________________
૧૭૪
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કરે છે તે કાર્ય તેમની ગેરહાજરીમાં આચાર્ય કરે છે, અને તીર્થકરોની હાજરીમાં ગણધરો જે કાર્ય કરે છે તે ગણધરોની ગેરહાજરીમાં ઉપાધ્યાય કરે છે. અર્થાત્ તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્ય તીર્થંકર તુલ્ય છે અને ઉપાધ્યાય ગણધર તુલ્ય છે. આ જ રીતે શાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલે છે. તે તે કાળના ઉત્તમ પટ્ટધરો જ જીવંત તીર્થ છે. ઋષભદેવ અને અજિતનાથ વચ્ચે અસંખ્ય વર્ષો ગયાં, અસંખ્ય અસંખ્ય પેઢીઓ પસાર થઈ. આટલા દીર્ઘ, અવિરત કાળના પ્રવાહ દરમ્યાન કોઈ પાત્ર જીવને મોક્ષે જવું હોય તો આખું infrastructureમાળખું પટ્ટધરોની અવિચ્છિન્ન પરંપરા દ્વારા આપીને ઋષભદેવ મોક્ષે ગયા, જેથી કલ્યાણનો પ્રવાહ વહ્યા જ કરે. આ જ ખરી તીર્થસ્થાપના છે. વર્તમાનકાળમાં તરણતારણ જીવંત ધર્મતીર્થ કોને કહેવું ??
વર્તમાન કલિકાળમાં પણ તરણતારણ જીવંત તીર્થ કોને ગણવું ? તો શાસ્ત્રો કહે છે કે આ કાળમાં પણ જે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, પ્રવર્તક, ગણિ કે સામાન્ય સાધુ પણ, હાલમાં ઉપલબ્ધ શ્રુતનો જ્ઞાતા હોય, 'સૂત્રઅર્થનો પારગામી હોય, નિશ્ચયનય-વ્યવહારનયનો જાણકાર હોય, ઉત્સર્ગ-અપવાદમાં નિપુણ હોય, સ્વસિદ્ધાંતપરસિદ્ધાંતનો વેત્તા હોય, જ્ઞાનમાર્ગ-ક્રિયામાર્ગમાં યથાસ્થાનનિયોજક હોય તે અવશ્ય જીવંત તીર્થ છે. યોગગ્રંથોમાં જિજ્ઞાસાથી શિષ્ય પ્રશ્ન કર્યો કે સ્વાધ્યાય કરવો હોય, વ્રત-પચ્ચખ્ખાણ કરવાં હોય તો સાધકે કોની નિશ્રા કે સાન્નિધ્યમાં કરવાં ? તો જવાબ આપતાં કહ્યું કે તીર્થના સાન્નિધ્યમાં કરવાં. અહીં તેનો એવો અર્થ નથી કે ગિરનાર, પાલીતાણા આદિ તીર્થમાં જઈને કરવું. કારણ કે તે તો દ્રવ્યતીર્થ છે, અહીં ભાવતીર્થની વાત છે. તેથી ખુલાસો કર્યો કે સૂત્ર-અર્થના જાણકાર, ઉત્સર્ગ-અપવાદના નિષ્ણાત.. ગુરુ જ તીર્થસ્વરૂપ છે. તેમના સાન્નિધ્યમાં જ કરવું. તેમનામાં ભવસાગરથી પાર ઉતારવાની શક્તિ છે, બીજી વ્યક્તિ ગમે તેટલી પવિત્ર હોય, ગુણિયલ હોય, વડીલસ્થાને હોય પણ તેને આ શાસનમાં તીર્થ ન કહેવાય. અરે! આજે આચાર્ય પણ સૂત્ર
१ क्रियायां ज्ञाने च व्यवहतिविधौ निश्चयपदेऽपवादे चोत्सर्गे कलितमिलितापेक्षणसु(मु)खैः।। हतैकान्तध्वान्तं मतमिदमनेकान्तमहसा, पवित्रं जैनेन्द्रं जयति सितवस्त्रैर्यतिवृषैः।।१२।।
(अनेकांतव्यवस्थाप्रकरणम्) २ 'भावनाश्रुतपाठः'-रागादिप्रतिपक्षभावनं भावना, तत्प्रतिबद्धं श्रुतं भावनाश्रुतम्, रागादिनिमित्त-स्वरूप-फलप्रतिपादकमित्यर्थः तस्य पाठ:- विधिनाऽध्ययनम्, अन्यथा त्वन्यायोपात्तार्थवत् ततः कल्याणाभावात्। एवं पाठे सति तीर्थे श्रवणम्, पाठाभावे तन्निराकार्यक्लेशानपगमेन सम्यक् तदर्थज्ञानायोगात्, "अपरिपाचितमलस्रंसनकल्पं ह्यपाठं श्रवणम्" इति वचनात्।
(થોડાશતો પ૨21) 3 तीर्थमिदमुच्यते। उभयज्ञश्चैव सूत्रार्थरूपज्ञातैव गुरुर्व्याख्याता साधुः, (उपदेशपद महाग्रन्थ श्लोक ८५१ टीका) ★ प्रोच्यन्ते येन जीवादयस्तत्प्रवचनम्, तत्र भक्तिः सेवा तदनुध्यानपरता, संघभट्टारको वा प्रवचनं प्रवक्तीति।
(પ્રશમરતિપ્રશરપામ્ સ્તો ૨૮ટી) ★ तीर्थम्-अधिकृतश्रुताऽर्थोभयविद् अभ्यस्तभावनामार्ग आचार्यः,
(योगशतक श्लोक ५२ टीका) ★ सूत्रार्थोभयवेदिन्यभ्यस्तभावनामार्गे तीर्थकल्पे गुरौ, (षोडशक त्रीजु, श्लोक १० टीका आ. यशोभद्रसूरि) ४ यथा यथा बहुश्रुतः श्रवणमात्रेण सम्मतश्च तथाविधलोकस्य 'शिष्यगणसम्परिवृतश्च' किमित्याह-बहुमूढपरिवारश्च,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org