________________
88 888
(૧૧) વસ્તુને શરીર અડવું નથી, શરીરને કર્મ અડવું નથી,
કર્મ વિકારને અડેલ નથી,
જૈન સનાતન વીતરાગ દર્શન
વિકાર નિર્મળ પર્યાયને અડેલ નથી.
અહાહા! વસ્તુ સ્વભાવ સૂક્ષ્મ છે. બધે સ્વતંત્રતા જ બતાવી છે. એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે. એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ છે. આ વસ્તુસ્વભાવ સર્વજ્ઞે જેવો જોયો તેવો કહ્યો છે.
પહેલાં આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂરણા ચાલ્યા કરે, આ સમ્યપહેલાંની વાત છે. આ રીતે સ્વભાવના સંસ્કાર પડતાં જાય છે. આ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી.
(૧૨) જેમ કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે તેમજ પદાર્થોના ક્રમબદ્ધ પર્યાયો થાય છે. કેવળજ્ઞાને જાણ્યું માટે નહિ, પણ પદાર્થના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે.
અહાહા ! પરદ્રવ્યને તો કરવાની વાત જ નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થવાના, તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડી અવળી કરવાનું રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે, તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય પર દષ્ટિ થતાં થાય છે. અહાહા...! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે.
(૧૩) પ્રશ્ન ઃ આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની
પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ?
ઉત્તર ઃ અરે ભાઈ ! જ્યાં દ્રવ્યનો નિર્ણય કર્યો ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં જ વળી ગઈ. પછી તારે કોને ફેરવવું છે? જે પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાયમાં જેવો વીતરાગસ્વભાવ છે એવો સ્વભાવ સહજ બનતો જાય છે. આ રીતે પર્યાય જ્યાં પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં એને ફેરવવાનું ક્યાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી?- દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધુ.
૧૮૩
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org