________________
888888 જેને સનાતન વીતરાગ દર્શન
. પર્યાયમાં અધૂરી દશા છે, પૂર્ણ દશા નથી. અને જો વિકાર અને અલ્પજ્ઞતા છે તો એના નિમિત્તરૂપે દ્રવ્યકર્મ અને નોકર્મ છે.
કર્મ-નોકર્મનો સંબંધ પણ છે, એમ માનવું જોઈએ. વળી જો કર્મનોકર્મ નિમિત્તરૂપે ન હોય તો જ્ઞાનાદિની વ્યક્તતા કેમ નથી? જ્ઞાનાદિની વ્યક્તતા નથી માટે કર્મ-નોકર્મ નિમિત્તપણે છે. આત્મદ્રવ્યમાં શક્તિરૂપે જ્ઞાનાદિ ગુણો છે, એમાંથી વ્યક્તરૂપ પર્યાય થાય છે. તે પર્યાય વર્તમાનમાં નથી માટે એમાં નિમિત્તરૂપે કર્મને માનવું જોઈએ.
બીજી અવસ્થામાં માનવી તે ભ્રમ છે. પરદ્રવ્યથી ભિન્ન અને પોતાના ભાવોથી અભિન્ન તે દ્રવ્યની શુદ્ધતા છે. પોતાને દ્રવ્ય-પર્યાયરૂપ અવલોકવો દ્રવ્યથી સામાન્યસ્વરૂપ અવલોકવું - પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી.
(૨) વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ.
જિન આગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું જ શ્રદ્ધાનાદિ કરે છે, તેને ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે તે વિસ્તારથી કહે છે. (૧) કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી -
કોઈ જીવ તો કુળક્રમવડે જ જેની છે પણ જૈન ધર્મનું સ્વરૂપ જાણતા નથી. માત્ર કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. ત્યાં જેમ અન્યમતી પોતાના કુળધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો કુળક્રમથી જ ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ ધર્માત્મા જ ઠરે, અને તો પછી જૈનધર્મનું વિશેષપણું શું રહ્યું? ધર્મમાં કુળક્રમનું કાંઈપણ પ્રયોજન નથી.
શાસ્ત્રોના અર્થને વિચારીને જો કાળદોષથી જૈનધર્મમાં વિષય-કષાય પોષણાદિરૂપ વિપરીત પ્રવૃત્તિ ચલાવી હોય તો તેનો ત્યાગ કરી જિનઆજ્ઞાનુસાર પ્રવર્તવું યોગ્ય છે.
કુળ સંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો, પણ ધર્મસંબંધી કાર્યોમાં કુળનો વિચાર ન કરવો, પરંતુ જેમ સત્યધર્મમાર્ગ છે તેમજ પ્રવર્તવું યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org