________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૪૯ બીજા કરતાં ત્રીજું, ત્રીજા કરતાં ચોથું એમ ક્રમશઃ પ્રમાણભૂતતા અધિક છે. આ વાતને સમજાવવા શાસ્ત્રમાં દલીલ આપી. ધારો કે એક સાધુ પ્રથમ સૂત્ર આચારાંગની વાચના આપે છે અને બીજા સાધુ બીજા સૂત્ર સૂયગડાંગની વાચના આપે છે. તેવા બંને મહાત્મા વિહાર કરીને એક જ ક્ષેત્રમાં આવ્યા, તો તે ક્ષેત્રની માલિકી બીજા સૂત્રની વાચના આપનાર સાધુની ગણાય; કેમ કે તે ઊંચું આગમ ભણાવે છે. તે રીતે ક્રમશઃ ૮૮ આગમની સૂત્રરૂપે વાચના આપનાર અને ત્યારબાદ તેના અર્થનું વ્યાખ્યાન કરનારને ઉત્તરોત્તર ચઢિયાતા કહ્યા. તે અયાસીમાં આગમના અર્થજ્ઞાતા કરતાં છેદસૂત્રના ધારકને શ્રેષ્ઠ કહ્યા. 'જે પ્રાયશ્ચિત્ત શાસ્ત્રો છે, તે અતિગંભીર ઉત્સર્ગ-અપવાદથી ભરેલાં છે, જેમાં દુનિયાનાં સર્વ પાપો અને તેના શુદ્ધિકરણના ઉપાય દર્શાવ્યા છે, જે પચાવવાં ઝેર કરતાં પણ વધારે અઘરાં છે. આવાં છેદસૂત્ર ભણાવનાર સાધુ અયાસીમા આગમના અર્થજ્ઞાતા કરતાં ઊંચા. તેનાથી તે છેદસૂત્રોના અર્થ ભણાવનાર ઊંચા. તેનાથી ક્રમશઃ ચૌદપૂર્વ સૂત્રમય ભણાવનાર ઊંચા. તેનાથી ક્રમશઃ ચૌદપૂર્વનો અર્થ ભણાવનાર ઊંચા; કારણ કે સર્વ શાસ્ત્રોમાં શિરમોર શાસ્ત્ર દૃષ્ટિવાદ અંતર્ગત ચૌદપૂર્વ છે. તેમાંથી જ સંક્ષેપ અવતારરૂપે સર્વ શાસ્ત્રો નીકળ્યાં છે. અન્ય શાસ્ત્રોમાં જે છે તે ચૌદપૂર્વમાં અવશ્ય આવે અને ચૌદપૂર્વમાં જે છે તે અન્ય શાસ્ત્રોમાં ન પણ આવે. આ ઉપરથી સમજી શકાશે કે અમે બધા પંચમ ગણધર સુધર્માસ્વામીના સંતાન સાધુ છીએ, છતાં શ્રી સંઘમાં આધિપત્ય, વર્ચસ્વ, અધિકારની અધિકતાનો માપદંડ, સૂત્ર અને તેના અર્થનું ક્રમિક જ્ઞાન છે. ઉત્તરોત્તર ઊંચાં
आवश्यकार्थमधीते आवश्यकार्थवाचनाचार्यस्याभवति, एवं तावद् भावनीयं यावदष्टाशीतिसूत्रार्थवाचनाचार्य इति। तावत्पर्यन्ताच्चार्थात्पूर्वगतं बलियः, तावत्पर्यन्तात्सूत्रात्तु सुतरां तद् बलीय इति द्रष्टव्यम् । तथाहि-एक एकस्य पार्श्वे आवश्यकस्य सूत्रमर्थं तदुभयं वाऽधीते तस्य समीपे पुनरावश्यकसूत्रार्थतदुभयवाचनाचार्यः पूर्वगतं सूत्रमधीते पूर्वगतसूत्रवाचनाचार्यस्याभवति, एवं तावद्वाच्यं यावदष्टाशीतिसूत्राणि। पूर्वगतसूत्राच्च पूर्वगतार्थो बलीयानिति ।।२११।।
(गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २११ टीका) १ अथ कस्माच्छेषार्थेभ्यश्छेदसूत्रार्थो बलीयान्? इत्याह__ 'जम्हा उत्ति । यस्मात् 'स्खलितचरणस्य' आपन्नचारित्रदोषस्य छेदसूत्रार्थेन शोधिर्भवति तस्मात्पूर्वगतमर्थं मुक्त्वा शेषात् सर्वस्मादप्यर्थाच्छेदश्रुतार्थो बलीयानिति ।।२१४ ।।
(गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २१४ टीका) २ नवरं छेदसूत्रार्थं मुक्त्वाऽर्थाचार्याणामुपरि खलु छेदसूत्रार्थाचार्यो वक्तव्यः, तथाहि-एक एकस्य पार्श्वे दृष्टिवादगतानामष्टाशीतिसूत्राणामर्थमधीते, अष्टाशीतिसूत्रार्थवाचनाचार्यः पुनरष्टाशीतिसूत्रार्थप्रतीच्छकस्य पार्श्वे छेदसूत्रार्थमधीते छेदसूत्रार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम्।
(गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २११ टीका) 3 अथ कुतो हेतोः शेषात् सूत्रादर्थाच्च पूर्वगतं सूत्रं बलीयः? इत्याशङ्कायामाह
'परिकम्मेहि य'त्ति । दृष्टिवादः पञ्चप्रस्थानः, तद्यथा-परिकर्माणि १ सूत्राणि २ पूर्वगतं ३ अनुयोग: ४ चूलिका ५ चेति। तत्र 'परिकर्मभिः' सिद्धिश्रेणिकाप्रभृतिभिः ‘सूत्रैश्च' अष्टाशीतिसङ्ख्यैरा ये सूचितास्तेषां सर्वेषामप्यन्येषां च ‘उपरि' पूर्वेषु 'विभाषा भवति' अनेकप्रकारं ते तत्र भाष्यन्त इत्यर्थः, तेन कारणेन पूर्वगतं सूत्रं बलिकम्।।२१२।।
(गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २१२ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org