________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૩૧૩ આ વિપરીત ભાવ છે. ઊલટું ભક્તિ કરતી વખતે તો થવું જોઈએ કે જેટલા ગુણિયલ જીવો વિપુલ સંખ્યામાં આવે તેટલું સારું. પહેલેથી જ અલ્પ કરવાની ગણતરી માંડો તે ભાવની મલિનતા સૂચવે છે. હા, શક્તિ ઓછી હોય તો કદાચ પ્રવૃત્તિમાં મર્યાદા બાંધવી પડે; કારણ કે ભગવાને પ્રવૃત્તિ યથાશક્તિ કહી છે પરંતુ ભાવમાં યથાશક્તિ નથી. ભાવમાં તો જો શક્તિ હોય તો સર્વની ભક્તિ કરવાની ભાવના રાખે, પણ આવા હૃદયપૂર્વકના ભાવવાળાને યથાશક્તિ કરવાનો હંમેશાં ઉલ્લાસ રહે. શાસ્ત્ર કહે છે કે તમે યથાશક્તિ મર્યાદિત સંઘની પણ હૃદયપૂર્વકની ભક્તિ કરો તો ત્રણ લોકના શ્રીસંઘની ભક્તિનું અવશ્ય ફળ મળે, પરંતુ ભાવમાં કચાશ હોય તો પૂરું ફળ ન મળે. તમારે મુખ્યત્વે ભાવનો જ દુકાળ છે. અવસરે તમે ભક્તિની પ્રવૃત્તિ કરી લ્યો પણ અંતરમાં ગુણનો રાગ, ગુણનું તીવ્ર બહુમાન, શક્તિ અનુસાર ઔદાર્ય આદિ હોતું નથી, તેથી શ્રેષ્ઠ ફળ મેળવી શકતા નથી. ત્રણ લોકમાં ભક્તિપાત્ર ગુણિયલ જીવોનો સમુદાય એટલા બધા જુદાજુદા સ્થળે વહેંચાયેલ છે કે તેમને એકત્રિત કરીને ભક્તિ કરવી તે શક્ય નથી. તેથી સંઘની દ્રવ્યભક્તિ પ્રવૃત્તિરૂપે યથાશક્તિ, અને ભાવથી નિઃસીમ કરવાની વિધિ છે. જેમાં શક્તિ ન પહોંચે ત્યાં પણ શુભભાવ રાખવાની જિનાજ્ઞા છે. નિશ્ચયનય એકની ભક્તિમાં સર્વની ભક્તિ કર્યાનું ફળ ભાવની અપેક્ષાએ દર્શાવે છે. પ્રવૃત્તિનો આગ્રહ વ્યવહારનય રાખે છે અને ભાવનો આગ્રહ નિશ્ચયનય રાખે છે. જેના ભાવ તૂટે તે નિશ્ચયનયમાંથી ગયો અને જેની પ્રવૃત્તિ તૂટે તે વ્યવહારનયમાંથી ગયો. બંને નયોના balanceથી-સમતોલપણાથી જૈનશાસન ચાલે છે. તેથી શ્રેષ્ઠ ભાવયુક્ત યથાશક્તિ પ્રવૃત્તિ એ જ સ્યાદ્વાદનો મર્મ છે. આ બંને નયો જૈનશાસનના આધારસ્તંભ કહેવાય છે અને તેનું અવસરે યથાયોગ્ય નિયોજન મહત્ત્વનું છે. સંક્ષેપમાં તમે ટચૂકડા સ્થાનિક સંઘની પણ ભક્તિ, બહુમાનપૂર્વક યથાર્થ ભાવથી યથાશક્તિ કરો, તો ત્રણ લોકના, ત્રણ કાળના સર્વ ભક્તિપાત્ર જીવોની ભક્તિનું અપાર ફળ ગુણાકારમાં મળે. બિંદુ જેટલી પ્રવૃત્તિથી સાગર જેટલું અફાટ ફળ મેળવવાનો “ભાવથી સંઘપૂજા” એ ઉપાય છે. આ સમજણ આવે તો અવશ્ય ભક્તિનો અપૂર્વ ઉલ્લાસ પ્રગટે. " શ્રીસંઘની આજ્ઞાના પાલનમાં ચૌદપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામીનું દૃષ્ટાંત ઃ
આવા રૈલોક્યપૂજ્ય શ્રીસંઘને નમસ્કાર કરીને તીર્થંકર તેની આદરણીયતા સ્થાપિત કરે છે અને
१ इतश्च तस्मिन्दुष्काले कराले कालरात्रिवत्। निर्वाहार्थं साधुसङ्घस्तीरं नीरनिधेर्ययौ।।५५ ।। अगुण्यमानं तु तदा साधूनां विस्मृतं श्रुतम्। अनभ्यसनतो नश्यत्यधीतं धीमतामपि।।५६।। सङ्घोऽथ पाटलीपुत्रे दुष्कालान्तेऽखिलोऽमिलत्। यदङ्गाध्ययनोद्देशाद्यासीद्यस्य तदाददे ।।५७ ।। ततश्चैकादशाङ्गानि श्रीसङ्घोऽमेलयत्तदा। दृष्टिवादनिमित्तं च तस्थौ किंचिद्विचिन्तयन्।।५८ । । नेपालदेशमार्गस्थं भद्रबाहुं च पूर्विणम्। ज्ञात्वा सङ्घः समाह्वातुं ततः प्रेषीन्मुनिद्वयम्।।५९।। गत्वा नत्वा मुनी तौ तमित्यूचाते कृताञ्जली। समादिशति वः सङ्घस्तत्रागमनहेतवे।।६० ।। सोऽप्युवाच महाप्राणं ध्यानमारब्धमस्ति यत्। साध्यं द्वादशभिर्वर्षे गमिष्याम्यहं ततः।।६१।। महाप्राणे हि निष्पन्ने कार्ये कस्मिंश्चिदागते। सर्वपूर्वाणि गुण्यन्ते सूत्रार्थाभ्यां मुहूर्ततः।।६२ ।। तद्वचस्तौ मुनी गत्वा सङ्घस्याशंसतामथ। सङ्घोऽप्यपरमाहूयादिदेशेति मुनिद्वयम्।।६३ ।। गत्वा वाच्यः स आचार्यो यः श्रीसङ्घस्य शासनम्। न करोति भवेत्तस्य दण्डः क इति शंस नः।।६४ ।। सङ्घबाह्यः स कर्तव्य इति वक्ति यदा स तु। तर्हि तद्दण्डयोग्योऽसीत्याचार्यो वाच्य उच्चकैः।।६५ ।। ताभ्यां गत्वा तथैवोक्त आचार्योऽप्येवमूचिवान्। मैवं करोतु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org