________________
૩૦૦
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ છે, સર્વ જીવો ગુણિયલ છે. તેવા ગુણના સમૂહથી ભરેલ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ શ્રીસંઘ ભેગો થાય તો તેનાં બળ-પ્રભાવ જુદાં જ હોય છે. મહાજ્ઞાની ગીતાર્થ એકલા બેઠા હોય, તેને બદલે તેમની નિશ્રામાં આવેલા અનેક પાત્ર જીવો સાધના કરતા હોય, તો તેમની વિધવિધ સાધના અને સામૂહિક આરાધનામય વાતાવરણ અનેકને ધર્મપ્રાપ્તિમાં પ્રબળ સહાયક બને, અનેકને આરાધના કરતા જોઈને અનેકને આરાધનાની પ્રેરણા મળે. 'ગુણિયલ સમૂહમાં જે પ્રેરણા આપવાની શક્તિ, અવલંબન બનવાની શક્તિ, સહાયક બનવાની શક્તિ છે તે અપેક્ષાએ એક વ્યક્તિમાં નથી. તેથી શ્રીસંઘમાં વ્યક્તિ કરતાં અદ્વિતીય કક્ષાની તારકતા છે. જેમ તીર્થસ્વરૂપ વ્યક્તિમાં તારવાનું સામર્થ્ય છે, તેમ શ્રીસંઘમાં પણ તારવાનું વિશેષ સામર્થ્ય છે. વ્યક્તિ કરતાં સમૂહનું મહત્ત્વ, શક્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, આલંબન, પ્રેરકતા અનોખાં છે. તેથી તીર્થકરોએ સામૂહિક તારકતાને અનુલક્ષીને શ્રીસંઘને તારક ધર્મતીર્થ કહ્યું. તમે તમારી મનોદશા વિચારો કે ઉપાશ્રયમાં આવો ત્યારે એક પણ સામાયિક કરનાર ન હોય તો તમને સામાયિક કરવાનો ઉલ્લાસ નહીં થાય, પણ પ0 જણ સામાયિક કરતા હોય તો તરત ઉલ્લાસ થાય છે. સમૂહમાં આ રીતે જે સહાય કરવાની શક્તિ છે, તે પ્રચંડ સામર્થ્યવાળી પણ એક વ્યક્તિમાં નથી. તેને સામે રાખીને ભગવાન શ્રીસંઘને પણ તારક તીર્થ જ કહ્યું, કેમ કે અનેક જીવોને તેના આલંબન-પ્રેરણાથી તરવાનું મન થાય છે. શ્રીસંઘ એટલે એવો જનસમૂહ છે કે જેના ગુણો-આરાધના જોઈને, તેની મોક્ષમાર્ગની પ્રવૃત્તિ જોઈને અનેક જીવો સંસારમાર્ગથી નીકળીને મોક્ષમાર્ગમાં જોડાઈ જવા તૈયાર થઈ જાય છે.
શાસ્ત્રમાં સમૂહની પણ અનેક સ્થાને યશોગાથા છે. વ્યક્તિગત અરિહંત મહાન છે, પૂજ્ય છે, પરંતુ તેનાથી અરિહંતપદ ઘણું મહાન છે; કારણ કે અરિહંતપદમાં તો અનંતા અરિહંતોનો સમૂહ સમાવિષ્ટ છે. વ્યક્તિ કરતાં સમૂહ મહાન પૂજ્યતા ધરાવે છે એ અભિગમથી નવકારમાં પણ પંચપરમેષ્ઠિનાં પાંચ પદો બહુવચનથી રજૂ કરાયાં છે. વળી આચાર્યપદમાં બિરાજમાન વ્યક્તિ પણ નમો લોએ સવ્વસાહૂણં પદ દ્વારા સાધુપદને નમસ્કાર કરે છે. નવપદમાં પણ વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિઓના સમૂહરૂપ પદની જ પૂજા છે. તેથી સિદ્ધચક્ર શ્રેષ્ઠ પૂજનીયતા ધરાવે છે. અમને ઘણા પૂછવા આવે કે મંદિરમાં સિદ્ધચક્રની પૂજા કરીને પછી ભગવાનની પૂજા થાય ? તો જવાબ છે કે થાય જ; કેમ કે નવપદ અરિહંતથી અધિક છે. એકલા અરિહંત કરતાં નવપદનો મહિમા વિશેષ છે. વ્યક્તિ કરતાં વ્યક્તિઓનો સમૂહ અધિક મહાન છે આ નિયમ જેન શાસનને પણ સ્વીકાર્ય છે.
શ્રીસંઘઘટક વ્યક્તિઓની વિશેષતા :
અહીં સંઘમાં, આરાધના કરવા આવેલા, થોડી ઓછી શક્તિવાળા, શરણ અને સહાયની અપેક્ષા રાખે તેવા જીવો પણ હોય, છતાં સહુ ભવચક્રથી બહાર નીકળવાની ઇચ્છાવાળા જ છે. સંસારસાગરથી બહાર નીકળવાની જેની ઇચ્છા નથી તેનો તો સંઘમાં પ્રવેશ જ નથી. તરવું છે તેથી તરવાના માર્ગમાં ગતિ કરવા १ गुणसमुदायोऽनेकप्राणिस्थज्ञानादिगुणसमूहः। 'संघो त्ति' संघ उच्यते। (पंचाशक० प्रतिष्ठाप्रकरण श्लोक ३९ टीका) २ तीर्यतेऽनेन संसारसागर इति ‘तीर्थं' प्रवचनम्, तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घोऽपि तीर्थमुच्यते, तत इदमाहचतुर्वर्णे सो स्थापिते सति तीर्थं भवति।
(गुरुतत्त्वविनिश्चय चोथो उल्लास श्लोक ६९ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org