________________
જેને સનાતન વીતરાગ દર્શન @@@@ જ્ઞાન-ઉપયોગને જોડીને પોતે જાતે ઉધમ કરીને નિર્ણય કરે છે અને જ્ઞાનીના
વચનો સાથે પોતાના વિચારની મેળવણી કરે છે. (૮) તત્ત્વની યથાર્થ પ્રતીતિઃ તત્ત્વ નિર્ણય કરવા માટે જ્ઞાની પાસેથી સાંભળી લીધું
પણ પછી “આ કઈ રીતે છે” એમ પોતે તેના ભાવને ઓળખીને જાતે નિર્ણય ન કરે તો સાચી પ્રતીતિ થતી નથી. જ્ઞાની પાસેથી તત્ત્વનો જે ઉપદેશ સાંભળ્યો તેને ધારણ કરી રાખે ને પછી એકાંતમાં વિચાર કરીને જાતે તેનો નિર્ણય કરે અને અંતરમાં તેને પરિણમવાનો પ્રયત્ન કરે. અહીં ચાર વાત ધ્યાનમાં લેવા જેવી છે. (૧) યથાર્થ ઉપદેશ સાંભળવો (૨) યાદ રાખવો (૩) વિચાર કરવો અને (૪) નિર્ણય કરવો. તત્ત્વનો નિર્ણય કરવાની શક્તિ પોતામાં હોવી જોઈએ. માત્ર સાંભળ્યા જ કરે અને વાંચ્યા કરે પણ જાતે કાંઈપણ વિચાર કરીને તત્ત્વનિર્ણયમાં પોતાની શક્તિ ન લગાવે તેને યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહિ. તત્વવિચારની એકાગ્રતા : નવ તત્ત્વોને તેમના લક્ષણથી ભિન્ન જાણી, જીવ તત્ત્વનો (શુદ્ધાત્માનો) નિર્ણય કરવાનો છે. પોતાના ધ્યાનનું ધ્યેય શું છે? સાધન શું છે? તેનું સાધ્ય શું છે? આ વાત બરાબર સમજીને પોતે એકલો વિચાર કરે. એકાંતમાં વિચાર કરવાનું કહ્યું તેમાં વિચારની એકાગ્રતા બતાવે છે. આવી પ્રયોગાત્મક પદ્ધતિમાં આવ્યા પહેલાં – યુક્તિ – અનુમાન – પ્રત્યક્ષ આદિથી
ઉપદેશવામાં આવેલાં તત્ત્વો એમ જ છે કે અન્યથા છે – તેનો નિર્ણય કરે. (૧૦) તત્ત્વનિર્ણયનો આધાર સિદ્ધાંતો : મુખ્ય સિદ્ધાંતો જેવા કે (૧) દ્રવ્યની
સ્વતંત્રતાનો સિદ્ધાંત (૨) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત (૩) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત (૪) પાંચ સમવાય અને તેમાં પુરુષાર્થની મુખ્યતા (૫) નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ એક દ્રવ્ય બીજા દ્રવ્યના આધારે રહેતું નથી, એકમાં બીજાથી કિંચિત્ લાભ-નુકસાન નથી. દરેક ઠેકાણે યુક્તિ વડે તત્ત્વનો નિર્ણય કરે. ત્યાં કઈ યુક્તિ પ્રબળ છે અને કઈ યુક્તિ નિર્બળ છે? તેનો વિચાર કરે. ત્યાં પ્રબળ યુક્તિ ભાસે તેને સત્ય માને અને નિર્બળ યુક્તિ ભાસે તેને છોડી દે-આમ વિચારીને તત્વનિર્ણયના સંસ્કાર પડતા જાય છે. પોતાના સમાનબુદ્ધિના ધારક સાધર્મી સાથે વિચાર કરે. પરસ્પર ચર્ચા કરે અને એકાંતમાં તેનો વિચાર કરીને નિર્ણય કરે. જેને સમ્યક્રત્ત્વની ચાહના હોય, સમ્યગ્દર્શન
૧૭૨ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org