કે આ અનીતિ ખોટી કે સાચી ? તો જિનાજ્ઞાસાપેક્ષ વ્યક્તિએ અવશ્ય કહેવું પડે કે તે મારું વર્તન અધર્મ-પાપ છે, તેનો બચાવ કે સમર્થન ન હોય. તમે તો મને સમજાઓ કે સાહેબ ! અમારે અત્યારે અનીતિ વગર જિવાય જ નહીં. આ જ આજ્ઞાનિરપેક્ષતા સૂચવે છે. સંપૂર્ણ જિનાજ્ઞા પાલન કરનારના જીવનમાં તો ઉચિત પ્રવૃત્તિ જ હોય. એક પણ સાંસારિક અયોગ્ય વર્તન જિનાજ્ઞામાં ન જ આવી
જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આજ્ઞાનુસારી ઉચિત વર્તન કરનાર તો સંઘમાં પણ કોઈ વિરલ આત્માઓ જ હોય. તેનો અર્થ એ નથી કે તે સિવાયના સર્વ સંઘબહાર છે. હા, જે જિનાજ્ઞાવિરુદ્ધ વર્તન કે ભાવોને જાણીબૂઝીને સમર્થન આપે છે તેઓ ચોક્કસ જિનાજ્ઞાનિરપેક્ષ છે, અને આવા 'જિનાજ્ઞાની ખુલ્લી અવજ્ઞા કરનારા આજ્ઞાનિરપેક્ષ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ શ્રીસંઘમાં રહેવા લાયક નથી. ભલે જાહેરમાં તેમનો હોદો મોટો હોય. પુણ્ય તપતું હોય, પ્રચંડ લોકમાન્યતા હોય, પરંતુ આજ્ઞાનિરપેક્ષને શાસ્ત્ર શ્રીસંઘમાં સમાવિષ્ટ કરવા તૈયાર નથી. અરે ! ઊલટું એક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ જિનાજ્ઞાસાપેક્ષ હોય તો માત્ર તેટલા નાના
१ ‘एगो'त्ति। एकः साधुरेका च साध्वी एकः श्रावक एका च श्राविका एतावानप्याज्ञायुक्तः सङ्घः। शेषः पुनर्भूयानप्याज्ञारहितत्वात्केवलमस्थलां सङ्घातः, तत्रेदृशस्यैव सङ्घातपदार्थस्य युज्यमानत्वाद् भावसङ्घातस्याभावात्।।२९।।
(गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १२९ टीका) २ एगो साहू एगा य साहूणी सावओ य सड्डी वा। आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ।।२८८ ।।
(संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) ★ बालिका (चेल्लक)पर्यन्तः सङ्घः,
(पंचवस्तुक श्लोक १०३ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org