________________
888 189 1 જૈન સનાતન વીતરાગ દર્શન :
જ જૈનધર્મની શ્રેષ્ઠતા છે. માટે હે જીવ! આવા શુદ્ધ ભાવ વડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર, અને રાગને-પુણ્યને ધર્મ ન માન. જૈનધર્મના તો સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે, તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી.
વીતરાગવાણી રૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિદ્રુપ-રત્ન પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચેતન્ય પ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે કે અહો ! મને સર્વોત્કૃષ્ટ ચેતન્યરત્ન મળ્યું છે, હવે મારે ચેતન્યથી અન્ય બીજું કાંઈ કાર્ય નથી, બીજું કાંઈ વાચ્ય નથી, બીજું કાંઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણ યોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કાંઈ આદેય નથી.
સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. સમ્યગ્દર્શનરત્ન અપૂર્વ કલ્યાણકારી છે, સર્વ કલ્યાણનું મૂળ છે. તેના વિના જે કરે તે તો બધુંય “રાખ ઉપર લીંપણજેવું વ્યર્થ છે. સમ્યગ્દષ્ટિ જીવ લક્ષ્મી-પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરે દેવ-દેવલાની માન્યતા કરે નહિ. લોકમાં મંત્ર-તંત્ર ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે. પણ આ સમ્યગ્દર્શન સર્વ રત્નોમાં
શ્રેષ્ઠ રત્ન છે કે જેનો દેવો પણ મહિમા કરે છે. (૧૭) દિવ્ય ધ્વનિનો સાર ૧. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે શુદ્ધ
વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ સામાન્ય તે પરમાત્મા તત્ત્વ છે. તે જ શુદ્ધ અંતઃતત્ત્વ, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મા તત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી. અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્ત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે.
ધ્રુવ શુદ્ધ આત્મ દ્રવ્ય સામાન્ય છું” એવી અનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈપણ પરિણતિને પરમાત્મા તત્ત્વનો
૩.
હું આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org