________________
189 જૈન સનાતન વીતરાગ દર્શન : (૫) ઉપગૃહનઃ આ ગુણનું કિરણ એવું છે કે પોતાની અસ્થિરતારૂપ - રાગ-દ્વેષના
કષાયના દોષને ટાળે અને વીતરાગ સ્વભાવગત ગુણમાં વૃદ્ધિ કરે. સમ્યગ્દષ્ટિ
જીવ બીજાના દોષને પ્રગટ ન કરે. (૬) સ્થિતિકરણ : સ્વરૂપની સ્થિરતારૂપ સ્થિતિકરણ ગુણનું કિરણ એવું છે કે
રાગ - દ્વેષ - વિકલ્પરૂપ-અસ્થિરતાને ટાળે અને નિજ અખંડ શાંતિસ્વરૂપ-સુખ
સ્વરૂપ સ્વભાવમાં પોતાને સ્થિર રાખે. કર્મના તીવ્ર ઉદયમાં બીજા જીવો ધર્મની શ્રદ્ધામાં અસ્થિર થઈ જાય તેમને સ્થિરતા કરાવે. વાત્સલ્ય વાત્સલ્ય ગુણનું કિરણ એવું છે કે પૂર્ણ સ્વભાવની રુચી હોવાથી પૂર્ણ વીતરાગતા - શુદ્ધ પરમાત્માપદનો પ્રેમ છે, તેમાં સંસારની બીજી કોઈ વાતમાં જરાય મીઠાશ ન હોય – કયાંય પ્રેમપૂર્વક રસ ન હોય, ગૌવત્સ સમાન સ્વરૂપની સાચી પ્રીતિ છે. જગતના બધા જ જીવો પ્રત્યે સમદષ્ટિ હોવાથી કુદરતી કરૂણા જ હોય.... પ્રભાવના પ્રભાવના ગુણનું કિરણ એવું છે કે સમસ્ત પ્રકારે (બધાં પડખાથી) પોતાના શુદ્ધ સ્વરૂપમાં સાવધાની રાખવાની ભાવના, ચારિત્રગુણની ખીલવટ કરીને સ્વગુણનો ઉદ્યોત કરે છે. સાધક સ્વભાવ જયવંત વર્તા, વિજયવંત હો! એવો પુરુષાર્થ ઉપાડીને આત્મધર્મની પ્રભાવના એવી કરવી કે કેવળજ્ઞાનના સંદેશા આવે, જાતની જાગૃતિના અપૂર્વ ભણકારા આવે કે હવે ભવ નથી. બધા જ જીવો સત્ ધર્મ પામીને પૂર્ણ સુખને પ્રાપ્ત થાઓ એવી ધર્મની પ્રભાવના ભાવ સહજ
(૮)
વર્તે છે.
હવે નિશક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સત, અમૂઢદષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાનું સ્વરૂપ વિશેષ રીતે કહે છે. (૧) નિઃશંક્તિ અંગ = સ્વરૂપમાં સંશય ન કરવો એ નિઃશંક્તિ અંગ છે. પોતાનું
સ્વરૂપ શુદ્ધ, અખંડ, અભેદ ચૈતન્યસ્વરૂપ છે તેમાં ધર્મીને શંકા થતી નથી. આખ પુરુષ શંકા રહિત છે ત્યાં શંકાનો અર્થ મોહ, રાગ અને દ્વેષ છે. જેમ આપ્તપુરુષ મોહ-રાગ-દ્વેષથી રહિત છે. તેમ સમકિતવંતનું સ્વરૂપ પણ મોહ-રાગ-દ્વેષથી રહિત છે. મારું સ્વરૂપ મોહ, રાગ, દ્વેષથી રહિત છે.એમ ધર્મી નિઃશંકપણે માને છે. નિઃશંક્તિ અંગમાં અસ્તિત્ત્વપણે આત્માની શ્રદ્ધા લીધી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org