________________
૨૩૨
ભાવતીર્થ - દ્વાદશાંગી પરંપરા શાસનમાં ચાલ્યા કરે છે, તે દ્વાદશાંગીના અવલંબનથી અસંખ્ય અસંખ્ય જીવો તરે છે અને ગણધરો કે તીર્થકરોની ગેરહાજરીમાં પણ આ દ્વાદશાંગીના આધારે મોક્ષમાર્ગ વહેતો રહે છે. અનંત કાળથી દરેક તીર્થકરોના શાસનમાં આ ક્રમે તારક તત્ત્વ ટકી રહ્યું છે. દ્વાદશાંગી વિનાનું કોઈ તીર્થકરોનું શાસન હતું નહીં, તેથી દ્વાદશાંગીનો પ્રવાહ અવિરત છે. વળી, શબ્દરચનાનો તફાવત રચયિતા ગણધરના ભેદથી હોઈ શકે, પરંતુ અર્થમાં તો કોઈ ફેરફાર ન જ હોય. ભાવાર્થ એ છે કે જૈનશાસ્ત્રના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. તેમાં કાળાંતરે પણ કોઈ પરિવર્તનને અવકાશ નથી; કેમ કે વિશ્વનું મૂળભૂત તત્ત્વ કદી પલટાતું નથી. અનંતકાળ પહેલાં ધર્મના જે સિદ્ધાંતો હતા તે સિદ્ધાંતો આજે છે અને ભવિષ્યમાં અનંતકાળ પછી પણ આ જ સિદ્ધાંતો રહેશે. જેને આ વાત સમજાઈ જાય તે કદી બોલે નહીં કે ધર્મ સમય પ્રમાણે ફર્યા કરે અને ધર્મના તત્ત્વમાં પણ અવસરે ફેરફાર કરી શકાય. ધર્મના સિદ્ધાંતો કોઈની પેદાશ નથી, તે તો સ્વયંસિદ્ધ સનાતન છે. આ દૃષ્ટિકોણથી તમે ધર્મશાસ્ત્રોને વિચારશો તો અહોભાવ થશે. આધુનિક વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત સ્થિર નથી. તેમાં આજે જે સિદ્ધાંત સાચો પુરવાર થયેલો ગણાય તે જ કાલે ખોટો ઠરે. ફરી નવો સિદ્ધાંત રજૂ કરે. વળી એક સિદ્ધાંત અનુસાર પણ જાતજાતની theory અને hypothesis પ્રસ્તુત કરે, જેને અનુસરનાર કોઈ સ્થિર નિર્ણય કરી ન શકે. છતાં ગર્વ સાથે કહે કે science is everchanging - વિજ્ઞાન નિત્ય બદલાતું રહે છે, વિજ્ઞાન હજી સત્યને શોધી રહ્યું છે, It is under researrh. હવે જે સ્વયં નિર્ણાત નથી પણ નિર્ણય માટે ફાંફાં મારે છે તેવાને અપનાવી જીવન સમર્પિત કરો તો તમારું શું થાય ? જ્યારે ધર્મશાસ્ત્રો પૂર્ણસત્યને પામી ચૂકેલા જ્ઞાનીઓના વચનસ્વરૂપ છે. તેથી તેના સિદ્ધાંતો કદી ફરવાના નથી.
સભા દેશકાળ પ્રમાણે ફેરફાર થાય ને ?
સાહેબજી : ના, દેશકાળ અનુસાર વ્યવહારરૂપે આચારમાં થોડો ફેરફાર થાય, પણ મૂળભૂત સિદ્ધાંતો તો કાયમ તે જ રહે. પ્રવચનનું મૂળ ત્રિપદી, જે અનંતકાળ પહેલાં હતી તે જ અત્યારે છે અને અનંતા કાળ પછી પણ તે જ રહેશે :
જેમ કે, અનંત કાળ પહેલાં જે તીર્થકર હતા તેમણે પોતાના પટ્ટધર શિષ્ય ગણધરોને સર્વ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતરૂપે જે ત્રિપદી આપી હતી, તે જ ત્રિપદી ઋષભદેવે પુંડરીકસ્વામી આદિને આપી; અને તેની તે જ ત્રિપદી મહાવીરસ્વામીએ ગૌતમ આદિ ગણધરોને આપી. ત્રિપદીમાં આખી વિશ્વવ્યવસ્થાના પાયાનો સિદ્ધાંત આવી જાય છે અને તેને પ્રવચનમાતા કહે છે; કેમ કે તેમાંથી આખું પ્રવચન જન્યું છે. સમગ્ર પ્રવચનનાં સર્વ તત્ત્વો જેમાંથી નિર્ગમ પામ્યાં તે ત્રિપદી પ્રવચનની મુખ્ય આધારશિલા છે. આ ત્રિપદીમાં સંક્ષેપમાં સંગ્રહીત સિદ્ધાંત એ છે કે, “આખું વિશ્વ સદા ઉત્પન્ન થાય છે, સદા નાશ પામે છે અને છતાં સતત સનાતન-શાશ્વત છે.” પ્રતિક્ષણ વિશ્વનું સર્જન પણ ચાલુ છે, વિસર્જન પણ ચાલુ છે, છતાં પણ વિશ્વ કાયમનું છે. તમને બુદ્ધિથી વિરોધાભાસ લાગશે, પણ જગતનું આ પરમ સત્ય છે. આ ત્રિપદીમાં જૈનશાસ્ત્રોના સર્વ સિદ્ધાંતો સંક્ષેપમાં સમાઈ જાય છે. અરે ! દુનિયાની બધી ફીલોસોફીઓ પણ તેમાં અંતર્નિહિત છે. જેટલાં દર્શનો છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org