________________
% 9 જૈન સનાતન વીતરાગ દર્શન (૧૩) એક બે ઘડી શરીરાદિ મૂર્તિદ્રવ્યોનો પાડોશી થઈને અનુભવ કરે ! જેમ રાગ અને
પુણ્યનો અનુભવ કરે છે. એ તો અચેતનનો અનુભવ છે. ચેતનનો અનુભવ નથી. માટે એકવાર મરીને પણ શરીરાદિનો પાડોશી થઈને, ઘડી બે ઘડી પણ જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરીશ તો તુરત જ આત્મા અને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો તને અનુભવ થશે. સમ્યગ્દર્શનની આ એક જ
વિધી છે. (૧૪) જિજ્ઞાસુને પહેલાં એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું. શંકાને
સ્થાન ન હોય. મોળી પાતળી વાત આત્માને માટે ન કરવી અનંતગુણોથી સમૃદ્ધ
પોતે છે તેને જોવો, તું દેવાધિ દેવ છો તેમ લેવું. (૧૫) સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા
જાય, રુચિ કરવા જાય ત્યાં જ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે. એ
જ પુરુષાર્થ છે. (૧૬) એક સમયની પર્યાય સત્ છે, સ્વતંત્ર છે. જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય
પોતાના ષકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા ક્યારે થાય? કે એનું લક્ષ અને દૃષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ઉપર જાય ત્યારે નિઃસંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા ને વીતરાગતા થાય. એ સાચાં નિર્ણયનું ફળ ને તાત્પર્ય છે. આહાહા!
શું વીતરાગની વાણી! ચારે કોરથી એક સત્ જ ઉભું થાય છે. (૧૭) ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જેનદર્શન અકર્તાવાદ
છે. આત્મા પરદ્રવ્યોનો તો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણકર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે ષકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે. પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્યધાતુ પર દૃષ્ટિ જાય છે. ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થપૂર્વક થાય છે. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દૃષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org