________________
૧૨૦
ધર્મતીર્થની વ્યાખ્યા લાગે, ચારે બાજુ આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ અગાધ દુઃખના સુદ્રમાં ડૂબી રહ્યા છીએ તેનો મૂંઝારો, બેચેની, પારાવાર અકળામણ ન થાય, આમાંથી કેમ છૂટવું તેવો વિચાર વારંવાર ન આવતો હોય, તેવા જીવને તો સંસારસાગર પાર પામવો જ નથી, તેથી તેને તીર્થની આવશ્યકતા નથી. પાયામાં તરવાની પ્રબળ ઇચ્છા જોઈએ જ, તો જ ભાવથી શરણ સ્વીકારવાનું મન થાય અને તેના જીવને જ જગદુદ્ધારક તીર્થ તારે.
વર્તમાનમાં ધર્માત્માઓનો પણ એક class-વર્ગ છે કે જેમને ધર્મારાધના દ્વારા આવતા ભવમાં પાછો મનુષ્યભવ કે દેવભવ વર્તમાનભવની જેમ મળી જાય એટલામાત્રથી સંતોષ છે. તેને ગમે ત્યાં કૂતરા-બિલાડાના ભવમાં ન ધકેલાઈ જઈએ એટલી જ ચિંતા છે. આવા જીવોને ધર્મ દ્વારા સદ્ગતિ મળે એટલે બહુ થઈ ગયું. તેમને ધર્મના તેટલા ફળથી જ સંતોષ છે; કારણ કે તેઓ સંસારસાગરની સપાટી પર જ રહેવા માંગે છે, પરંતુ સંસારસાગરના પારને પામવા માંગતા નથી. જેને સદ્ગતિથી જ સંતોષ છે, સંસાર પાર પામવાની તમન્ના કે તલસાટ નથી, તેઓ તારક તીર્થના સાચા ઉપાસક બનવા લાયક નથી. જેમ સમુદ્રની સપાટી પર રહેનાર કાયમ ખાતે સલામત બનતો નથી, પૂર્ણ સલામતી તો કાંઠે પહોંચનારને જ છે, કારણ કે તેને હવે ડૂબવાનો પ્રશ્ન નથી; તેમ સંસારથી પાર પામીને મોક્ષે જનારને જ પૂર્ણ સલામતી છે. તમને બધાને મનમાં એમ થતું હોય કે, આ ભેંકાર સંસારમાં ડૂબી જઈશું તો હાડકું પણ નહીં મળે, રખડી-રખડીને મરી જઈશું, કુટાઈ-કુટાઈને ખોખરા થઈ જઈશું તો પણ આ સંસારમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં કાયમ ખાતે શાંતિથી શ્વાસ ખાવા પણ મળે, આવું વિચારનારને તો ચોક્કસ કાંઠે જવાની ઇચ્છા થશે. પરંતુ લગભગ જીવો વિચારશૂન્ય થઈને હાયવોયપૂર્વક જીવે છે અને હાયકારા સાથે મરે છે. ૯૦ % સંસારની ભયાનકતા તો પ્રત્યક્ષ દેખાય છે; કારણ કે ૮૪ લાખ જીવાયોનિમાં માત્ર નરકગતિ અને દેવગતિ જ તમને પરોક્ષ છે, બાકી બીજી બધી ગતિ પ્રાયઃ પ્રત્યક્ષ છે; જ્યાં જીવ કેવી રીતે જન્મે છે, કેવી રીતે જીવે છે અને કેવી રીતે કરે છે તે નજરોનજર દેખાય છે. કોઈ પૂછે કે આ પ્રત્યક્ષ દેખાતી લાખો જીવાયોનિમાં તમને ક્યાં ગોઠવીએ તો ફાવશે ? તો શું જવાબ આપશો? અરે ! આખો સંસાર એટલો બિહામણો-ભેંકાર છે કે વિચારશીલને તો એમ જ થાય કે આમાં ક્યાંક સલવાઈ ગયા તો આપણા બાર વાગી જશે. આવા ભવભીરુ જીવને પાર પામવા તારક તીર્થની જરૂર પડે છે.
શ્રેષ્ઠ ધર્મતીર્થની પસંદગી :
જે તારે તે તીર્થ છે, તીર્થમાં જ કાંઠે પહોંચાડવાની શક્તિ છે. તેવા તારક તીર્થસ્વરૂપ ધર્મને શોધવા જવે પુરુષાર્થ કરવો પડે; કારણ કે દુનિયામાં ધર્મતીર્થો ઘણાં છે, તીર્થકરોએ ધર્મતીર્થ સ્થાપ્યું તે સિવાય લોકમાં અનેક ધર્મતીર્થો પ્રચલિત છે. વળી જેમાં જેટલી તારવાની શક્તિ હોય એટલી તીર્થસ્વરૂપતા આપણને પણ માન્ય જ છે. શાસ્ત્રોમાં અન્ય ધર્મોને પણ ધર્મતીર્થ જ કહ્યાં છે. લોગસ્સસૂત્રમાં ‘ધમ્મતિર્થીયરે’ પછી ‘જિણે, અરિહંતે....” વગેરે વિશેષણો મૂક્યાં છે, ત્યાં શિષ્ય પ્રશ્ન કર્યો કે ચોવીસ તીર્થકરોની ઓળખ માટે “ધમ્મતિયૂયરે’ વિશેષણ
१ अपरस्त्वाह-जिनानित्यतिरिच्यते, तथाहि-यथोक्तप्रकारा जिना एव भवन्तीति, अत्रोच्यते, मा भूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थमाह-जिनानिति, श्रूयते च कुनयदर्शने- 'ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org