________________
૨૧૯
ભાવતીર્થ - દ્વાદશાંગી જાણનાર-ભણનારમાં અજોડ વિદ્વત્તા આવે. જે દ્વાદશાંગીનો પારંગત બને તેને આ જગતમાં શ્રુતજ્ઞાનથી કોઈ પહોંચી ન શકે. ભૂતકાળમાં શ્રુતકેવલી બનાય તેટલું શ્રુતજ્ઞાન હતું. અત્યારે શ્રુતકેવલી બની શકાય તેટલું શ્રુતજ્ઞાન વિદ્યમાન નથી. તો પણ વર્તમાનમાં જે શ્રુતજ્ઞાન હાજર છે, તેને પણ જે બરાબર જાણેભણે તો તે આ યુગનો અજોડ વાદી અવશ્ય બની શકે. જે વર્તમાન શ્રુતનો ધારક છે, તેને પણ દુનિયાનાં કોઈ દર્શન ચર્ચા કે વાદમાં ન પહોંચી શકે એવો અજેય વાદી બને. 'જૈનદર્શનનું માળખું અને તત્ત્વજ્ઞાન જ એવું છે કે તેમાં નયઅપેક્ષાએ તે તે દર્શનોના સિદ્ધાંત અને તેની તાર્કિક રજૂઆત આવી જ જાય. અરે ! ઘણી વખત તે દર્શનના વિદ્વાનને તેની ફિલોસોફીની જેટલી ખબર ન હોય એટલી સર્વનયસમન્વયયુક્ત દ્વાદશાંગીના જાણકારને ખબર હોય.
હું ભણતો હતો ત્યારે બનારસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને વેદાંતાચાર્ય અમને શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામનો ગ્રંથ ભણાવતા. તેની ટીકામાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ વેદાંતદર્શનનું ઊંડાણથી વર્ણન કર્યું છે તેની સમીક્ષા ચાલુ થઈ, તો પેલા અધ્યાપક મને કહે કે, વેદાંતમાં આટલા પેટા મત અને પ્રત્યેકની આટલી દલીલો તો અમે પણ સાંભળી કે વાંચી નથી. તે ધુરંધર વેદાંતાચાર્ય ગણાય. કાશીમાં એ વખતે એમનો સમોવડિયો કોઈ વિદ્વાન ન હતો. તમે વિચાર કરો, આટલી દલીલો, પૂ. ઉપાધ્યાયજી મહારાજ ક્યાંથી લાવ્યા? તો નયવાદથી ભરપૂર જૈન આગમ ભણ્યા એટલે. જિનાગમ મર્મથી ભણે તેનામાં સર્વ નયોની જાણકારી અવશ્ય આવે. જે સર્વ નયોને જાણે તેને દુનિયાનું કોઈ દર્શન એવું નથી, કોઈ વિચારધારા એવી નથી કે જેની તે સમ્યક સમાલોચના કે સમીક્ષા ન કરી શકે. તેના મંડનની પણ જડબેસલાક દલીલો આપી શકે અને તેના ખંડનની પણ જડબેસલાક દલીલો આપી શકે. તેને સ્પષ્ટ ખબર હોય કે આ દર્શનનો સ્થાપક આ જ તર્ક હોય. અમે જૈનશાસ્ત્રો બરાબર ભણીએ તો આ દુનિયાના સર્વ મતો-વિચારધારાઓને અવશ્ય સાચી ટક્કર આપી શકીએ. જો ન આપી શકીએ તો તેમાં અમારા ભણ્યાની કચાશ, શાસ્ત્રોની નહીં; કારણ કે જિનાગમવિશારદમાં સર્વ મતોના સ્થાપન અને ઉત્થાપનની અજોડ શક્તિ હોય છે. સ્યાદ્વાદ એ સુદર્શનચક્ર છે, જે સર્વદર્શનોને યોગ્ય રીતે પરાસ્ત કરવાની તાકાત ધરાવે છે. તેનો વેત્તા જગતના સર્વ વાદીઓના મદને દૂર કરી શકે. શ્રતની સ્તવના કરતાં
नभिभवनीयम्, कैः किमिव, सर्वतेजोभिर्मणिप्रदीपादिभिर्भास्कर इव।
(तत्त्वार्थाधिगमसूत्र संबंधकारिका श्लोक २० उपा. यशोविजयजी टीका) મધ્યનનાના રેયોપાયતત્ત્વપ્રતિપત્તિદેતુપૂતા'મ....
(રત્નર શ્રાવવાવાર રીવા ૫) १ द्वादशाङ्गस्य विधिनिषेधविधया स्वसमयपरसमयप्रज्ञापनाविधया वा शुभाशुभसर्वप्रवादमूलत्वे दोषाभावात्।
(થર્નપરીક્ષા નો ૨૪ટી) २ स्फुरन्ति सर्वे तव दर्शने नया:, पृथग् नयेषु प्रथते न तत् पुनः । कणा न राशौ किम् कुर्वते स्थिति, कणेषु राशिस्तु पृथग् न वर्तते।।८३ ।। स्वतः प्रवृत्तैर्जिन! दर्शनस्य ते, मतान्तरैश्चेत् क्रियते पराक्रिया। तदा स्फुलिङ्गमहतो हविर्भुजः, कथं न तेज: प्रसरत् पिधीयते? ।।८४ ।। स्फुरन्नयावर्तमभङ्गभङ्गतरङ्गमुद्यत्पदरत्नपूर्णम्। महानुयोगह्रदिनीनिपातं, भजामि ते
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org