________________
૨૮૮
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ કામળી, વસ્ત્ર, પાત્ર સર્વ પરિગ્રહ હોવાથી અધર્મ છે, એ વાતને સ્થાપિત કરવા શાસ્ત્ર આધારિત દલીલો આપવામાં મુશ્કેલી હતી; કેમ કે આગમોમાં ઠેરઠેર મુનિના આચારમાં વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણો અને તેની જયણાની વાત આવે. તેથી આગમ માન્ય કરીને સ્વમત સ્થાપવો અશક્ય હતો. છતાં આવેશના કારણે નગ્નતાને જ સમ્યફ ચારિત્ર સ્થાપિત કરવા આખી દ્વાદશાંગીને ઉડાડી અને જાહેરમાં કહ્યું કે આ શાસ્ત્રો સાચાં નથી, ખોટાં છે, વાસ્તવમાં ભગવાન મહાવીરનાં મૂળ શાસ્ત્રો વિચ્છેદ પામ્યાં છે, આ તો શિથિલાચારી સાધુઓએ ઉપજાવી કાઢેલાં છે. અને આ વાતનો પુરાવો એ છે કે હાલના દિગંબરો પણ એકે આગમને માનતા નથી. તેઓ કહે છે કે આગમો નાશ પામ્યાં છે. તેથી જ તેમની પાસે વીર નિર્વાણથી સાતસો વર્ષ પછીનું જ પૂર્વાચાર્યો રચિત સાહિત્ય છે. આ વાત આધુનિક ઇતિહાસકારોએ પણ સંશોધનમાં નોંધેલ છે. આમ, તેમના પંથમાં ગણધરરચિત મૂળભૂત શાસ્ત્રો નાશ પામ્યાં, એટલે બીજું ભાવતીર્થ ઊડી ગયું.
'વળી, ત્રીજું ભાવતીર્થ ચતુર્વિધ શ્રીસંઘના એક મૂળભૂત અંગનો પણ તેમના સંપ્રદાયમાં વિચ્છેદ થયો; કારણ કે નગ્નતાનો ચારિત્ર માટે એકાંતે આગ્રહ રાખવાથી પુરુષો તો દીક્ષા લઈને નગ્ન વિચરે, પરંતુ સ્ત્રીઓ નગ્ન વિચરે તો સમાજમાં હાહાકાર મચી જાય. અરે ! શિવભૂતિનાં મમત્વથી તેમના દીક્ષિત બહેને ભાઇના અનુસરણરૂપે વસ્ત્ર છોડ્યાં તો નગરના રાજમાર્ગ ઉપર એક વેશ્યા કપડું ઓઢાડવું, અને કહ્યું કે આવાં મર્યાદાશૂન્ય તો અમે પણ સમાજમાં નથી ફરતાં, સંન્યાસી એવા તમે આ રીતે ફરશો તો અમારો ધંધો બંધ થઇ જશે. ટૂંકમાં સ્ત્રીની જાહેરમાં નગ્નતા લોકમાં પણ અસહ્ય અને અનેક બળાત્કાર આદિ ઉપદ્રવનું કારણ હોવાથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે સ્ત્રીને ચારિત્ર આપવું કે નહીં ? કારણ કે ચારિત્ર સાથે નિર્વસ્ત્રતાનો એકાંત આગ્રહ હતો. તેથી સ્ત્રીને ચારિત્રનો નિષેધ અને ચારિત્રના અભાવમાં મુક્તિનો પણ નિષેધ કહેવો પડ્યો. એટલે સંઘમાં સાધુ, શ્રાવક અને શ્રાવિકા એમ ત્રણ જ રહ્યાં, ચતુર્વિધ સંઘનો લોપ થયો.
સભા સ્ત્રીને કપડાં પહેરાવીને દીક્ષામાં રખાય કે મહાવ્રતો આપીને પાલન કરાવી શકાય ?
સાહેબજી : નગ્નતા વિના જેમ પુરુષને ચારિત્ર ન પ્રગટે તેમ સ્ત્રીને પણ ન જ પ્રગટે, અને વસ્ત્ર સાથે ચારિત્ર સ્વીકારે તો પોતાના સિદ્ધાંતનો લોપ થાય.
નગ્નતારૂપ દ્રવ્યચારિત્ર સાથે ભાવચારિત્રનો એકાંત અવિનાભાવ માનવાથી વસ્ત્રધારી સ્ત્રી કે પુરુષને
१ यदि च स्त्रीणां चारित्रं न स्यात् तदा 'साधुः, साध्वी, श्रावकः, श्राविका च' इति चतुर्वर्णसंघव्यवस्थोत्सीदेत्। अथाणुव्रतधारिणी श्राविकापि 'साध्वी' इत्येवं व्यपदिश्यत इति न दोष इति चेत्? हन्त ! तर्हि केवलसम्यक्त्वधारिण्येव श्राविकाव्यपदेशमासादयेत्, एवं च श्रावकेष्वपि तथा द्वैविध्यप्रसङ्गेन पञ्चविधः संघः प्रसज्येत। अथ वेषधारिणी श्राविका 'साध्वी' इति व्यपदिश्यते, श्रावकस्तु तथाभूतस्तत्त्वतो यतिरेवेति चातुर्विध्यं व्यवतिष्ठत इति चेत्? नूनं गुणं विना वेषधारणे विडम्बकचेष्टैव सा। एतेन 'एकोनषष्टिरेव जीवा यथा त्रिषष्टिशलाकापुरुषा व्यपदिश्यन्ते तथा त्रिविधोऽपि संघो विवक्षावशाच्चतुर्विधो व्यपदिश्यते' इति निरस्तम्, विवक्षाबीजाभावात्।
(शास्त्रवार्ता समुच्चय टीका स्तबक-११ श्लोक ५४ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org