________________
9998 19 જૈન સનાતન વીતરાગ દર્શન : 88 () પ્રથમ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું.
(૧) સાચા વીતરાગી દેવ-ગુરૂશાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન
કરવું.
(૨) જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન કરવું. (૩) સ્વ-પરનું ભિન્નપણું ભાસે એવા અભ્યાસથી ભેદજ્ઞાનનું શ્રદ્ધાન
કરવું. (૪) સ્વમાં સ્વપણું માનવા અર્થે - સ્વરૂપની એકાગ્રતા સ્વનું શ્રદ્ધાન
કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. (૧૧) “તત્ત્વાર્થ શ્રદ્ધાન’
‘તવીર્થ શ્રદ્ધાનનું સ ર્જન' એ સૂત્ર છે. તેમાં તત્ત્વ એટલે ભાવ અને અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય-ગુણ-પર્યાયત્મક સ્વરૂપ) પદાર્થના એટલે કે આત્માના દ્રવ્યગુણ-પર્યાયના ભાવનું યથાર્થ ભાસન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. માટે જે સાત તત્ત્વોને ભિન્ન-ભિન્ન યથાર્થપણે શ્રદ્ધે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન હોય છે. ટૂંકમાં તત્ત્વોની વ્યાખ્યા આ પ્રમાણે છે. (૧) જીવ : જીવનો સ્વભાવ જ્ઞાયક શુદ્ધ ચિદાનંદ છે, રાગ અને શરીરથી
ભિન્ન છે. શુદ્ધ જીવની વાત છે. (૨) અજીવ : કર્મ, શરીર, સંયોગો આદિ અજીવ છે. અજીવનો સ્વભાવ
જડ છે. (૩) આસ્રવ : પુણ્ય-પાપના પરિણામ (શુભાશુભ ભાવો આસ્રવ છે. તેનો
સ્વભાવ આકુળતા છે. મારો સ્વભાવ તેમનાથી જુદો અનાકુળ
આનંદ છે. (૪) બંધ : શુભ-અશુભ પ્રવૃત્તિઓમાં, વિકારમાં અટકવું તે બંધ છે. (૫) સંવર : આત્માની શુદ્ધિ (વર્તમાન જ્ઞાનની-સ્વભાવના આશ્રયે થતી
નિર્મળ દશા) અર્થાત્ યથાર્થ રૂચિ, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા
એ સંવર તત્ત્વ છે. (૬) નિર્જરા : વિશેષ સ્થિરતા દ્વારા શુદ્ધિની વૃદ્ધિ (સંવરપૂર્વક) થવી એ
નિર્જરા છે.
- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org