________________
८४
ધર્મતીર્થની વ્યાખ્યા સભા : ગૃહસ્થને સાચવ્યાં ?
સાહેબજી : બંને વિચક્ષણ, ગીતાર્થ છે, એટલે સાધુપણામાં રહીને પણ કેવી રીતે માવજત કરવી તે જાણે છે. ગુરુપત્નીને એવી રીતે ખુશ કરે છે કે તે સામેથી કહે છે કે તમારી શું ઇચ્છા છે ? એક દિવસ પંડિતજી બહારગામ ગયા ત્યારે આ બંને કહે છે કે, અમારે પેલો ગ્રંથ છે, જેને પંડિતજી જીવની જેમ સાચવે છે, તે એક વાર જરા જોવો છે. ગુરુપત્નીને થયું કે આ ક્યાં ઉપાડી જવાના છે ? ભલે વાંચતા. આમ પણ પંડિતજી વિદ્યા તો ભણાવે જ છે. એટલે તેમને તે ગ્રંથ વાંચવા આપ્યો. આ બંનેની સ્મરણશક્તિ તીવ્ર છે. ગ્રંથ ૧૨૦૦ શ્લોકનો હતો. તેથી બંનેએ નક્કી કર્યું કે ૭૦૦ શ્લોક યશોવિજયજી મહારાજ યાદ રાખે અને પ૦૦ શ્લોક વિનયવિજયજી મહારાજ યાદ રાખે. એક વાર વાંચીને કંઠસ્થ કર્યું અને પુસ્તક ગુરુપત્નીને પરત કર્યું. આ વાસ્તવમાં ચોરી છે, પણ અહીં કોઈ નૈતિકતાનું પૂંછડું પકડી રાખે તો શું થાય ? અરે ! તમને ખબર નથી કે આના દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજે જે પ્રતિભા પ્રાપ્ત કરી તે એટલી તીણ થઈ કે કાશીનો કોઈ વિદ્વાન તેમની સામે ટકી શકે નહીં તે કાળમાં કાશી વિદ્વાનોથી ધમધમતું હતું, પોતાની વિદ્વત્તાનો પ્રભાવ કાશીમાં પડે તેના માટે ભલભલા પંડિતો ઝંખના રાખતા, ત્યાં તેઓશ્રી અજોડ સ્થાન પામ્યા. એક વાર કાશીમાં દક્ષિણનો કોઈ વિદ્વાન આવ્યો. તેણે સમગ્ર કાશીના વિદ્વાનોને શાસ્ત્રાર્થની chalang-પડકાર ફેંક્યો. પરંતુ તેની સામે કોઈ બ્રાહ્મણ વિદ્વાન ટકી શકે તેમ ન હતા. ત્યારે પંડિતોની સભામાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે બધાની સંમતિ હોય તો તેનો પડકાર હું ઝીલું, અને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરીને મોકલું. ત્યારે સર્વ પંડિતોએ પૂ. ઉપાધ્યાયજી મહારાજાને વિનંતિ કરી કે કાશીની આબરૂ રાખો. આમ, બધા વિદ્વાનોની સંમતિથી તેની સામે શાસ્ત્રાર્થમાં ઉપાધ્યાયજી મહારાજાએ જૈનશાસનના સિદ્ધાંતની સ્થાપના કરી, પેલાને પરાસ્ત કર્યો. તેથી કાશીની પરંપરા પ્રમાણે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને ન્યાયવિશારદ મહામહોપાધ્યાયનું બિરુદ પ્રાપ્ત થયું. જે ગ્રંથ તેમણે એક વાર વાંચીને કંઠસ્થ કરી લીધો, તે તમને આપું તો તમે શું કરવાના? તમે તો તેની એક લીટી પણ વાંચી ન શકો. પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજા માટે એ ગ્રંથ ખૂબ જ અગત્યનો હતો. તે દ્વારા તેમને પોતાની career-કારકીર્દિ બનાવવી હતી તેવું નહોતું, પણ જૈનશાસનની વિજયપતાકા ફેલાવવી હતી. આવા અવસરે નક્કી થઈને નૈતિક કર્તવ્યનું પૂંછડું પકડે તો શું થાય ? મહાન શાસનપ્રભાવના અટકી પડે. ટૂંકમાં જિનાજ્ઞા પ્રમાણે હોય તે જ નૈતિક કર્તવ્યો અમને મંજૂર છે. બાકી મનફાવતા નૈતિક કર્તવ્યને અમે બહાર કાઢી મૂકીશું. અરે ! જિનાજ્ઞાવિરુદ્ધના પંચ મહાવ્રતના અખંડ પાલનને પણ cancel-રદ કરીશું.
જિનાજ્ઞાનુસાર નાનો પણ ધર્મ હિતકારી અને જિનાજ્ઞાવિરુદ્ધ મોટો પણ ધર્મ અહિતકારી :
નાનામાં નાનો પણ ધર્મ જિનાજ્ઞા પ્રમાણે હોય તો તેને અમે ધર્મ કહેવા તૈયાર છીએ, અને જિનાજ્ઞાવિરુદ્ધ મોટો પણ ધર્મ હોય તો તે નકામો છે. દા.ત. તમે ગમે તે ખોરાક ખાઓ પણ તેનો object-હેતુ, aim-ધ્યેય દેહનું પોષણ છે. જો શક્તિદાયક ખોરાક પણ ખાવા છતાં અપચો અને ઝાડા થઈ જાય તો શરીરની જૂની શક્તિ પણ નીકળી જાય. આવી પરિસ્થિતિમાં ગમે તેવો સારો ખોરાક પણ ઝેર જેવો ગણાય. પરંતુ જો સુપાચ્ય હોય તો અલ્પપોષક ખોરાક પણ પચી જાય અને દેહને શક્તિ આપે તો તે હિતકારી-પથ્ય ગણાય. ટૂંકમાં અત્યંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org