________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૩૧૫ ટકે. તમને એ પણ ખ્યાલ નથી કે ખરો વારસો અધ્યયન-અધ્યાપનથી ટકે અને તેમાંથી પ્રગટેલી પ્રભાવકતાથી જ શાસન ઝળહળે.
'અહીં તો શ્રીસંઘ ચિંતામાં પડ્યો કે ફક્ત દોઢસો વર્ષના ગાળામાં જ શ્રતને આટલો મોટો ફટકો પડશે તો શાસનમાં દીર્ઘ કાળ સુધી શ્રુતજ્ઞાન કેવી રીતે ટકાવીશું? તેથી શ્રુતજ્ઞાનને બચાવવા પ્રચંડ પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં કોઈને તમારી જેમ re-printનું-ફરી છપાવવવાનું ન સૂઝયું. પણ લાખો સાધુઓમાંથી ચૂંટીને ૫૦૦ પ્રજ્ઞાસંપન્ન ચુનંદા સાધુઓને ભેગા કર્યા કે જે પ્રજ્ઞા-મેધા આદિ શક્તિઓથી વિશાળ શાસ્ત્રોને ધારણ કરી શકે, જેમને તૈયાર કરવામાં આવે તો મહાવિદ્વાન બની શકે. તે કાળના સમયમાં જ્ઞાની પૂર્વધરો પકવવાની જાગ્રતિ એટલી છે કે શોધી શોધીને લાખો સાધુઓમાંથી ૫૦૦ સાધુઓને એકત્રિત કર્યા. આ સહુ ૧૧ અંગ તો ભણેલા જ છે, પણ આગળના દૃષ્ટિવાદનું જ્ઞાન ભણાવવાનું છે. તે શ્રુતને ભણાવનારની સમગ્ર સંઘમાં શોધ કરતાં ખબર પડી કે સંપૂર્ણ શ્રુતનો વારસો જેમની પાસે જળવાયેલો હોય તેવા હાલમાં એકમાત્ર પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી છે, તે પણ દુષ્કાળના કારણે ઉત્તરાપથ એટલે કે નેપાળ બાજુ વિહાર કરીને રહેલા છે. આથી ભેગા થયેલા શ્રીસંઘે વિચાર કર્યો કે આ ૫00 પ્રજ્ઞાસંપન્ન સાધુઓને પૂ. ભદ્રબાહુસ્વામી અવિરત વાચના આપે તો શાસનમાં પાછો શ્રતનો પુનરુદ્ધાર થઈ શકે. તમે જેમ જિનમંદિર-ઉપાશ્રયોનો જિર્ણોદ્ધાર કરો છો તેમ આ જ્ઞાનનો જિર્ણોદ્ધાર છે. અપેક્ષાએ શ્રુતજ્ઞાનનો જિર્ણોદ્ધાર વધી જાય; કેમ કે મંદિર-ઉપાશ્રયને નવાં બંધાવનાર કે જિર્ણોદ્ધાર કરનાર પણ આ શ્રુતના બળે અપાયેલા ઉપદેશથી જ પાકશે. વળી શ્રુત એવું છે કે જેનું ફરીથી સર્જન કરી શકાતું નથી. હવે પ્રભુ વરના શાસનમાં ગણધર પાકવાના નથી. તેથી તેમણે રચેલા શ્રતનું જેટલું રક્ષણ થાય તે જ મહાન કાર્ય ગણાય. અહીં શ્રીસંઘે નેપાળમાં રહેલા પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજાને સંદેશો મોકલાવ્યો કે આપની પાસે સાધુઓને ભણવા માટે મોકલીએ તો આપ સંપૂર્ણ દૃષ્ટિવાદના ધારક હોવાથી તેમને અસ્મલિત વાચના આપો, અહીં બીજા પાસે ત્રુટક છે તેથી સાંગોપાંગ અભ્યાસ કરાવો. આ વખતે પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજાએ મહાપ્રાણાયામધ્યાનની સાધના ચાલુ કરેલ છે, જે ધ્યાન સિદ્ધ થયા પછી વ્યક્તિ માત્ર બે ઘડીમાં સમુદ્ર તુલ્ય ચૌદ પૂર્વનો સ્વાધ્યાય કરી શકે. તમે જે પ્રાણાયામ કરો છો તેમાં સ્કૂલ વાયુની ગતિનો કાબૂ છે, મહાપ્રાણાયામધ્યાનમાં તો સૂક્ષ્મ વાયુની ગતિ પર પણ કાબૂ મેળવાય છે. હકીકતમાં ભાષાના સર્વ વર્ણ, અક્ષર, સ્વર, વ્યંજનો વાયુના આઘાત-પ્રત્યાઘાતથી પેદા થતા ધ્વનિ આધારિત છે. નાભિસ્થાનમાં રહેલા વાયુનો ચોક્કસ સ્થાનો પર આઘાત થાય તેથી શબ્દરૂપે ચોક્કસ પ્રકારનો ધ્વનિ પેદા થાય છે. તેથી સર્વ પ્રકારના શબ્દરૂપ ધ્વનિનો આધાર વાયુ છે. જે વાયુની ગતિનો નિયંતા કે પ્રભુ બને તે સર્વ શ્રુતનો પાર પામી શકે; કારણ કે દ્વાદશાંગી કે ચૌદ પૂર્વરૂપ શ્રુતજ્ઞાન પણ સ્વર-વ્યંજનરૂપ અક્ષરોમાંથી
પ્રાણાયામધ્યાન સિદ્ધ કરનાર મહાત્મા દિવસમાં બે ઘડીનો સમય મળે તો પણ ચૌદ પર્વનો
१ 'परिणामिय'त्ति । पारिणामिक्या बुद्ध्या 'उपेतः' युक्तो भवति श्रमणसङ्घः, तथा कार्ये दुर्गेऽपि समापतिते यत् श्रुतोपदेशबलेन सम्यग् निश्चितं तत्करणशीलः, तथा सुष्ठु-देशकालपुरुषौचित्येन श्रुतबलेन च परीक्षितं यत्तस्य कारकः सङ्घो न યથાથગ્યનારી ૨૩૨TT
(गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १३१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org