________________
૧૭૨
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સ્વીકારો તો પણ તે તારક વ્યક્તિ પોતાના આત્માનું જ્ઞાન શિષ્યના આત્મામાં સંક્રમણ ન કરી શકે. એટલે ઉપકાર તો વાણી દ્વારા જ કરવાનો રહેશે. તેથી પૂર્ણ જ્ઞાની પુરુષોને પણ બીજાનું હિત કરવાનું માધ્યમ વાણી જ છે. આ વાણીથી પરોપકાર કરવાનું સામર્થ્ય ગણધરોમાં કેવલીતુલ્ય જ છે. ગણધરો દેશના આપતા હોય ત્યારે તે એવી સચોટ અને સ્પષ્ટ હોય કે આપણે તેમના ઉપદેશશ્રવણથી તેઓ પૂર્ણ શાની છે કે અપૂર્ણ જ્ઞાની છે તે નક્કી ન કરી શકીએ; કારણ કે આપણી સર્વ શંકાઓનાં સચોટ સમાધાનની ક્ષમતા પ્રતિબોધના પ્રથમ દિવસથી જ તેમને હોય છે, તેથી તેમનું જીવંતતીર્થપણું અત્યંત સુસંગત છે. ભગવાનની દેશના પૂરી થાય એટલે ગણધર ભગવંતો દેશના આપવા બેસે ?
સભા તીર્થંકરો કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન રહે, અને ગણધરો છઘસ્થ છતાં કેવલીની હાજરીમાં સમવસરણમાં દેશના આપે ?
સાહેબજીઃ હા, તીર્થકરોને માત્ર આત્મસાક્ષીએ ઉપદેશ આપવાનો છે, એટલે પૂર્ણ જ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે. અધૂરો જ્ઞાની માત્ર આત્મસાક્ષીએ બોલે તો ભૂલ થવાની સંભાવના છે, જે ભૂલનો પોતે અને બીજા અનેક ભોગ બને. તેથી જૈનશાસનમાં કેવલ આત્મસાક્ષીએ બોલવાનો અધિકાર પૂર્ણ જ્ઞાનીને જ છે. અહીં ગણધરોને સ્વતંત્રતાથી બોલવાનું નથી, પરંતુ પૂર્ણ જ્ઞાની એવા તીર્થકરોની સાખે બોલવાનું છે, તેથી કોઈ જ વાંધો નથી. પ્રભુ પાસેથી સારરૂપે ત્રિપદી ગ્રહણ કરી, સમગ્ર શ્રુતનો ઉત્કટ બોધ પામી, અંતર્મુહૂર્તમાં તત્કાલ દ્વાદશાંગીની રચના કરનાર ગણધરો પણ, સ્વરચિત દ્વાદશાંગીને તીર્થંકરો જ્યાં સુધી મહોરછાપ ન મારે ત્યાં સુધી, એક અક્ષરનો પણ કોઈને ઉપદેશ આપતા નથી. જે સૂત્રો પર તીર્થકરોએ સત્યતાનો સિક્કો માર્યો તે જ સૂત્ર લઈને ગણધરો સમવસરણમાં વ્યાખ્યાન કરે છે. તીર્થંકરો પાંત્રીસ ગુણ સહિત અતિશયયુક્ત વાણીથી સીધું સારરૂપ તત્ત્વ પીરસે છે, અને તે દ્વારા પાત્ર જીવોને અવશ્ય પ્રતિબોધ કરે છે. તીર્થકરોની દેશનાને અર્થની દેશના કહી છે, જેમાં સૃષ્ટિનું સારભૂત સમગ્ર તત્ત્વ આવી જાય. પરંતુ ઉપદેશમાં તીર્થકરો કોઈ શાસ્ત્રનો આધાર લઈને બોલતા નથી, જ્યારે ગણધરો પ્રત્યેક વાતમાં શાસ્ત્રનું અવતરણ લઈને વિવેચન કરે છે; કારણ કે આ શાસનમાં અપૂર્ણ જ્ઞાનીને independent authority-સ્વતંત્ર અધિકાર નથી.
તીર્થકરોની દેશના અધૂરી નથી, સર્વશ્રેષ્ઠ પરિપૂર્ણ છે, છતાં તેમની દેશના બાદ ગણધરો પાસે તીર્થંકરો પર્ષદાને દેશના અપાવે છે. જોકે 'ગણધરો તીર્થંકરોએ કહેલા તત્ત્વમાં ઉપદેશ દ્વારા કોઈ નવો ઉમેરો કરવાના નથી, તેઓ તો તીર્થકરકથિત તત્ત્વને જ પુનઃ સ્વવાણીથી વિસ્તાર કરશે, છતાં તેમની પાસે દેશના અપાવવા દ્વારા તીર્થકરો જાહેરમાં તેમના વચન પર મહોરછાપ મારવા માંગે છે, સંઘ અને લોકમાં સ્થાપિત કરવા માંગે છે કે ભવસાગરથી તરવું હોય તો તારવા આ ગણધરો પૂરતા સક્ષમ છે. આ ગણધરો જે કહે છે તેને મારી
१ प्रत्ययश्चोभयतोऽपि श्रोतृणामुपजायते, यथा भगवताऽभ्यध्यायि तथा गणधरोऽप्यभिधत्ते, न शिष्याऽऽचार्ययोः परस्परं वचनविरोध इति; गणधरे वा तदनन्तरं भगवदुक्तानुवादिनि प्रत्ययो भवति भगवद्विषयः श्रोतृणां यथा नान्यथावादीति।
(बृहत्कल्पसूत्र श्लोक १२१५ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org