SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ * જૈન સનાતન વીતરાગદર્શન સ્વસ્થ (પ્રવૃત્તિ નય રૂપ નથી, અભિપ્રાય-અનુસાર પ્રરૂપણથી પ્રવૃત્તિમાં બંને નય બને છે.) (નિશ્ચય અને વ્યવહાર બંને એક જ દ્રવ્યમાં હોય - એકનો નિશ્ચય અને બીજાનો વ્યવહાર એ કેવી રીતે બને?) (૭) તો શું કરીએ? નિશ્ચય નય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ – અભૂતાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. વ્યવહારની રૂચિ તે જ મિથ્યાત્વ છે માટે સતપુરુષે એક નિશ્ચયને જ આદરણીય માનવો જોઈએ. | (સ્વભાવની રૂચી ઉપાદેય છે, રાગની રૂચી હેય છે) (૮) જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે, તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે. માટે વ્યવહારનું શ્રદ્ધાન છોડી, નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. સંસ્થા બનાવો, બહારમાં પ્રચાર કરો, શરીરાદિની ક્રિયા કરો (શરીર સશક્ત રહે એ માન્યતાથી શરીરની પ્રવૃત્તિ કરવી) એમ જે વ્યવહારમાં જાગે છે તે સ્વભાવમાં સૂતા છે. જ્ઞાની એમ સમજે છે કે પરના મહિમાથી આત્માનો મહિમા નથી અજ્ઞાનીને પરનો મહિમા આવે છે તેને ધર્મનો મહિમા નથી. મિથ્યાદૃષ્ટિ પરના કાર્યમાં રોકાયો છે – પણ એને ખબર નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. આત્માના હિત માટે (૧) સ્વભાવનું સામર્થ્ય ખ્યાલમાં આવવું જોઈએ એનો મહિમા આવતા દૃષ્ટિ ત્યાં જાય. (૨) વિભાવની વિપરીતતાવિકારીભાવોને હેય જાણી એ અશુદ્ધતા કેમ જાય છે એ લક્ષમાં લેવું જોઈએ. (૩) અને સંયોગોની પૃથ્થકતા (ક્ષણ ભંગુરતા) સમજણમાં આવતા તેનો મહિમા ઘટવા લાગે તો પરાશ્રયબુદ્ધિ ટળે (૯) હિંસાદિ અને અહિંસાદિમાં અધ્યવસાય છે, માટે તે બધા છોડવા યોગ્ય છે. જે પરાશ્રયી વ્યવહાર છે તે સઘળો છોડાવ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy