________________
૨૧૧
ભાવતીર્થ - દ્વાદશાંગી શાશ્વત તત્ત્વો તેમાં અનાદિથી સુપ્રતિષ્ઠિત છે. શ્રતની સ્તુતિરૂપે બોલાતા પ્રસિદ્ધ પુખરવરદીવઢે સૂત્રમાં આવે છે “તો નત્ય પત્રિો નામિvi તેનુવશ્વાસુર” અર્થાત્ દ્વાદશાંગીમાં શેયરૂપે ત્રણ લોક અને સમગ્ર વિશ્વ પ્રસ્થાપિત છે. આ સૂત્રમાં શ્રુતના મહિમાનું વર્ણન કરતાં એક એક અદ્ભુત પદ મૂક્યાં છે. જેમ કે “સિદ્ધ માં પચો” અહીં સ્તુતિમાં દ્વાદશાંગીને સ્વયંસિદ્ધ કહે છે, અર્થાત્ જેને સિદ્ધ કરવા તીર્થંકરની પણ જરૂર નથી.' સંસારનું સનાતન શાશ્વત સત્ય દ્વાદશાંગી છે, જે ત્રિકાલાબાધિત તત્ત્વ છે. તીર્થકરો પણ તેનું આલંબન લઈને જ તરે છે અને જગતના જીવમાત્ર કલ્યાણના રાહ પર તેનાથી જ ચડે છે. ગણધરો કે ગીતાર્થ ગુરુના શરણ વગર તર્યાનાં ઉદાહરણો મળશે, પણ દ્વાદશાંગીના શરણ વગર તર્યાનું ઉદાહરણ એક પણ નહીં મળે. અરે ! પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ કે અતીર્થસિદ્ધ મરુદેવામાતા તર્યા, તે પણ ભાવથી દ્વાદશાંગીનું અનુસરણ કરીને જ તર્યા છે. દ્વાદશાંગીનો બોધ પામ્યા વિના અને તેને અનુસર્યા વિના તર્યાનો આ જગતમાં એક પણ દાખલો જ નથી. સંક્ષેપમાં વ્યક્તિગત જીવંત તીર્થસ્વરૂપ ગણધર કે ગીતાર્થ ગુરુપરંપરાને પણ આદરણીય, અનુસરણ કરવા લાયક અને કલ્યાણનું કારણ એવું દ્વાદશાંગીરૂપ પ્રવચન જ વાસ્તવમાં ધર્મતીર્થ છે; કારણ કે તેનામાં જ શ્રેષ્ઠ તારકતા છે.
સભા દ્વાદશાંગી સનાતન શાશ્વત છે, અને ગણધરો જીવંત તીર્થસ્વરૂપ છે, તો પછી તીર્થકરો દ્વાદશાંગી પર મહોરછાપ કેમ મારે છે ? •
સાહેબજીઃ પૂર્ણ જ્ઞાની તીર્થકરો સૂત્રાત્મક શબ્દદેહરૂપે ગણધરરચિત દ્વાદશાંગી પર મહોરછાપ મારીને દર્શાવે છે કે, આ સંસારના સનાતન શાશ્વત તત્ત્વને સમજવાના સાધનરૂપ આ શબ્દો-સૂત્રો સાચાં છે; પણ તે શાસ્ત્રરૂપ શબ્દોથી કહેવાતા તત્ત્વરૂપ અર્થને તીર્થકરોએ મહોરછાપ નથી મારી, તે તત્ત્વરૂપ અર્થ તો સ્વયંસિદ્ધ
ननु च मतानुज्ञानाम निग्रहस्थानं भवत इत्याशङ्क्याह-'जइवि' यद्यपि सर्वमपीदं द्रव्यार्थतः शाश्वतं तथाऽपि कोऽप्यर्थस्तस्मिन्समये तथा क्षेत्रे च कुतश्चिदार्द्रकादेः सकाशादाविर्भावमास्कन्दति स तेन व्यपदिश्यते। तथा पूर्वमप्यसावर्थोऽन्यमुद्दिश्योक्तोऽनुमतश् भवति, ऋषिभाषितेषूत्तराध्ययनादिषु यथेति।
___ (सूत्रकृताङ्गसूत्र द्वितीय श्रुतस्कंध छटुं आर्द्रकाध्ययन श्लोक १८९ श्री शीलाङ्काचार्य टीका) १ इतश्चास्ति शुद्धसत्यवादी समस्तसत्त्वसङ्घातहितकारी सर्वभावस्वभाववेदी तयोः कालपरिणतिकर्मपरिणामयोदेवीनृपयोः समस्तरहस्यस्थानेष्वत्यन्तभेदज्ञः सिद्धान्तो नाम परमपुरुषः।
(૩૫મિતિ છઠ્ઠો પ્રસ્તાવ) ૨ ‘તપુબિયા કરદયા’ તિ વનાત્,
(નિતવિસ્તરીટીવા) २, 3 धर्मादिकरत्वं च वचनापौरुषेयत्वनिराकरणादेव व्यक्तम्, उक्तं च-'इणमच्चंतविरुद्धं, वयणं चापोरुसेअंच [ ] त्ति।' नन्वेवमपि कथं धर्मादिकरत्वं भगवताम्? 'तप्पुब्विआ अरहया' [आवश्यकनियुक्तौ गा. ५६७] इति वचनात् वचनस्यानादित्वात्? नैवम्, बीजाङ्कुरवत्तदुपपत्तेः, बीजाद्धि अङ्कुरो भवति, अङ्कुराच्चबीजमिति। एवं भगवतां पूर्वजन्मनि श्रुतधर्माभ्यासात्तीर्थकरत्वम्, तीर्थकृतां च श्रुतधर्मादिकरत्वमदुष्टमेव । न चैवमपि वचनपूर्वकमेव सर्वज्ञत्वमिति नियमः, मरुदेव्यादौ व्यभिचारादिति वाच्यम्। इत्थमपि शब्दरूपवचनपूर्वकत्वनियमाभावेऽपि अर्थपरिज्ञान-रूपवचनपूर्वकत्वनियमस्याव्याहतत्वादित्यलं प्रसङ्गेन।
(धर्मसंग्रह० श्लोक ६१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org